________________
૨૨૦
કલશામૃત ભાગ-૬
છે, ચેતનારૂપ છે. આહાહા.! દેખો! અહીંયાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષને પણ ચેતનારૂપ કહ્યું છે. છે ને? અંદર શબ્દ છે – “વિ-અનુ. સંસ્કૃત શબ્દ છે–વિદ્ર-મનુi'. સમજાય છે કાંઈ? આહાહા..! એનો અર્થ કર્યો છે, જુઓ! “ગિનુ. ચિદ્દ એટલે અશુદ્ધરૂપ ચેતનારૂપ છે. “ર્િગનુાં'. ચેતનને અનુસરીને થાય છે. એ વિકાર પરને અનુસરીને થતો નથી. આહાહા...! “
વિનુ અશુદ્ધરૂપ. અર્થ તો કરવો છે “ટ્રિકનુ એનો અર્થ ચેતનારૂપ અશુદ્ધરૂપ છે. સમજાય છે કાંઈ? “ચંદુભાઈ! પાઠમાં “
વિનુ છે. “મિનુ નો અશુદ્ધરૂપ એમ અર્થ થતો નથી પણ “
વિનુ' (એટલે) ચેતનને અનુસરીને થાય છે માટે તે ચેતન છે. હૈ લેવું, હોં છે' શબ્દ આવી જાય છે.
મુમુક્ષુ – ઘડીકમાં એને જીવનો કહો, ઘડીકમાં પુદ્ગલનો કહો.
ઉત્તર :- એ માટે તો વાત કરીએ છીએ. એકમાં એમ કહે કે, પુગલ સ્વામી છે. બીજામાં એમ કહે કે, બે કર્યા છે. ત્રીજામાં એમ કહે કે, જ્ઞાની પણ વિકારનો સ્વામી છે. કાલે આવ્યું ને? કાલે આપણે આવ્યું હતું ને? અધિષ્ઠાતા, નય અધિકાર. અનંત ધર્મનો અધિષ્ઠાતા આત્મા છે, સ્વામી આત્મા છે. એ સમકિતદૃષ્ટિનું જ્ઞાનપ્રધાનતાથી કથન છે. આહાહા...! વિકારનું કરવું અને વિકારના પરિણમનનો સ્વામી આત્મા છે, ત્યાં એમ લીધું છે. પ્રવચનસાર, ૪૭ નય જ્ઞાનપ્રધાન અધિકાર. હૈ?
મુમુક્ષુ :- દોષ બતાવવો હોય ત્યારે એમ કહે કે, જીવનો છે.
ઉત્તર :- એનો દોષ છે, પરિણતિ એની છે, એનો સ્વામી ઈ છે. એનો સ્વામી કંઈ જડ કર્મ નથી. આહાહા..!
અહીંયાં તો જે બતાવે છે એ તો અજ્ઞાનીની વાત છે. આહાહા.! દોષ થાય છે, ભઈ! જેવો કર્મનો ઉદય આવે એમ અમારે વિકાર કરવો પડે અને કર્મનો ઉદય આવે એ તો નિમિત્ત થઈને આવે, પાકીને આવે છે, તો નિમિત્ત થઈને આવે છે તો અહીંયાં વિકાર કરવો જ પડે, એમ નથી. નોકર્મ છે એ તો અમે બનાવીએ તો બને પણ કર્મ જે છે એ તો નિમિત્ત થઈને આવે છે, એમ પ્રશ્ન ઊઠ્યો હતો, મોટી ચર્ચા થઈ હતી, લખાણ પણ થયું છે. નામ નથી આપતા. સમજાય છે કાંઈ? એમ કે, કર્મ જે છે. શું કહ્યું હમણાં? કહ્યું ને કે, નિમિત્ત થઈને આવે છે. સાંભળ્યું છે કે નહિ? ત્યાં “સમેદશીખરમાં થઈ ગયું છે, એક જણાએ મોટું લખાણ કર્યું છે કે, કર્મથી આ વિકાર થાય છે, કર્મથી થાય છે. એટલે? એ કર્મ નિમિત્ત થઈને આવે છે. એમ કે, કર્મ નિમિત્ત થઈને જ્યાં આવ્યું તો વિકાર કરવો જ પડે. એ નિમિત્ત થઈને આવે છે તો નિમિત્ત કરાવે જ છે, એમ કહે છે. પણ નિમિત્તને તો અડતોય નથી ને અહીં પણ નિમિત્તને અડતું નથી. અજ્ઞાની પણ નિમિત્તને અડતો નથી પણ પોતાની પર્યાયમાં પોતાના સ્વભાવનું ભાન નથી, હું જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ છું, એવી ખબર નથી તેથી પર્યાયષ્ટિમાં વિકારરૂપ પરિણમવું, વ્યાપ્ય-વ્યાપક થઈને અજ્ઞાની