________________
૩૪૬
કલશામૃત ભાગ-૬
કાર્ય બીજી સત્તા કરે? ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્. દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્. હવે ઉત્પાદ છે એ એનો પોતાનો પોતે કરે. હવે એ ઉત્પાદ, પરના ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સતુ નથી? એ એના પર્યાયનો ઉત્પાદ શું કરે. આહાહા.. આકરું કામ બહુ. પંડિતોને આ ભારે આકરે પડે છે. ઈ કહે કે, “સોનગઢવાળાએ કાર્યું. આ ક્યાંનું છે? આ “સોનગઢનું
છે?
મુમુક્ષુ :- “સોનગઢવાળાએ કહ્યું તે સાચું છે.
ઉત્તર :એણે આવું કાઢ્યું એમ કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહિ. વ્યવહારથી તો કરી શકે કે નહિ? ભલે નિશ્ચયથી કરી શકે નહિ. વ્યવહારથી કરી શકે જ નહિ. કથન વ્યવહારથી ભાષા બોલાય, આ માણસ હતો ને આ મકાન થયું, આ માણસ હતો ને આ પુસ્તક થયું. આહાહા! | મુમુક્ષુ – આટલું કથન તો ગુરુદેવ બેસે કે પોતાની પર્યાય પોતાના ઘરની ચીજ છે તો કરે, પણ પોતાની પર્યાયને પણ કરે નહિ ઈ કેવી રીતે?
ઉત્તર :- ઈ વળી પછી વાત. ઈ અત્યારે અહીં નથી. અહીં તો એક દ્રવ્યની સત્તાના ત્રણ પ્રકાર-ઉત્પાદ-વ્યય-ધ્રુવ. એને બીજા દ્રવ્યના ઉત્પાદ-વ્યય ને ધ્રુવમાં એનો ઉત્પાદ કાંઈ કરી શકે નહિ. વળી પર્યાય દ્રવ્યની કર્તા નથી એ તો અંદરમાં ભેદ પાડતાં (કહેવાય). અહીં તો હજી પરદ્રવ્યથી ભેદ પાડતાં આ વાત છે. આહાહા...! હજી પરદ્રવ્યની સત્તા ભિન્ન છે એની પર્યાય કર્તાપણાનું અભિમાન ટળે નહિ, એને પર્યાય અને દ્રવ્ય ભિન્ન છે એ વાત કેમ બેસે? આહાહા.! પર્યાયનું દ્રવ્ય પણ કર્તા નથી. આહાહા...! અહીંયાં તો ઉત્પાદ-વ્યયધ્રુવ યુક્ત સત્તા અને પરની પણ ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સત્તા, એમાં ઉત્પાદ ન્યાં છે, એને આ ઉત્પાદ નાં ઉત્પાદ શી રીતે કરે? એમ કહે છે, એટલું. આહાહા. સમજાણું કાંઈ?
દવાના રજકણોની ઉત્પાદ-વ્યયની સત્તા તો દવામાં છે. હવે સામે શરીરનો રોગ મટાડવામાં એનું શું કારણ છે? આહાહા.! એના રોગના રજકણો જે રોગરૂપે થયા હતા એના ઉત્પાદવ્યય ને ધ્રુવની સત્તા એનામાં છે. એની ઉત્પાદની સત્તામાં બીજાનો ઉત્પાદ ગરીને અંદર મટાડી દયે? આર. આર. આવી ભારે વાત. સમજાણું કાંઈ?
અહીં તો એકદમ છ દ્રવ્ય લીધા છે અને એમાંથી એક, કોઈપણ એક. આહાહા.! આ શું કહેવાય આ પાથરવાનું? ઈ આમ સંકેલેલું હતું અને બે ખૂણેથી આમ પહોળું કર્યું. શું કીધું? અટલસ આવે છે ને અટલસ? કાપડીયા. અટલસની ઘડી આવે, જેને) આવડે ઈ વાળે, હોં! બીજાને ન આવડે. (જેને) આવડે ઈ વાળે આવડે છે એના જ્ઞાનમાં પર્યાય રહી. અટલસ થાય છે ને અટલસ? ઘડ્યુંવાળા. માણસ એમ કહે કે, જેને આવડતું હોય એ આ વાળે. પણ અહીં તો કહે છે કે, આવડતવાળો પણ વાળી શકે નહિ, એમ કહે છે. આહાહા..! બહુ માર્ગ વીતરાગનો...