________________
કળશ-૧૯૩
પિડ છે, પવિત્રતાથી ભરેલો મહાસમુદ્ર છે. આહાહા...! એ સ્વયંભૂ છે. એ પવિત્રતાથી સ્વયંભૂ છે. આહા...! પોતાથી પોતે પવિત્ર છે. આહાહા...! “વન નિશ્ચળ...” “ર્વિઃ પ્રકાશસ્વરૂપ જેનું...” “ર્વ એટલે પ્રકાશ. અચળ જેનો પ્રકાશ છે “એવો છે.” આહાહા. ભગવાન આત્મા ધૃવરૂપ નિત્ય દ્રવ્ય સ્વભાવ એવો છે. પહેલા અનુભવગોચર કહી ગયા પણ હવે તો વસ્તુ આવી છે, તે જેવી છે તેવી અનુભવમાં આવવી જોઈએ, એમ. આહા...!
નિશ્ચળ પ્રકાશસ્વરૂપ જેનું એવો છે. વળી કેવો છે? શુદ્ધ-શુદ્ધ...” બે વાર લીધું. આહાહા...! બે વાર શુદ્ધ કહેવાથી ઘણો જ વિશુદ્ધ છે. બીજામાં (શુદ્ધ-શબ્દનો અર્થ એમ કહ્યો કે, રાગથી પણ રહિત, પરથી પણ રહિત. બે વાર કહ્યું ને રાગથી પણ રહિત શુદ્ધ અને પરથી રહિત માટે બેય રીતે શુદ્ધ પરથી રહિત એકલું શુદ્ધ એમ નહિ પણ રાગથી રહિત પણ શુદ્ધ. આહાહા.! વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે તેનાથી પણ રહિત શુદ્ધ અને પારદ્રવ્યથી પણ રહિત એ શુદ્ધ. આહાહા...! સમજાણું કાંઈ? હવે આવી તો ચોખ્ખી વાત છે પણ વ્યવહારની રુચિવાળાને બસ એ વ્યવહાર ક્રિયાકાંડ એ જ ધર્મ. બે વાત કરી).
“મોક્ષપ્રવસ્તૃપ્તઃ પ્રતિપમ્ સૂરીમૂત આહાહા.! “જ્ઞાનાવરણાદિ કર્મપિડ સાથે સંબંધરૂપ એકક્ષેત્રાવગાહ.” કર્મ, એનાથી “સૂરીમૂત. એક જ ક્ષેત્રમાં કર્મ અને આત્મા છે પણ એ કર્મથી અત્યંત “તૂરીમૂત. આહા! આકાશના ક્ષેત્રે, આકાશના ક્ષેત્રે એક, હોં! બાકી તો) આત્માનું ક્ષેત્ર ભિન્ન છે, પરમાણુનું ક્ષેત્ર ભિન્ન છે. આકાશના ક્ષેત્રે એકઅવગાહ હોવા છતાં અત્યંત દૂર છે. આહાહા...! એકબીજામાં અત્યંત અભાવ છે. સમજાય છે કાંઈ એ બંધની વ્યાખ્યા કરી.
હવે, મોક્ષ. “સકળ કર્મનો નાશ થતાં જીવના સ્વરૂપનું પ્રગટપણું-એવા જે બે વિકલ્પો...” તેમનાથી રહિત છે. આહાહા...! બે પર્યાયના ભેદ પણ નથી એ તો ત્રિકાળ એકરૂપ છે. આહાહા...! બંધ એક સમયની પર્યાય, મોક્ષ એક સમયની પર્યાય. આહાહા...! એ બેથી ભિન્ન છે. ભગવાન દ્રવ્ય સ્વભાવ તો બેથી ભિન્ન છે. આહાહા! એ બે વિકલ્પથી રહિત છે. આહાહા.! આવી વાત છે, ભાઈ! “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે ને?
જે બે વિકલ્પો, તેમનાથી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યાયરૂપે જ્યાં છે ત્યાં....” કર્મથી અને બંધ-મોક્ષથી “ઘણો જ ભિન્ન છે. આહાહા...! જ્યાં હોય ત્યાં બંધ અને મોક્ષ બેથી રહિત છે. આહાહા.! એવો દ્રવ્ય સ્વભાવ શુદ્ધ ચિદાનંદ અનંત આનંદકંદ પ્રભુ. આહાહા...! પ્રતિપમ’ કીધું ને? “ત્યાં ઘણો જ ભિન્ન છે.” આહા. “ભાવાર્થ આમ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવદ્રવ્ય જ્યાં ત્યાં, દ્રવ્યસ્વરૂપના વિચારની અપેક્ષાએ, બંધ એવા અને મુક્ત એવા વિકલ્પથી રહિત છે; દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થયું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનપુંજી એવું છે?’ એ વસ્તુ જરી ઝીણી છે. વિશેષ કહેશે)
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)