________________
કળશ-૧૯૩
એકરૂપ ત્રિકાળ છે. હું છતાં એની શક્તિમાં કેટલી શક્તિ છે કે, અનંત અંશભેદ છે. અનંત સ્વભાવ, અનંત સ્વભાવ છે. “વિસર', “વિસરનો અર્થ છે. ઘણે ઠેકાણે ઈ અર્થ આવે છે. શબ્દ ઘણો ગોત્યો પણ મળતો નથી હજી. વિસરમાંથી અનંત કેમ કાઢ્યું? ઘણે ઠેકાણે આ આવે છે-વિસર.
સંપૂર્ણ અંશભેદથી એવું છે. એટલે શું કહે છે? સર્વ કાળ એકરૂપ કહ્યું. પણ એમાં જે ગુણ છે ને, ગુણ? એ અનંત છે, અનંત. પણ એ અનંત પણ પૂર્ણ છે. અનંત ગુણ જે છે, ભેદ છે, વસ્તુમાં અનંત અંશભેદ છે પણ એ પણ પૂર્ણ છે. આહાહા..! આવી ચીજા આહાહા.! અરે.. વસ્તુસ્થિતિ જ આવી છે તે વસ્તુનું મોજૂદગીપણું, અસ્તિપણું, હૈયાતીપણું આમ જ છે, વસ્તુ આવી જ છે પણ એ તરફ અનુભવગમ્ય કરે એને એવું માનવામાં આવે છે. આહાહા...! રોગ ને રંગ તો ક્યાંય રહી ગયા. શરીરનો રંગ રૂપાળો ને આ રોગ અંદર આ ધૂળ ક્યાંય છે નહિ, એ બધું તો જડમાં છે. સમજાય છે કાંઈ? આહાહા...!
“વિસર' વિશેષે. અંદર અનંત અંશભેદ છે. વિસર' શબ્દ ઘણે ઠેકાણે આવે છે. ખબર છે, એમાંથી શોધ્યું નથી. “વિસર વિશેષે અંદર અનંત ગુણો સરે છે. કોઈ સંસ્કૃત શબ્દ છે. જ્યાં હોય ત્યાં વિસર (શબ્દ) આવે છે ત્યારે અનંત છે, ઘણે ઠેકાણે “વિસર આવે છે. અનંત અંશભેદ. એ શું કહે છે? વસ્તુ તરીકે સર્વ કાળ એકરૂપ હોવા છતાં એમાં અનંત અંશ જે ગુણ છે એ પણ પરિપૂર્ણ છે. આહાહા...! દ્રવ્યથી પરિપૂર્ણ છે, ગુણથી પરિપૂર્ણ છે. ગુણ અનંત છે. આહાહા.! એવો ભગવાન આત્મા અંશભેદથી પણ પરિપૂર્ણ છે. આહાહા...! ગુણભેદથી પણ પરિપૂર્ણ છે. આહાહા.! સમજાય છે કાંઈ? માર્ગ એવો, ભાઈ! વીતરાગમાર્ગ છે. આહાહા. આમ દેહ છૂટશે. દેહ છૂટશે આ ભવે તો છૂટશે કે નહિ? આહાહા. કેની કોર લક્ષ રાખીને છૂટશે? એમ કહે છે. બાપુ! જ્યાં પૂર્ણ છે ને? ભલે એમાં ગુણો અનંત હો પણ એ પણ પૂર્ણ છે. ત્યાં લક્ષ, દૃષ્ટિ લગાવ ને દેહ છૂટે, ફરીને દેહ નહિ મળે અને એકાદ-બે દેહ હશે તોપણ એ જ્ઞાનના શેય તરીકે છે. સમજાય છે કાંઈ? આહાહા...! શું શૈલી દિગંબર સંતોના શ્લોકો, એની ટીકા, એનો પાઠ ઘણો ગંભીર, ઘણો ગંભીર. એની ઊંડપનો પાર નથી. આહાહા...!
કહે છે કે, ભગવાન આત્મા તો સર્વ કાળ એકરૂપ છે પણ એના ભેદો કરો તોપણ એક એક ગુણ પૂર્ણ ભરેલ છે. આહાહા.! અરે. આમાં પરદ્રવ્ય અનુકૂળ દેખીને હરખનો અવસર ક્યાં? હું અને પ્રતિકૂળતા દેખીને એમાં શોકનો અવસર ક્યાં? આહાહા.. જ્યાં ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાનકુંજ એક એક ગુણથી પરિપૂર્ણ, પરિપૂર્ણ, પરિપૂર્ણ ભરેલ છે. આહાહા...! તેને જેણે અંતરમાં અનુભવગમ્ય કર્યો તેને પછી બહારમાં કાંઈ છે નહિ. સમજાણું કાંઈ? આહાહા!
ઝાપૂર્વ', “શાપૂર્ણ છે ને? “સંપૂર્ણ... લ્યો. નહિતર પૂર્ણનો અર્થ આપૂર્ણ થાય છે,