________________
કળશ- ૨૦૩
૨૧૯
છે તે વ્યાપ્ય છે. આહાહા.! ભારે વાતું આકરી બહુ લોકોને મેળવવું કઠણ, ભાઈ! માર્ગ તો અંતરનો અભ્યાસ હોય એને આ સમજાય એવું છે. એમ વાત છે. સમજાય છે કઈ? આહાહા...!
ત્યાં એમ કહ્યું કે, પૂર્વનું કર્મ વ્યાપક અને નવું કર્મ વ્યાપ્ય. પરદ્રવ્ય વ્યાપ્ય અને આ દ્રવ્ય વ્યાપક. આહાહા...! એ કઈ અપેક્ષાએ કહ્યું કે, દ્રવ્યનો સ્વભાવ એવો છે નહિ કે વિકાર કરે. વિકાર કરે અને બંધન થાય એવો દ્રવ્યનો સ્વભાવ નથી. તો એ વિકારનો કર્તા ખરેખર પૂર્વનું કર્મ છે એ નવા કર્મનું કારણ છે તો નવું કર્મ વ્યાપ્ય છે, પૂર્વ કર્મ વ્યાપક છે. વચ્ચે રાગ થાય છે તે પણ કર્મના નિમિત્તે થાય છે, એમ. “ચંદુભાઈ'. આહાહા...!
અહીંયાં બીજી વાત છે. જ્ઞાની બિલકુલ રાગનો કર્તા છે એમ નથી. આહાહા.! કેમકે એક સમયની વિકૃત દશા અને ત્રિકાળી આનંદકંદ પ્રભુ, શુદ્ધ સ્વભાવ જ્યાં પિંડ એકલો પ્રભુ એવી જ્યાં અંતર સમ્યક દૃષ્ટિ થઈ, સમ્યક નામ સત્ય, એ સત્ય એવું છે, તો એ રાગનો કર્તા નથી. સમજાય છે કાંઈ? અહીંયાં તો કહે છે કે, તે કાળે (અર્થાતુ) જ્યાં સુધી અજ્ઞાની છે અને આત્માનું ભાન નથી એ એમ કહે કે, આ વિકાર કર્મથી થાય છે, અમારાથી નહિ, તેની સામે દલીલ છે. સમજાય છે કાંઈ? આહાહા.તે કાળે” એમ શબ્દ પડ્યો છે ને? “વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી કર્તા છે.” આહાહા.!
જીવદ્રવ્ય કર્તા. આ જીવદ્રવ્ય કર્તા. ખરેખર જે જીવ વસ્તુ છે તે તો કર્તા નથી પણ જીવદ્રવ્ય કર્તાનો અર્થ એ સમયની પર્યાયને જીવદ્રવ્ય કહ્યું. ઝીણી વાત છે. દ્રવ્ય જે છે તે તો ત્રિકાળી શુદ્ધ જ છે. ચાહે તો એકેન્દ્રિયની પર્યાય હો, બે ઇન્દ્રિયની પર્યાય હો, સ્વર્ગની પર્યાય ગમે તે હો, પણ દ્રવ્ય તો શુદ્ધ ચિહ્વન આનંદકંદ જ છે. દ્રવ્યમાં વિકાર પણ થતો નથી અને દ્રવ્યમાં અવિકારી પર્યાય પણ નવી થાય છે એમ નથી. આહાહા...!
અહીંયાં તો કહે છે કે, જ્યાં સુધી જ્ઞાન અને આત્માનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ દૃષ્ટિમાં આવ્યો નથી ત્યાં સુધી તેની દૃષ્ટિ તો પર ઉપર છે તો તે કાળે પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિના પરિણામ થાય છે તેમાં વ્યાપક આત્મા (છે) અથવા તેની પર્યાય. ત્રિકાળી દ્રવ્ય તો પ્રસરતું નથી. જીવદ્રવ્ય તો અહીંયાં કહ્યું. સમજાય છે કાંઈ? દ્રવ્ય તો ધ્રુવ છે. ધ્રુવ કર્તા કેવી રીતે થાય? એઈ...! આહાહા.. પણ તે સમયની પર્યાય જે વિકૃત કરનારી છે, છ કારક છે ને? છ કારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, તેમાં કર્તા જીવદ્રવ્ય ન લેવું. કારકો પર્યાયમાં હોય છે. આરે. આવી વાત છે. સમજાય છે કાંઈ? ત્યાં કર્તા જીવદ્રવ્ય લીધું પણ પર્યાયની જે દશા છે તેને જીવદ્રવ્ય કહી દીધું છે. પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ. આહાહા...! સમજાય છે કાંઈ? તો અહીં જીવદ્રવ્ય કહ્યું તેમાં પણ પર્યાય લેવી.
વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી કર્યા છે અને રાગાદિ અશુદ્ધ પરિણમન, અશુદ્ધરૂપ