________________
૮૬
કલશમૃત ભાગ-૬
ભગવાન આત્મા, જેને યતિના બાહ્ય આચારનો અભાવ છે. આહાહા. જે સ્વરૂપમાં સર્વ કાળ એકરૂપ કહ્યું ને? સર્વ કાળ એકરૂપ તે સ્વાનુભવગોચર છે. પણ સર્વ કાળ એકરૂપ કેવો છે? કે, એમાં યતિના અઠ્યાવીસ મૂળગુણ અને નગ્નપણાનો તો ત્રિકાળ અભાવ છે. આહાહા...! સમજાય છે કાંઈ? જેમાં અભાવ છે તેને કારણે ભાવ થાય? દ્રવ્યલિંગ અઠ્યાવીસ મૂળગુણનો પણ જેમાં અભાવ છે, તો એ પંચ મહાવ્રતના ભાવથી આત્માનું કલ્યાણ થાય? સમજાય છે કાંઈ?
દેહથી ભિન્ન, રાગથી ભિન્ન, પરના કર્તૃત્વ, ભોફ્તત્વથી ભિન્ન એવું વસ્તુનું સ્વરૂપ એની જ્ઞાનની પર્યાયમાં પ્રતીતિમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને છે એવો વિશ્વાસ નથી. હસમુખભાઈ! ઝીણી વાત છે, ભાઈ! આહા! આ કોઈ બહારના સાધનથી સમજાય કે પ્રગટે એવી ચીજ નથી. આહા. જેમાં તેરમું ગુણસ્થાન નથી, સયોગી ગુણસ્થાન જેમાં નથી. આહાહા.. જેમાં ચૌદમું ગુણસ્થાન નથી. આહાહા.! એવું સર્વ કાળ એકરૂપ. પેલું તો ભેદરૂપ થયું ને? સમજાય છે કાંઈ થોડું પણ સત્ય હોવું જોઈએ, ભગવાના આહા...! એવી ચીજ અંદર ગુણસ્થાનના ભેદરહિત, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌઇન્દ્રિય. પંચેન્દ્રિય, સંજ્ઞી, અસંશી, પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદરહિત... આહાહા! ટંકોત્કીર્ણ સર્વ કાળ એકરૂપ રહેનારી ચીજ. આહાહા...! જેમાં દ્વતપણું નથી. આહાહા..! એવી ચીજનો સ્વાનુભવગોચર મહિમા છે અથવા સ્વાનુભવગમ્ય સ્વભાવ છે. આહા...! એ તો કોઈ બીજી ચીજ છે. નિર્વિકલ્પ જ્ઞાનથી તેનું ભાન થાય છે. એ ચીજ છે, એ નિર્વિકલ્પ જ્ઞાનથી આ છે એમ ભાન થાય છે, બીજો કોઈ ઉપાય નથી, ભગવાન! આહા.! સમજાય છે કાંઈ?
અરે.! શરીર શું, કપડા શું, દાગીના શું, આ શરીરમાં રંગરોગાન કર્યા છે. આહાહા...! એ તો જડ છે, ભગવાન! એ તો તારામાં છે જ નહિ. તું એને અડ્યો નથી અને એ ચીજ તને અડી નથી. આહાહા...! પણ અહીં તો કહે છે કે, પરનો રાગ કરવો એવો કર્તા અને પરનું કાર્ય એવો સ્વભાવ એમાં નથી. આહાહા.! એ તો સર્વ કાળ એકરૂપ રહે છે. એકરૂપ કહેવામાં શું આવ્યું સમજાય છે કાંઈ આગળ કહેશે, આહાહા...!
“વળી કેવો છે?” “સ્વરસવિસર/પૂર્ણપુખ્યવસર્વિ આહાહા...! “રવરર' “શુદ્ધ જ્ઞાનચેતના” એ સ્વરસ. શુદ્ધ જ્ઞાનચેતના એ પોતાનો સ્વરસ આત્મા છે. આહાહા..! શુદ્ધ જ્ઞાનચેતના, શુદ્ધ આનંદ ચેતના, આહાહા...! શુદ્ધ ઈશ્વર ચેતના–પ્રભુ ચેતના–પ્રભુત્વ, શુદ્ધ જીવત્વ ચેતના... આહાહા.! એવી અનંતી શક્તિની ચેતના... આહા...! એ “અનંત અંશભેદથી...” એ શુદ્ધ જ્ઞાનચેતના ‘વિસર ‘વિસર. વિસર એટલે અનંતભેદથી, “અનંત અંશભેદથી... આહાહા...! સંપૂર્ણ એવું છે.” ભગવાન સ્વરસથી જ્ઞાનરસથી, આનંદરસથી, અનંત શક્તિના શુદ્ધરસથી પરિપૂર્ણ... આહાહા. એવું “અનંત અંશભેદથી સંપૂર્ણ એવું છે. આહાહા.. ભેદ અનંત છે, પણ છે એકરૂપ. એકરૂપમાં એવા અનંત ભેદ છે, એમ કહે છે. પહેલા તો કહ્યું કે,