________________
૩૬૬
કલશમૃત ભાગ-૬
એની ખબર નથી અને આ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરો, ધર્મ થઈ ગયો. ધૂળેય ધર્મ નથી. એ તો રાગ છે. આહાહા...! ધર્મ તો રાગથી ભિન્ન થઈને પોતાના શુદ્ધ સ્વભાવનું વેદન કરવું અને ભોગવવું એનું નામ પરમાત્મા ધર્મ કહે છે. આહાહા...! વ્રતાદિ, તપાદિ ભાવ છે એ શુભરાગ છે. રાગ છે એ તો બંધનું કારણ, દુઃખનું કારણ છે. આહાહા...! કહેવામાં તો આવે છે. તો કહે છે, એ તો કહેવામાં આવે છે એ બધું ખોટું છે. આહાહા...! છે?
ભાવાર્થ આમ છે કે કાંઈ જ વાત નથી,... કાંઈ જ વાત નથી ભૂળથી જૂઠું છે.” પરને છોડું છું, પરને માનું છું, પરને જાણું છું, પરને દેખું છું (એ) મૂળથી જૂઠું છે. આહાહા..! છે? “મૂળથી જૂઠું છે. જેનું મૂળ જ બધું જૂઠું છે. આહાહા.! મેં આમ છોડ્યું, મેં આમ ત્યાગ કર્યો, આમ ત્યાગ કર્યો. કોનો ત્યાગ કરે? પરવસ્તુ તેં કે દિ ગ્રહણ કરી હતી તો ત્યાગ કરે? આહાહા.! આકરી વાત, ભાઈ! આ “અમૃતચંદ્રાચાર્યદેવનો કળશ છે. દિગંબર સંત હજાર વર્ષ પહેલા થયા અને કુંદકુંદાચાર્યદેવ” બે હજાર વર્ષ પહેલા થયા. એમના શ્લોકની આ ટીકા છે. આહાહા...! અરેરે...! મનુષ્યપણું પામીને પણ જૈનદર્શન શું છે, વસ્તુ સ્વરૂપ શું છે એવી દષ્ટિ અને જ્ઞાન ન કર્યા તો મનુષ્યપણું મળ્યું એ ન મળ્યા બરાબર છે એ તો. આહાહા....!
અહીંયાં એ કહે છે, “મૂળથી જૂઠું છે.” શું? પરનો કર્તા ને પરનો ભોક્તા ને પરને છોડનાર ને પરનું શ્રદ્ધાન કરનાર મૂળથી જૂઠું છે. “રુદ માં “એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો.”
લ્યો! એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો કે પરનો ત્યાગ કરવો ને પરને પાળવું ને પરને બચાવવું ને પરને મારવું ને પરને સુખ-દુઃખ દેવા એ બધા અભિપ્રાય જૂઠા છે. એવો સિદ્ધાંત સિદ્ધ થયો.
મુમુક્ષુ :- ગુરુદેવ ! બે સિદ્ધાંત આવ્યા. એક કર્મને કરે અને એક કર્મને ન કરે.
ઉત્તરઃ– કર્મને કરે એ સિદ્ધાંત જૂઠું બોલવામાં આવ્યા છે. એ તો પહેલું કહ્યું. અપસિદ્ધાંત છે. આહાહા...! એ કહ્યું ને આઠમી ગાથામાં વ્યવહારથી કહેવામાં આવે છે કે, આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા. અંતર અનુભવ, હોં! તે પણ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. ભેદ પાડીને કહ્યું ને? કે, આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા. આઠમી ગાથામાં આવ્યું છે. એ અનાર્યભાષાથી-વ્યવહારભાષાથી કહ્યું. આહાહા...! સમજાય છે કાંઈ? શ્રોતાજને પણ દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત હોય એવા ભેદ ઉપર લક્ષ ન કરવું. આહાહા.! અને કહેનારે પણ વ્યવહારનયને ન અનુસરવું. ભાષા આવે છે, વિકલ્પ આવી જાય છે પણ અનુસરણ ન કરવું. આહાહા.! છે ને? “નાનુર્તવ્ય . વ્યવહારને અનુસરવો નહિ. આહાહા.! પુણ્ય-પાપના, દયા, દાન, વ્રતના ભાવ તો રાગ છે, એની વાત તો શું કરવી? પણ એક ચીજ ભગવાનઆત્મા ત્રણપણે કહેવી, દર્શન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમે છે એમ કહેવું એ વ્યવહાર છે. આહાહા. એ વ્યવહારને અનુસરવું નહિ. આહાહા! અને