________________
કળશ- ૨૧૩
૩૪૭
એક એક સત્તા પોતાથી જ્યાં બિરાજી રહી છે... આહાહા.! બિરાજી એટલે શોભિત છે, સહિત છે. આહાહા...! શરીરના રજકણોની આ અવસ્થા... આહાહા...! એની ઇન્દ્રિયની અવસ્થાઓ જે થાય ઉત્પાદ-વ્યય એની સત્તામાં, આત્માની સત્તા એનો ઉત્પાદ કેમ કરી શકે? આહાહા...! સમજાણું કાંઈ? આકરી વાતું, બાપુ! આમ જીભ વળે છે એ કહે છે કે, એને લઈને હોઠમાં આમ બોલવાનું થાય છે એમ નથી. કારણ કે જીભની સત્તાના ઉત્પાદવ્યય ભિન્ન છે, આના ઉત્પાદ-વ્યય ભિન્ન છે. એના ઉત્પાદ-વ્યયને બીજો કેમ કરી શકે? આહાહા.! સમજાણું કાંઈ? ઝીણી વાત, ભાઈ! ભાષાથી અંદર બેસવું કઠણ. ભાષાથી આમ સાંભળ અને હા પાડે પણ અંદરમાં બેસવું જોઈએ. આહાહા.... કેમકે દ્રવ્ય છે કે નહિ? જો અનંત છે તો અનંતપણે અનંત ક્યારે રહે? કે, અનંત અનંતના ઉત્પાદ પોતામાં રહે અને એના ઉત્પાદને લઈને બીજામાં ઉત્પાદ ન થાય, ત્યારે તો એ અનંત અનંતપણે રહે. નહિતર તો અનંતનો નાશ થઈ જાય છે. આહાહા! સમજાણું કાંઈ?
આ શેઠે તો બહુ મહેનત કરી હતી, પૈસા મેળવવા માટે. આપણે તો શેઠનો દાખલો, મોટા માણસનો આપીએ. આહાહા.... અમારે કુંવરજીભાઈ હતા, નહિ? ફઈના દીકરા ભાગીદાર. અમે કરીએ. અમે કરીએ. અમે કરીએ. પણ શું છે આ? તમે શું કરો છો? મેં તો (સંવત) ૧૯૬૬ની સાલમાં કહ્યું હતું. ૬૮ વર્ષ થયા. શું તમે આ માંડી છે? ગામમાં કોઈ સાધુ આવે તો સાંભળવાનો વખત નહિ, આખો દિ સામું જોવે નહિ. રાત્રે આઠ વાગે જાય. સાધુ બિચારા સવારે આવ્યા હોય, એની મેળાએ હોય. આ લૌકિક સંપ્રદાયમાં....
મુમુક્ષુ :- આપ જતા હતા પછી ક્યાં વાંધો હતો?
ઉત્તર :- હું તો એ વખતે દુકાન છોડી દેતો. ગામમાં સાધુ આવે ત્યારે દુકાન છોડી દેતો. “શીવલાલભાઈ અમારા ભાગીદાર હતા એ કર્યા કરે. આપણે તો એને આહાર-પાણી હોરાવવું બધું કરતા. પણ એ કરી દઈએ છીએ ને આહાર-પાણી હોરાવી દઈએ છીએ ને એમ માનતા ને એ વખતે આહાહા...! કોને કોણ વ્હોરાવે ને કોને કોણ ઘે? આહાહા..!
મુનિને આમ આહારના રજકણો જાય છે, કહે છે કે એ તો એની સત્તાના ઉત્પાદથી ત્યાં એ ગયા છે. દેનારે આમ કર્યું માટે ગયા છે એમ છે નહિ. આહાહા...! અનંત દ્રવ્યનો અહંકાર ઊડાવવો અને પછી તો રાગનો અહંકાર ઊડાવવો. આ તો એને રાગ થાય (એ) પરને લઈને નહિ. આમાં તો એ પણ આવ્યું કે, કર્મના ઉદયની સત્તા કર્મમાં છે અને રાગની સત્તા જીવની પર્યાયમાં છે તો એ કર્મની સત્તાનો ઉદય રાગને કરે એ ત્રણકાળમાં નથી. અત્યારે મોટો વાંધો આ છે. હેં? કર્મને લઈને વિકાર થાય, મોટો વાંધો. ઠેઠ એકે એક સંપ્રદાય, ત્રણેમાં. કર્મનો ઉદય છે તો વિકાર થાય, કર્મનો ઉદય છે તો વિકાર થાય. અહીં તો ના પાડે છે. કર્મના ઉદયની સત્તા એની સત્તામાં રહી અને રાગ છે ઈ આત્માની પર્યાયની સત્તામાં છે. હવે આ સત્તાની પર્યાયને એ સત્તાની પર્યાય કરે શી રીતે? આહાહા.! છે