________________
કળશ- ૨૧૩
૩૪૫
શું કરવા મામો થઈ જતો હશે ? ઓલા લૂગડા કાપે નહિ એમ કરીને ઉંદરમામા કહે લોકો. કહેવામાત્ર છે, કહે છે.
છ દ્રવ્યમાં એક દ્રવ્ય, એમ ભાષા છે ને? “વમ્ વતુ’ આહાહા...! કોઈપણ એક પરમાણુ કે એક આત્મા. આહા...! “અન્ય દ્રવ્ય સાથે સર્વથા મળતું નથી... આહાહા...! ઠીક! સર્વથા’ શબ્દ વાપર્યો છે. પાસે આ છે અને એ છે, એ રીતે તો મળતો છે કે નહિ? પણ એમ નહિ. આ છે માટે પરમાં કાંઈક થાય છે, પરિણમાવે છે, એમ નહિ. એ સર્વથા મળતું એટલે પરિણમાવી શકતો નથી. છે આ ને આ છે એ રીતે તો સત્તા મળતી છે. સમજાણું કાંઈ? પણ આ છે એ બીજી સત્તાને કાંઈક કરે એમ મળતું નથી, એમ કોઈ દિ મેળ ખાતો નથી. આહાહા...! ગજબ વાતું છે ને
બળખો અહીંયાંથી નીકળે એને આત્માના પ્રદેશનું સહચરપણું છે માટે અહિં કરીને બળખો નીકળે, એમ નહિ એમ કહે છે. આહાહા.. એ રજકણની પર્યાય તે વખતે પોતાની સત્તાથી તે પર્યાય નીકળવાની થઈ છે. એને બીજાની સત્તા એમાં પ્રવેશ કરતી નથી કે જેથી એ બળખો કાઢી શકે. આહાહા...! આવો માર્ગ અહીં તો આખો દિ અમે કરીએ, અમે કરીએ. અમે કરીએ અને વળી નામ ધરાવે અમે જૈન છીએ. જૈન ક્યાં રહ્યા? સમજાણું કઈ?
મુમુક્ષુ :- ડૉક્ટરના ટકા ખરા કે નહિ?
ઉત્તર :– ડૉક્ટરના ટકા ડોક્ટરના ઘરમાં. એના રાગમાં ને કાં પરભાવની પર્યાયમાં એન. પરમાં એ કાંઈ કરી શકે નહિ. રોગ મટાડી શકે એમ છે નહિ). "પ્રાણભાઈ ડૉક્ટર નહિ? જામનગરવાળા”. ઈ ડૉક્ટર હતા? ડૉક્ટર નહિ? ઈ કહેતા હતા કે, અમે જોવા જઈએ તો ખ્યાલ આવી જાય કે આ થોડા વખતમાં પતી જશે. પણ અમે ડંફાસ કરીએ કે વાંધો નહિ. કરવા દો. ઘરે જાઈએ ત્યાં સાંભળીએ કે ઊડી ગયો છે. કહેતા ઈ પ્રાણભાઈ. છે ને હમણાં અહીં ક્યાંક “મુંબઈ' છે. હૈ? જામનગરવાળા' પણ હમણાં બીજે છે ક્યાંક. મુંબઈ આવ્યા હતા, “મુંબઈ. આહાહા...! કોણ કરે? ભાઈ! આહાહા! એક સમયમાત્રની દરેક દ્રવ્યની ઉત્પાદ-વ્યયની સત્તા એની સત્તામાં બીજાના ઉત્પાદ-વ્યયની સત્તાનો ક્યાં પ્રવેશ છે? આહાહા....!
આ કપડું છે એ મેં ઓઢ્યું છે એમ નથી અહીં તો કહે છે. એ પરમાણુની પર્યાયે ત્યાં એ જાતની પોતાની સત્તાથી ત્યાં આવી છે. આહાહા.! આવી વાતું જગતને (આકરી લાગે). કહો, શેઠા શું તમે તો આ બધું ઘણું કરો છો, તમાકુનું ને મોટરું રાખે છે ને પચાસ પચાસ મોટરું... શું કીધું?
મુમુક્ષુ :- માલ મોટર વિના લાવવો ક્યાંથી? ઉત્તર :- કોનો માલ? ક્યાં? માલ છે એ એના દ્રવ્યની સત્તા નથી? અને એની સત્તાનું