________________
કળશ- ૨૧૪
૩૬ ૫
છું, પરની શ્રદ્ધા કરું છું, પરને જાણું છું, પરને દેખું છું એ અભિપ્રાય જૂઠો છે. આહાહા..! સમજાય છે કાંઈ? એ પરને કાળે પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે અને દેખે છે. આહાહા...! સમજાય છે કાંઈ? લ્યો, છે “રતિભાઈ છે કે નહિ એમાં? તો પછી આ કારખાનામાં કોણ કરે છે બધું? અત્યારે તો એમ કહે છે કે, “રતિભાઈ કર્તા-હર્તા છે એમ કહે છે.
મુમુક્ષુ :- રતીભાઈ અહીં બેઠા છે ને કારખાનું તો ચાલે છે.
ઉત્તરઃ- કારખાનાને ચલાવે કોણ? પ્રભુ! આહાહા.! એ રજકણ છે, અજીવ છે. અજીવની પર્યાય થાય છે તે અજીવથી થાય છે. જીવથી અજીવની પર્યાય થાય? આહાહા.! અરે.રે....! સત્ય વાત સાંભળવા મળે નહિ એ સત્ની ક્યારે શ્રદ્ધા કરે ને ક્યારે જ્ઞાન કરે? આહાહા.! ચોરાશીના અવતાર કરી કરીને દુઃખી દુઃખી દુઃખી થઈ ગયો. આહાહા...! એક શ્વાસમાં નિગોદના અઢાર ભવ કરે. આહાહા..! લસણ, ડુંગળી–પ્યાજની એક કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંત જીવ. આહાહા...! એવા લસણમાં, ડુંગળીમાં એક શ્વાસમાં અઢાર ભવ કરે. આહાહા.! એવા અનંત વાર કર્યા. પરની કર્તબુદ્ધિ છોડી નહિ. સમજાય છે કાંઈ? અભિમાન (ક્ય), મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. દુકાન આમ ચલાવી, વધારી દીધી, મેં પૈસા ભેગા કર્યા. આહાહા...! એ બધા મિથ્યા અભિપ્રાય છે એમ કહે છે. છે ને?
એવો અભિપ્રાય કાંઈ નથી;” કાંઈ નથીનો અર્થ એ અભિપ્રાય સાચો નથી, એમ. મેં જ્ઞાનાવરણીય કર્મ કર્યા. “આપા કર્તા–વિકર્તા તે શ્વેતાંબરમાં આવે છે. આત્મા કર્મનો કિર્તા ને આત્મા કર્મનો ભોક્તા. બસ! ઈ એમ માને બરાબર. એ જૂઠી વાત છે. પરદ્રવ્યની પર્યાય કોણ કરે ને કોણ ભોગવે? આહાહા.! પોતાની પર્યાયમાં પણ વિકાર કરે, રાગ કરે ને રાગને ભોગવે એ પણ દૃષ્ટિ મિથ્યાત્વ છે. આહાહા...! ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ અનાકુળ આનંદનો કંદ, ચિદૂકંદ, આનંદકંદ પ્રભુ આત્મા છે. આહાહા. જે સુખનો સાગર, સુખનો સાગર ભગવાન આત્મા છે, આનંદનો સાગર છે. એ દૃષ્ટિ કરવાથી આનંદનું કરવું અને આનંદનું ભોગવવું (થાય છે) એ વાત બરાબર છે. સમજાય છે કાંઈ? આહાહા. એ “કઈ નથી;.” આહાહા.! એ અભિપ્રાય સાચો નથી. હું પરનું કરી શકું છું, છોડુ છું. અરે...! પરને છોડું છું એ અભિપ્રાય સાચો નથી, એમ કહે છે. સ્ત્રી, કુટુંબ છોડી દીધા, દુકાન છોડી દીધી, આહાર છોડી દીધો. શું છોડે? એ ચીજ ગ્રહણ કે દિ કરી હતી કે છોડે?
આત્મામાં એક ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ છે. ભગવાને આત્મામાં અનંત શક્તિ જોઈ છે. ગુણ, શક્તિ કહો કે ગુણ કહો. જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત. એમાં એક ગુણ એવો છે–ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ. પ્રભુ એમ કહે છે કે, પરના ત્યાગ અને પરના ગ્રહણથી શૂન્ય એવી આત્મામાં એક શક્તિ પડી છે. આહાહા...! શક્તિ શૂન્ય નથી, હોં પરના ત્યાગગ્રહણથી શૂન્ય. હૈ? શક્તિ તો અસ્તિ છે. આહાહા.! શક્તિ કોને કહેવી? ગુણ કોને કહેવા? એમ ને એમ આંધળે આંધળા અનાદિથી ચાલે છે. ભવભ્રમણનો નાશ કેમ થાય