________________
८८
કલશામૃત ભાગ-૬
પણ “માપૂર્ણ–સમસ્ત પ્રકારે સંપૂર્ણ. આહાહા...! “ગાપૂ સમસ્ત પ્રકારે પૂર્ણ. આહા.! એવો ભગવાન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, એ સ્વાનુભવગમ્ય છે, એ સ્વભાવ સ્વાનુભવગમ્ય છે, કોઈ વ્યવહાર ને રાગથી ને વિકલ્પથી પણ ગમ્ય થઈ શકે એવું એનું સ્વરૂપ જ નથી. આહાહા...! એનો નિર્ધાર–નિર્ણય તો કરે પહેલો કે, ચીજ આવી છે. આહા.!
“પુષ્ય' “નિરાવરણ જ્યોતિરૂપ...” અહીંયાં પુણ્યનો અર્થ પવિત્રતા કહેવી છે. પુણ્યનો અર્થ આ પુણ્ય (-વિભાવ) નહિ. સમજાણું કાંઈ? આવ્યું ને? “સ્વરસવિસર/પૂર્ણપુષ્પાવતાર્વિ: અહીંયાં પુણ્ય એટલે પવિત્રતા લેવી છે. આ લોકો પુણ્યના ભાવને પવિત્રતા બનાવે છે કે, જુઓ! આ પુય છે, એ પુણ્ય એટલે પવિત્રતાનું કારણ પૂછ્યું. એ રાગનું પુણ્ય છે એ તો અપવિત્ર છે. આહાહા...! આ તો પવિત્ર સ્વભાવ છે. આહાહા...! એ નિરાવરણ જ્યોતિ છે તેને અહીં પુણ્ય કહેવામાં આવે છે. નિરાવરણ જ્યોતિ છે–આવરણ વિનાની વસ્તુ છે. ભેદ વિનાની વસ્તુ છે તેને અહીં પુણ્ય કહેવામાં આવે છે. આહાહા.! એ એક ઠેકાણે ટીકામાં આવે છે કે, પવિત્રતાને કરે તે પુણ્ય. એ પુણ્ય પછી લઈ જાય છે શુભભાવમાં. અરે...! ભાઈ! શુભભાવ તો રાગ છે, એ ઝેર છે, વિષકુંભ કહ્યું ને? તો વિષકુંભ એ વસ્તુનું સ્વરૂપ છે? વસ્તુના સ્વરૂપની પ્રાપ્તિ માટે વિષકુંભ કામ કરે? મદદ કરે? આહાહા..! હૈ
મુમુક્ષુ – પુણ્યને તો પવિત્રતા જ કહેવાય ને?
ઉત્તર:- પુણ્યમાં પવિત્રતા જ નથી. આ પુણ્ય પવિત્રતાના અર્થમાં છે. ઓલા શુભભાવના અર્થમાં આ પુણ્ય નથી. આ પુણ્ય છે ઇ પવિત્ર છે એના અર્થમાં પુણ્ય છે અને શુભભાવ પુણ્ય છે એ અપવિત્ર અને ઝેર છે. એક જ પુણ્યના અર્થ બે છે. જે ઠેકાણે જ્યાં જે (અર્થ) જોઈએ તે જોઈએ ને? આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા...!
અહીં તો કાંઈક બે-ચાર-પાંચ કરોડ રૂપિયા થઈ જાય કે બે-ચાર અબજ રૂપિયા થઈ જાય તો ઓહોહો...! આ ભાઈ પુણ્યશાળી છે. આહાહા...! હૈ?
મુમુક્ષુ :- કર્મી છે.
ઉત્તર :કર્મી છે, ભાગ્યશાળી છે. કર્મશાળી છે એ તો. આહાહા.. પુણ્ય તો એને કહીએ કે ભગવાન પરિપૂર્ણ પવિત્રતા છે તેને પુણ્ય કહીએ. આહાહા...! આ પૈસાવાળાને પુણ્યશાળી કહે, ગરીબ માણસ હોય ને? પાંચ-દસ હજાર માંડ માંડ મળતા હોય અને જ્યાં પાંચ-પચાસ લાખ, કરોડ, બે કરોડ, પાંચ કરોડ થાય ત્યાં તો... ઓહોહો. જાણે શું થયું ને શું મળ્યું. ઝેર મળ્યા છે. આહાહા...! અમૃતનો સાગર ભગવાન એકરૂપ ત્રણે કાળ રહેનાર તેના ગુણો પણ ત્રણે કાળે એકરૂપે પરિપૂર્ણ રહેનાર છે. આહાહા. એવો ભગવાન આત્મા, એને અહીંયાં પુણ્ય કીધું છે. સમજાણું કાંઈ?
પુણ નિરાવરણ જ્યોતિરૂપ...” એમ ભાષા લીધી છે ને? આવરણ વિનાની જ્યોતિ એ સ્વરૂપ તે પુણ્ય છે. તેને પુણ્ય કહીએ. આહાહા...! પવિત્રતાનો સાગર છે, પવિત્રતાનો