________________
૩૬૨
કલશામૃત ભાગ-૬
આ આત્માથી પણ આ આત્મા પર છે અને શરીર પર છે. તો હું પરનું કાંઈક કરું છું, હું એની સંભાળ કરું છું, એની રક્ષા કરું છું... આહાહા.! એ બધી માન્યતા મિથ્યાષ્ટિ અજ્ઞાનીની છે, એ જૈન નથી, એને જૈનની ખબર નથી. આહા...! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર, તેમની વાણીના ન્યાય, સાર બહુ અલૌકિક છે. આહાહા.! હૈ?
તુ ચત્ વરંતુ વયમ્ પરિણામિનઃ રચવરંતુનઃ વિશ્વન પ ત’ શું કહે છે હવે? “એવી પણ કહેણી છે કે એમ પણ કહેવત છે કે જે કોઈ ચેતનાલક્ષણ જીવદ્રવ્ય...” ભગવાન આત્મા તો ચેતનાલક્ષણ છે. એ તો જાણવા-દેખવાના લક્ષણથી જાણવામાં આવે છે. એ ચેતનાલક્ષણ પરનું કાંઈ કરે એ તો છે નહિ. આહાહા..! છે? “ચેતનાલક્ષણ જીવદ્રવ્ય....” કેટલાક લોકો આમ કહે છે, એમ કહે છે. “સ્વયમ્ પરિમેન અન્ય વસ્તુને પોતાની પરિણામશક્તિથી જ્ઞાનાવરણાદિરૂપ પરિણમે છે.” આહાહા.! શું કહે છે? કે, આત્મામાં જે રાગાદિ પરિણામ થયા, પરિણમે છે, તો એ પરિણમે છે એટલે થાય છે, તો કર્મને પણ પરિણમાવે છે, એમ અજ્ઞાની લોકો કહે છે. છે? પોતાની પરિણામશક્તિથી જ્ઞાનાવરણાદિરૂપ પરિણમે છે એવા પુદ્ગલદ્રવ્યનું.” “
વિશ્વન પિ ત’ ‘કાંઈ કરે છે એમ કહેવું.” આહાહા...!
“તત વ્યાવરિશ' જે કાંઈ એવો અભિપ્રાય છે. જેનો આવો અભિપ્રાય છે તે બધો જૂઠી વ્યવહારદૃષ્ટિથી છે.' બે વાર આવ્યું, જૂઠી... જૂઠી. આહાહા.! સમજાય છે કઈ? હું આત્મા પોતાના પરિણામ, પરિણમન કરું છું તો સાથે બીજાને પણ હું પરિણમાવી શકું છું, એમ માનનારા જૂઠી વ્યવહારદષ્ટિ માને છે, એ સાચી દૃષ્ટિ નથી. આહાહા.! ભારે કામ આકરું. આ બધું આખો દિ કામ ચલાવવું (એ) કાંઈ કરી શકતો નથી.
મુમુક્ષુ – જ્યાં સુધી શુદ્ધ દ્રવ્યમાં દૃષ્ટિ સ્થાપિત નથી કરી ત્યાં સુધી તો કર્યા છે ને? ઉત્તર :- ત્યાં સુધી રાગનો કર્તા છે. મુમુક્ષુ – પરનો નહિ?
ઉત્તર :- પરનો તો બિલકુલ નહિ, અજ્ઞાની પણ. ધંધા-બંધા, તમારી દુકાનના ધંધાનો તો અજ્ઞાની પણ કર્તા નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પોતાના પુણ્ય-પાપના વિકારી ભાવનો કર્તા થાય છે, બસ આટલી મર્યાદા છે. પણ પરને અજ્ઞાનભાવે પણ કરે, એમ ત્રણકાળમાં થતું નથી. સમજાય છે કાંઈ? કેમકે પરપદાર્થ પોતાના પરિણમનથી પરિણમે છે. પરવસ્તુ પોતાની પર્યાયથી પરિણમે છે એમાં બીજો તેને શું કરે? આહાહા...!
જ્યાં સુધી અજ્ઞાની છે, મિથ્યાદૃષ્ટિ છે, મૂઢ છે ત્યાં સુધી પણ રાગ અને પુણ્ય-પાપનો કર્તા છે પણ પરનો કર્તા તો બિલકુલ નથી. કેમકે પરદ્રવ્ય સ્વતંત્ર ભિન્ન છે. સમજાય છે કાંઈ? આહાહા.! બહુ આકરી વાતું છે ભઈ આ. બંધ અધિકારમાં તો એમ લીધું છે