________________
૨૧૮
કલશામૃત ભાગ-૬
એમ કહેવામાં આવે છે. આહાહા...! જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ એક સ્થાને કંઈક કહ્યું અને બીજે સ્થાને કંઈક કહ્યું પણ કઈ અપેક્ષાએ કહ્યું છે તે ન સમજે તો ગડબડ ઊઠે મોટી. અહીં તો બિલકુલ આત્મા જ વિકાર કરે એમ સિદ્ધ કરવું છે, “ચંદુભાઈ! આહાહા...!
“કર્તા-કર્મ અધિકારની ૭૫ ગાથામાં (એમ કહ્યું કે, રાગ-દ્વેષ આદિ અને શરીરાદિ બધી પરવસ્ત છે, આત્મા તેનો કર્તા નથી. ૭૫. આહાહા.! અંતરંગ અને બહિરંગ, એવો શબ્દ ત્યાં આવ્યો છે. છે ને? અહીં તો ઘણું વાંચન ગયું છે. બહિરંગ નામ શરીર, વાણી, મન અને અંતરંગ નામ પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, મિથ્યાત્વાદિ. એ બધામાં વ્યાપક આત્મા અને તેનું તે વ્યાપ્ય એમ છે નહિ. આહાહા! ત્યાં તો ૭૫માં તો જ્ઞાનીની વાત કરે છે. જ્ઞાન સ્વભાવ હું ચૈતન્યમૂર્તિ પ્રભુ પૂર્ણ આનંદ અને જ્ઞાન (હું) એમ પ્રતીતમાં અનુભવમાં શેય થઈને, વસ્તુનો ત્રિકાળી સ્વભાવ વર્તમાન પર્યાયમાં જોય થઈને જાણવામાં આવ્યો અને એમાં પ્રતીતિ કરી કે આ આત્મા તો શુદ્ધ ચૈતન્યઘન છે. તેને રાગાદિનો વ્યાપ્ય-વ્યાપકપણે કરનારો આત્મા નથી. રાગનો કર્તા કર્મ અને કર્મ વ્યાપક થઈને વિકાર-વ્યાપ્ય થાય છે. આહાહા...! સમજાય છે કાંઈ? ૭૫-૭૬-૭૭-૭૮-૭૯ પાંચ ગાથામાં એ લીધું છે. ત્યાં જ્ઞાનીની વાત છે. સમજાય છે કાંઈ
અહીંયાં કહે છે કે, “જીવદ્રવ્ય તે કાળે.” તે કાળે નામ જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી, અજ્ઞાન છે. આહાહા.. તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી....” આત્મા–વ્યાપક જીવ અને વિકાર વ્યાપ્ય. વ્યાપક (અર્થાતુ) કર્તા, વ્યાપ્ય એનું કર્મ નામ અજ્ઞાનીનું કાર્ય જૈનમાં પણ ઘણા એમ કહે છે ને કે, કર્મ અને આત્મા બેય મળીને વિકાર થાય છે. તેની સામે આ દલીલ છે. અને સાંખ્યમતમાં એવો દૃષ્ઠત આવે છે કે, આ રજો, તમો અને સત્ત્વ જે વિકાર છે તે પ્રકૃતિનું કાર્ય છે. એ ટીકામાં છે. સાંખ્ય દર્શનની વાત ટીકામાં લીધી છે. સાંખ્ય પણ એમ કહે છે કે, રજો, તમો અને સત્ત્વ ગુણ છે ને? ત્રણ વિકાર છે. છે તો ત્રણ વિકાર પણ એ વિકારનો કર્તા પ્રકૃતિ છે, એમ કહે છે. એમ જૈનમાં પણ કોઈ અજ્ઞાની આ રાગનો કર્તા આત્મા નથી એમ અજ્ઞાની માને છે તેની સામે આ દલીલ છે. સમજાય છે કાંઈ? આમ છે. કેટલી વાત આવી?
એક કોર કહે કે, જેમ બે વિના પુત્ર ન થાય એમ બે વિના વિકાર ન થાય, એમ પાઠ છે. જયસેનાચાર્યદેવની ટીકા, “સમયસાર'. ત્યાં બીજી વાત છે. ત્યાં તો નિમિત્ત અને ઉપાદાન સાથે લઈને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે અને જ્યાં કર્મ વ્યાપક અને નવું કર્મ વ્યાપ્ય છે, એમ લીધું છે. આ દ્રવ્ય ભિન્ન અને આ દ્રવ્ય ભિન્ન. ૧૦૯-૧૧-૧૧૧-૧૧૨ ગાથા છે. “અમૃતચંદ્રાચાર્યદેવની સંસ્કૃત ટીકા અને “જયસેનાચાર્યદેવની બેયની ટીકા છે. સમજાય છે કાંઈ? ત્યાં તો એમ કહ્યું કે, પૂર્વકર્મનો ઉદય છે એ વ્યાપક છે અને નવું કર્મ બંધાય