________________
કળશ- ૨૧૪.
૩૬ ૧
બીજો કેમ પરિણમાવે? આહાહા.. સમજાણું કાંઈ? આ લાકડી ચાલે છે તો આત્મા એને ચલાવી શકે, એની ભગવાન ના પાડે છે. કેમકે જડ પરમાણુ છે તેની પર્યાય જડથી થાય છે. આત્મા એમ કહે કે, આ મારાથી થઈ છે (તો એ) મૂઢ મિથ્યાદૃષ્ટિ છે. જૈનના તત્ત્વની એને ખબર નથી. આહાહા...! સમજાય છે કાંઈ? “ક જીવ નથી.” શેઠા વાત તો સમજાય એવી છે, સાદી ભાષા છે, વળી હિન્દી છે. શું કહે છે?
મુમુક્ષુ :- આત્મા લાકડી નથી ચલાવતો પણ હાથ તો ચલાવે છે ને?
ઉત્તર :- હાથને ચલાવી શકતો નથી. એ તો (કહે છે). આ તો જડ માટી છે. આમ જે થાય છે એ તો જડની પર્યાય છે, જડથી થાય છે.
મુમુક્ષુ :- આત્મા હાથ તો ઊંચો કરી શકે ને?
ઉત્તર:- ઊંચું કરી શકે નહિ. કીધું ને આત્મા આ ઊંચું કરી શકતો નથી. એ હાથથી ઊંચું થાય છે એમ પણ નથી. ઝીણી વાત છે, પ્રભુ! એક તત્ત્વ બીજા તત્ત્વના કોઈ પરિણામ કરે એ ત્રણકાળમાં જૈન સિદ્ધાંતમાં નથી. આહાહા...! સમજાય છે કઈ છે?
“વિચારતાં.” સત્યને વિચારતાં, પ્રભુ મુનિ એમ કહે છે કે, એક જીવદ્રવ્ય પદ્રવ્યનો કર્તા નથી. આહાહા.! આહાર અને પાણી ખાય છે એની ક્રિયા આત્મા કરે એમ છે નહિ, એમ કહે છે. આહા.! એ તો જડની ક્રિયા છે, માટી–ધૂળ છે એ તો. દાળ, ભાત, રોટલા બધા પુદ્ગલ અજીવ છે તો અજીવનું પરિણમન આત્મા કરે? ખાવાની પર્યાય કરે? અજ્ઞાની રાગ કરે કે, હું ખાઉં છું, હું પીઉં છું, એવો રાગ કરે. એ અજ્ઞાની (કરે). સમજાય છે કાંઈ? ધર્મી એ જડની ક્રિયા તો કરે નહિ, પણ સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી શરૂઆતવાળો એ દયા, દાનના પરિણામ છે એ પણ મારા નથી, એ વિભાવ છે, વિકાર છે તેનો પણ કર્તા હું નથી એમ માને છે). આહાહા...! સમજાય છે કાંઈ?
શ્લોકનો (આધાર) આપ્યો હતો. કર્તા-કર્મનો નહિ? કરે કર્મ નો હી કરતારા, જો જાને સો જાનમહારા, જાણે સો કર્તા નહીં હોઈ, કર્તા સો જાને નહીં કોઈ આ “અમૃતચંદ્રાચાર્ય મહારાજના શ્લોકમાંથી બનારસીદાસે’ ‘સમયસાર નાટક” એમણે બનાવ્યું એમાં કહે છે). કરે કર્મ સો હી કરતારા પરના પરિણામ હું કરી શકું છું અને મારા રાગના પરિણામ પણ હું કરી શકું છું, એ કરવાવાળો જાણનાર રહી શકતો નથી. અને જાને સો કર્તા નહીં હોઈ હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ જ્ઞાતા છું, એમ જે જાણનારો છે એ રાગ ને પરદ્રવ્યનો કર્તા થતો નથી. આહાહા.! સમજાય છે કાંઈ? ઓહો. આ તો બધાથી લોલો થઈ ગયો, લોલો! પરનું કાંઈ કરી શકે નહિ. આહાહા.! હું
મુમુક્ષુ :- પાંગળો. પાંગળો.
ઉત્તર :- પાંગળો છે. આહાહા..! સ્ત્રી, કુટુંબ, પુત્ર બધાને હું નભાવી શકું છું, એ મારી ચીજ છે એ મારી માન્યતા મિથ્યાત્વ છે). પર વસ્તુ જડ અને આત્મા તો પર છે.