________________
૯૦
કલશમૃત ભાગ-૬
પોષ વદ ૩, ગુરુવાર તા. ર૬-૦૧-૧૯૭૮.
કળશ-૧૯૩, ૧૯૪ પ્રવચન–૨૧૫
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છેલ્લે છે. દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે.” છે નીચે? છેલ્લેથી ત્રીજી લીટી છે, ત્રીજી લીટી. નીચેથી ત્રીજી લીટી, હિન્દીમાં, હોં છે? ‘દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થકું.” એમ કહે છે. જીવ જે જીવદ્રવ્ય વસ્તુ છે એ તો જેવી છે તેવી છે. શું કરતી થકી જેવી છે તેવી રહે છે? એમ કહે છે. આહાહા! “દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થયું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનપુંજી એવું છે?’ આહાહા...!
વિતા વર્તુમોવત્રાફિમાવીનું સચ પ્રનયમ નીત્વા ગણના...” “વ” “હિને એટલે “ગણના કરતાં અનંત છે. એવા જે જીવ કર્તા છે એવો વિકલ્પ...” આહાહા.! જીવ તો જ્ઞાનસ્વરૂપ, આનંદ સ્વરૂપ છે. એ જીવ રાગનો કર્યા છે એ વિકલ્પ છે એ મિથ્યાત્વ ભાવ છે. જીવ એવો છે નહિ. કેમકે જીવમાં એવો કોઈ ગુણ નથી. ત્રિકાળી શક્તિ-ગુણસ્વભાવ નથી કે રાગને કરે એવી કોઈ શક્તિ નથી. સમજાણું કાંઈ દ્રવ્ય જે આત્મદ્રવ્ય છે, વસ્તુ, એમાં એવી કોઈ શક્તિ નથી. અનંત ગુણ છે, બેસુમાર ગુણ છે. બેસુમાર કહે છે હિન્દીમાં. આહાહા.! જીવદ્રવ્ય છે એમાં બેસુમાર અનંત અનંત ગુણ છે. આકાશના પ્રદેશની સંખ્યા કરતા અનંતગુણા ગુણ છે પણ એમાં કોઈ એવો ગુણ નથી કે રાગ કરે. આહાહા...! દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ કરે એવો કોઈ ગુણ નથી, એમ કહે છે. આહાહા...! ગુણ હોય તો રાગ થયા જ કરે. પણ છે જ નહિ એવો કોઈ ગુણ).
જીવદ્રવ્ય જેવું છે તેવું શું કરતું થકું એવું છે? એમ કહે છે ને? “શું કરતું થયું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનપુંજી એવું છે?” શું કરતું થયું જીવદ્રવ્ય એવું છે? આહાહા...! “વિનાન’ અખિલ નામ સંપૂર્ણ. જીવ કર્યા છે તેવો વિકલ્પ, “જીવ ભોક્તા છે' એવો વિકલ્પ આહાહા...! પરનો કર્તા ભોક્તા તો છે જ નહિ. શરીર, વાણી, પરની દયા પાળવી એ તો જીવ કરી શકતો જ નથી. અહીંયાં તો અંદરમાં રાગ થાય છે એની વાત છે. પુણ્ય, પાપના જે અસંખ્ય પ્રકારના વિકલ્પ છે એની વાત છે. અહીં તો ગણના કરવી અનંત છે, એમ કહ્યું. અનંત જીવ, અનંત પુદ્ગલ છે એમાં (લક્ષ કરીને) કોઈપણ વિકલ્પનો કર્તા થાય તો એ વિકલ્પ અનંત પ્રકારના છે. આહાહા.. સમજાણું કાંઈ? ઝીણી વાત બહુ “સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે ને?
એવો વિકલ્પ, જીવ ભોક્તા છે એવો વિકલ્પ, ઈત્યાદિ અનંત ભેદ તેમનો...” ઠીકા આહાહા.! અનંત પ્રકારે અનંત દ્રવ્ય ભિન્ન છે તો તેનું અનંત લક્ષ કરીને, તેનો કર્તા