________________
કળશ- ૨૦૩
૨૧૭
વિકારી કાર્યને એ કરે છે, કર્મ નહિ. આત્માના સ્વભાવની દૃષ્ટિએ જુઓ તો તો રાગનો કર્તા આત્મા નથી. એ તો દૃષ્ટિનો વિષય શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જ્યાં દૃષ્ટિમાં આવ્યો તો એ અપેક્ષાએ ધર્મી–સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધ સ્વભાવનો કર્તા થાય છે. શુદ્ધ સ્વભાવ નામ પર્યાય. એ રાગનો કર્તા થતો નથી. કેમકે રાગ કરવાની અંદરમાં અનહદ શક્તિ છે એમાં કોઈ શક્તિ નથી. તે કારણે સમકિતી જીવ રાગનો કર્તા નહિ થતાં રાગનો જ્ઞાતા રહે છે.
અહીંયાં બીજી વાત લેવી છે. આ તો અજ્ઞાની રાગ કરે છે તો એ રાગનો કર્તા છે કોણ? રાગ, દ્વેષ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્ય-પાપના ભાવ. એ કહે છે, જુઓ! “તત: નીવ: વર્તા વ ત વિવ7માં નીવર્સ વ મ“તે કારણથી રાગાદિ અશુદ્ધ ચેતના પરિણામનું, જીવદ્રવ્ય તે કાળે” તે કાળે. તે કાળે નામ જ્યાં સુધી અજ્ઞાનભાવ છે (અર્થાતુ) પોતાના સ્વભાવનું સમ્યગ્દર્શન થયું નથી ત્યાં સુધી તે કાળે. એમ. વ્યાપ્યવ્યાપકરૂપ...” પરિણમે છે. આહાહા...! કોઈ એમ કહે છે ને? શાસ્ત્રમાં ત્રણ વાત આવી.
એક બાજુ જયસેનાચાર્યદેવની ટકામાં આવે છે, રતનચંદજી એ વાત મોઢા આગળ મૂકે છે, એમ કે, પુત્ર નથી માતાનો, નથી પોતાનો. બેનો પુત્ર હોય છે. એમ લાલ રંગ ખારી ફટકડી અને સાબુ, ફટકડી અને ખાર મળીને લાલ રંગ થાય છે તો બે મળીને લાલ થાય છે, એકથી નહિ. એમ આત્મા અને કર્મ બે મળીને કર્મ-વિકાર થાય છે, એકથી નહિ. એ “જયસેનાચાર્યદેવની ટીકામાં ત્યાં કહ્યું છે એ તો પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે. “ચંદુભાઈ ! આહાહા.! શું થાય? એ તો નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાવ્યું છે, પણ બેથી થાય છે એમ યથાર્થપણે નથી. આહાહા. એ વાત અહીંયાં સિદ્ધ કરે છે.
એક બાજુ કહે કે, વિકાર યુગલના પરિણામ છે, જીવના નહિ. એ કઈ અપેક્ષાએ? જ્યાં પોતાનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય પૂર્ણાનંદ પૂર્ણ પ્રભુ અનંત ગુણની રાશિ એવા ભગવાનઆત્માનું જ્ઞાન અને અનુભવમાં પ્રતીતિ થઈ તો એ આત્મા રાગનો કર્તા નથી. એ રાગનો કર્તા કર્મ છે એમ ત્યાં કહ્યું છે. કેમકે બેય વસ્તુ નીકળી જાય છે તો રાગનો કર્તા કર્મ છે, આત્મા નહિ. આહાહા...!
વ્યાપ્ય-વ્યાપકભાવે પણ એવી એક ચીજ આવે છે. સૂક્ષ્મ વાત છે, ભાઈ! એક બાજુ એમ કહે છે કે, પૂર્વ કર્મ વ્યાપક છે. ૧૦૮-૧૦૯-૧૧૦-૧૧૧ ગાથા, “સમયસાર'. પૂર્વ કર્મ વ્યાપક છે અને નવા કર્મ વ્યાપ્ય છે. “ચંદુભાઈ! આપણે આ બધું તો ઘણીવાર ચાલી ગયું છે. આ તો અહીંયાં શું કહે છે અને ત્યાં શું વાત છે? એ વાત કરીએ છીએ). સમજાય છે કાંઈ? જ્યાં બે થઈને વિકાર થાય છે એમ કહ્યું ત્યાં તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે અને રાગનો કર્તા આત્મા નથી, એ પુદ્ગલના પરિણામ છે તો એ પુગલ કર્યા છે, એમ કહેવાના કાળે જેને પોતાના સ્વભાવની દૃષ્ટિ જ્ઞાયક સ્વરૂપ સમ્યગ્દર્શન થયું તો એ રાગનો કર્તા નથી પણ રાગનો જ્ઞાતા છે એમ જાણીને રાગનો કર્તા એ આત્મા નથી, પુદ્ગલ છે,