________________
૩૬૪
કલશામૃત ભાગ-૬
સાગર હું આત્મા છું. લ્યો, શેઠા આ સાગર આવ્યું, તમારું “સાગર” (ગામ) નહિ. અનંત ગુણનો સાગર છે. આહાહા...! એવી અંતર સમ્યક દૃષ્ટિ થાય ત્યારે પરનો કર્તા તો અજ્ઞાની પણ નથી, પણ જ્ઞાની થયા પછી રાગ આવે છે, હજી ધર્મી થયો તોપણ ભક્તિ આદિનો ભાવ આવે છે કે નહિ? છતાં કર્તા થતો નથી. આહાહા.! સમજાય છે કાંઈ? આવી વાત છે. છે? નિશ્ચયમાં આ વ્યાખ્યા આવી છે. નિશ્ચયથી હું પરને દેખું છું કે પરને જાણું છું કે પરને છોડું છું, પરને શ્રદ્ધે છું એમ છે નહિ. વ્યવહારથી કહેવામાં આવે છે), જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. આહાહા...! અરે..!
અનંતવાર મુનિપણું લીધું, પંચ મહાવ્રત ધારણ કર્યા પણ અંદરમાં રાગનો કર્તા (રહ્યો). હું આત્મા ભિન્ન આનંદ સ્વરૂપ છું તેની દૃષ્ટિ ક્યારેય કરી નહિ. એ દૃષ્ટિ વિના મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો' નવમી રૈવેયક છે. ગ્રીવાના સ્થાને રૈવેયક છે). પુરુષના પ્રમાણમાં લોક છે ને? તો ગ્રીવાના સ્થાનમાં અનંત વાર ઊપજ્યો અને ત્યાં કોણ ઊપજી શકે? કાં સમકિતી ઊપજી શકે અને કાં મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગી પંચ મહાવ્રતના ધારણ કરનારા જઈ શકે. આહાહા...! પણ હું રાગથી ભિન્ન મારી ચૈતન્યક્રિયા છે, એ “આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' એ પંચ મહાવ્રતના પરિણામ છે એ પણ દુઃખ છે, આસવ છે. આહાહા.! એ “આત્મજ્ઞાન બિન” ભગવાન આનંદપ્રભુ ચૈતન્યમૂર્તિ, એવા આત્માના જ્ઞાન વિના લેશ સુખ ન પાયો. એક અંશે સુખ ન મળ્યું. પંચ મહાવ્રત અનંત વાર પાળ્યા તોપણ. કેમકે એ તો આસવ છે, દુઃખ છે. આહાહા.. સમજાય છે કાંઈ? અહીં તો હજી અંદર પરનું કર્તાપણું છૂટવું મુશ્કલે પડે છે. અમારે તો દુકાન સરખી ચાલે છે, લ્યો! આમ ધ્યાન રાખે, દુકાન ઉપર બેઠો હોય તો નોકરચાકર બરાબર કામ કરે, અમે ઘરે જઈએ તો પછી પાછળ ગોટા વાળે.
મુમુક્ષુ :- શેઠને દેખતા કામ બરાબર કરે..
ઉત્તર:- ધૂળમાંય કરતા નથી. આહા...! ત્યાં “રાયચંદ ગાંધીનું હતું, “બોટાદમાં “રાયચંદ ગાંધીની મોટી દુકાન. એ શેઠ આવે ત્યારે માણસ ધ્યાન રાખે નહિતર તો લાંબા પગ કરીને પડ્યા હોય નોકરો. મોટી શેરી એટલે શેઠ આવે (ત્યારે બોલે) શેઠ નીકળ્યા. ત્યાં એકદમ સરખા બેસી જાય. રાયચંદ ગાંધી” હતા. પચાસ હજારની પેદાશ હતી. તે દિ', હોં. તે દિ. આ તો ઘણા વર્ષની વાત છે. અત્યારે પચાસ હજાર એટલે કાંઈ ન મળે. આહાહા...! ધુળેય નથી કાંઈ, બાપા! કોણ પેદા કરે ને કોણ ટાળે? બાપુ. એ પૈસા તો પૂર્વના પુણ્ય નિમિત્ત છે અને પૈસા આવવાના હોય તો આવે છે. તે કહે કે, ધંધો, વ્યવસાય કર્યો રાગનો તો પૈસા મળ્યા, એ વાતમાં કાંઈ માલ નથી. આહાહા...!
અહીં કહે છે, “વસ્તુનું સ્વરૂપ વિચારતાં એવો વિચાર–એવો અભિપ્રાય કાંઈ નથી...” કાંઈ નથીનો અર્થ એ અભિપ્રાય જૂઠો છે. આહાહા.! હું પરને છોડું છું, પરનો ત્યાગ કરું