________________
કળશ- ૨૧૪
૩૬ ૩
ને કે, હું પરની દયા પાળી શકું છું, જીવાડી શકું છું, પરને મારી શકું છું, પરને હું આહારપાણી, ઔષધ, દવા, સગવડતા આપી શકું છું એમ માનનારો) જીવ મૂઢ મિથ્યાદૃષ્ટિ છે. સમજાય છે કઈ?
ગાંધીજી અમારા વ્યાખ્યાનમાં આવ્યા હતા ને? “ગાંધીજી', “રાજકોટ’. (સંવત) ૨૦૦૫ ની સાલ, હોં! ઘણા વર્ષ થઈ ગયા. ૩૯ વર્ષ થયા. ગાંધીજી વ્યાખ્યાનમાં આવ્યા હતા. મોહનલાલ ગાંધી”. એ વખતે આ વાત ચાલી હતી. ૩૯ વર્ષ પહેલા રાજકોટમાં ચોમાસુ હતું. કહ્યું, પરની દયા હું પાળી શકું છું એ તો મૂઢ અને મિથ્યાદૃષ્ટિ છે. એને એમ લાગ્યું, પોતે દુનિયાનું એવું બધું કામ કરતા હતા ને?
મુમુક્ષુ :- દેશનું કલ્યાણ કરતા હતા.
ઉત્તર :- કોણ દેશના કલ્યાણ કરી શકે? દેશનું કલ્યાણ કરી દઉં, સગવડતા આપી શકું એ બધી માન્યતા જૂઠી મિથ્યાદૃષ્ટિની છે. આવી વાત છે, ભાઈ!
મુમુક્ષુ :- એમ માને એ મૂઢ છે, એમ કહ્યું હતું. ઉત્તર :- મૂઢ છે અને અજ્ઞાની છે, એમ કહ્યું. “બંધ અધિકાર માં. મુમુક્ષુ :- આપે વ્યાખ્યાનમાં એમ કહ્યું હતું કે, મૂઢ છે.
ઉત્તર :- મૂઢ છે, કીધું હતું. પણ પાઠમાં છે એ કહ્યું હતું ને? પછી) એક જણાને કહે, એક મહારાજ મને મૂઢ કહેતા હતા ઈ ક્યાં છે? મેં તો સિદ્ધાંતની વાત કરી હતી.
મુમુક્ષુ :- એણે ટોપી ઓઢી લીધી.
ઉત્તર :- ટોપી ઓઢી લીધી. અહીં તો વીતરાગમાર્ગ છે એ વાત ચાલે છે. કોઈ વ્યક્તિનું અહીં કામ નથી. આહાહા.! લોકોનું કલ્યાણ કરું, દેશની સેવા કરી શકું, એ તદ્દન મિથ્યાષ્ટિ મૂઢની માન્યતા છે. આહાહા.! પરદ્રવ્યની કોઈપણ પર્યાય હું કરી શકું છુંઆહાહા.! એને ભગવાન આત્મા શું છે તેની ખબર નથી. સમજાય છે કાંઈ? એ કહે છે, જુઓ!
જીવ પરિણમે છે તો બીજાને પણ પરિણમાવે. એમ છે ને? એ વ્યવહારષ્ટિથી કહેવામાં આવે છે. આહાહા! નિશ્ચય મિ પિ નાસ્તિ ૩૬ મત આહાહા. “વસ્તુનું સ્વરૂપ વિચારતાં એવો વિચાર- ટીકામાં તો એમ લીધું છે, ટીકામાં કે, હું પરને જાણી શકું છું, પરને દેખી શકું છું, પરને છોડી શકું છું... સમજાય છે કાંઈ? ચાર બોલ છે, એક બોલ ભૂલી ગયા. ટીકામાં છે, સંસ્કૃત ટીકા છે ને? ૨૧૪ (શ્લોક) છે ને? હું પરને જાણું છું, પરને દેખું છું, પરને છોડું છું અને પરને શ્રદ્ધ છું. (એમ) સંસ્કૃતમાં ચાર બોલે છે. પરને શ્રદ્ધ છું એ વાત ખોટી છે, કહે છે. પરને છોડું છું, આહાર-પાણી છોડી શકું છું, આહાર છોડી દઉં છું. પરને શું છોડે? એ તો પરની અવસ્થા જાવાવાળી જશે, છૂટવાવાળી છૂટશે. આહાહા.! એ સંસ્કૃત ટીકામાં છે. છોડું છું, હું પરને શ્રદ્ધ છું. પરને શું શ્રદ્ધ? પોતે પોતાની શ્રદ્ધા કરે છે. હું આત્મા આનંદસ્વરૂપ જ્ઞાન છું, હું તો સચ્ચિદાનંદ પ્રભુ, અનંત ગુણનો