________________
૩૪૪
કલશામૃત ભાગ-૬
અર્થ કહ્યો હતો તેને ગાઢો કરે છે – “વેન ફ૬ ક... વરંતુ જોવસ્તુનઃ ન જે કારણથી છ દ્રવ્યોમાં...? છ દ્રવ્ય છે ને? છ દ્રવ્ય છે. અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાળાણુઓ, એક ધર્માસ્તિ, એક અધમસ્તિ, એક આકાશ. એ “મ્ વસ્તુ છે દ્રવ્યોમાં એક વસ્તુ. “જીવદ્રવ્ય અથવા પુદ્ગલદ્રવ્ય સત્તારૂપ વિદ્યમાન છે.” પોતાની સત્તાથી તેની હયાતી છે. દરેક દ્રવ્યની પોતાની સત્તાથી હયાતી છે. પરની પર્યાયની સત્તાથી પોતાની હયાતી નથી. એટલે કે પરદ્રવ્યની સત્તાથી એની હયાતી છે. એને બીજો દ્રવ્ય એની સત્તાની હયાતીમાં કરે શું? આહા...!
આત્મા પરવસ્તુની કોઈપણ પર્યાયને કરે નહિ. કેમ કે, વસ્તુ સત્તામાત્ર પોતામાં છે એ સત્તાનો પ્રવેશ, એક સત્તાનો બીજામાં થતો નથી તો કરે શું? આહાહા.! બોલવાનું કરે શું? હાલવાનું કરે શું? ખાવાનું કરે શું? પીવાનું કરે શું? એ બધી જડની પર ચીજ છે. એની સત્તામાં એ બધી છે. એની સત્તામાં જીવની સત્તાનો પ્રવેશ નથી તો એ ખાવા-પીવાની ક્રિયાને આત્મા કેમ કરે? એમ કહે છે. હૈ? આહાહા...! આ તો હું કરું, હું કરું બધે ઠેકાણે છે ને? અમે વેપાર કર્યો, અમે આમ કર્યું, અમે આ કર્યું. ધંધામાં થડે બેઠો હોય ત્યારે... કેટલાક એમ કહે કે, અહીંયાં હા પાડવી પડે પણ ત્યાં દુકાને જઈએ ત્યારે તો કરવું પડે ને? પણ કરી શકે છે જ ક્યાં? આહાહા...!
અહીં તો છ દ્રવ્યમાં એક વસ્તુ એમ ભિન્ન પાડ્યું. છે ને? છ દ્રવ્ય છે, એમાં પ્રત્યેક એક એક વસ્તુ, એમ કહ્યું. જોયું ને? આહાહા.! “અન્ય દ્રવ્ય સાથે સર્વથા મળતું નથી....” પ્રત્યેક વસ્તુ સત્તારૂપ વિદ્યમાન છે. આહાહા.! દ્રવ્ય, ગુણ ને પર્યાયની સત્તાથી દરેક વસ્તુ હયાતી ધરાવે છે. એની હયાતીમાં બીજાની હયાતીવાળું તત્ત્વ, બીજાની સત્તાની હયાતીમાં કાંઈક ભેળવે, પલટાવે એવું કાંઈ બની શકતું નથી. આહાહા.! હવે આ પંડિતોના મોટા વાંધા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એ દિગંબર જૈન નહિ, એમ એ લોકો કહે છે.
હૈ
મુમુક્ષુ :- વ્યવહારને ઊડાવે છે એમ કહે છે..
ઉત્તરઃ- વ્યવહારને ઊડાવે છે, પણ વ્યવહાર કયો? એ કહેવા માત્ર છે. વ્યવહારે અહીંયાં રાગ થાય એ કંઈ કર્મને લઈને થાય છે એમ નહિ. તેમ રાગ થાય તેથી અહીં ધર્મની પર્યાય થાય એમ નહિ પોતાનો જે ચૈતન્ય સ્વભાવ છે, કાં પરદ્રવ્યની ક્રિયા વખતે રાગ કરી અને રાગનું અભિમાન કરે કાં પરદ્રવ્યની ક્રિયા વખતે રાગ ન કરતાં જ્ઞાતા થઈને જાણે, તો એ જાણવાની ક્રિયાનો કર્તા ખરો અને અજ્ઞાનભાવે પરને જાણતા રાગ કરે તો રાગનો કર્તા એ ખરો, અજ્ઞાનભાવે. આહાહા.! વ્યવહાર ઊડાવે છે. વ્યવહાર કહેશે કે, એ તો કહેવામાત્ર છે. આહાહા. ગામનો મુસલમાન મોસાળમાં હોય એને મામો કહે. એ તો કહેવામાત્ર છે ને કે મામો મુસ્તગી? આ ઉંદરને મામો કહે, નથી કહેતા? ઉંદરમામો.