________________
કળશ-૨૦૩
પોતે કરે છે. આહાહા..! સમજાય છે કાંઈ? જુઓ!
રાગાદિ અશુદ્ધ પરિણમન,...' વિદ્અનુાં”. વિદ્અનુાં” નામ ચેતનારૂપ એમ લેવું છે. ‘વિ-અનુમાં”. જ્ઞાનને અનુસરીને થયો છે એટલે આત્માને અનુસરીને થયો છે, કોઈ કર્મને અનુસરીને થયો છે એમ નથી. આહાહા..! આવું બધું હવે... કેટલી અપેક્ષાઓ! એમેય છે. વિકારનો આશ્રય આત્મા છે એમ પણ આવે છે. પ્રવચનસાર’. પંડિતજી’! અહીં તો બધી વાત થઈ ગઈ છે. છે, કઈ ગાથા છે ખબર છે? ગાથા કંઈ યાદ રહે છે? હૈં? ૧૦, બસ, લ્યો, જુઓ! સ્વ-આશ્રયભૂત વસ્તુના અભાવમાં (અર્થાત્ પોતાને આશ્રયરૂપ જે વસ્તુ તે ન હોય તો) નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ આવે છે.’ એ સ્વનો આશ્રય છે, એમ. રાગના પરિણામને સ્વનો આશ્રય છે. આશ્રયનો અર્થ એનામાં થાય છે તેથી એનો આશ્રય છે એમ કહ્યું. સંસ્કૃત ટીકા છે ને? સમજાય છે કાંઈ? આહાહા..! સ્વ-આશ્રય છે. ‘કારણ કે સ્વ-આશ્રયભૂત વસ્તુના અભાવમાં નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ આવે છે.’ પરિણામથી જુદી વસ્તુ જોવામાં આવતી નથી. પરિણામ વિનાની વસ્તુ ગધેડાના શિંગડા સમાન છે. જુઓ! ત્યાં લીધું છે. એને સ્વ-આશ્રય છે. પોતાનો આશ્રય છે. આથી પણ બીજો શબ્દ છે. અહીં કીધું ને? કોણ જાણે ક્યાં હશે? બીજો શબ્દ ચોખ્ખો છે. મૂળ સંસ્કૃત પાઠ છે. આહાહા..! શું કહ્યું એ?
૨૨૧
વિકારી પરિણામ કોઈ ૫૨ને આશ્રયે નથી થતા, એમ ત્યાં કહે છે. સ્વ આત્માને આશ્રયે થાય છે. આત્મામાં થાય છે માટે આત્માના આશ્રયે થાય છે, એમ કહ્યું. કોઈ એમ કહે કે, આત્માનો તો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. તેના આશ્રયે વિકાર કેવી રીતે થયો? તેનો અર્થ અહીંયાં એવો ન લેવો. અહીં તો આત્મામાં આત્માને કા૨ણે થાય છે માટે આત્માના આશ્રયે થાય છે એમ કહેવામાં આવ્યું છે. આહાહા..! ઇ કાઢજો બપોરે. ભાઈ! ચોખ્ખો ‘આશ્રય’ (શબ્દ) છે. બતાવ્યું હતું, નહિ? પંડિતજી! એમ કે, વિકારનું કારણ પણ આત્મા જ છે, આશ્રય છે. એમ છે. કેટલામી ગાથા છે? હેં? સમજાણું કાંઈ?
અહીંયાં જે લેવું છે એ તો તે કાળે જ્યાં સુધી સ્વરૂપની દૃષ્ટિ, શુદ્ધ સ્વભાવ પૂર્ણ પવિત્ર ત્રિકાળ એની દૃષ્ટિ થઈ નથી ત્યાં સુધી પર્યાયમાં લક્ષમાં અસ્તિપણું તો ત્યાં છે, અહીંયાં (સ્વભાવમાં) અસ્તિપણાની દૃષ્ટિ તો છે નહિ. સમજાય છે કાંઈ? સમ્યક્દષ્ટિને તો અસ્તિત્વ વસ્તુ અંદર પૂર્ણ છે તેની દૃષ્ટિ પ્રતીતિમાં છે. તેથી પૂર્ણ અસ્તિત્વ છે તે અસ્તિત્વની પ્રતીતના જ્ઞાનના, ભાનમાં ક્ષણિક વિકૃત (ભાવ) છે તેનો તે કર્તા થતો નથી. પણ અહીંયાં તો તે કાળે તેનું અસ્તિત્વ જે ત્રિકાળ શુદ્ધ છે તેની તો ખબર નથી. આહાહા..! તો તેની દૃષ્ટિ પર્યાય ઉ૫૨ જ છે તો રાગ અને પુણ્ય, પાપ, વિકલ્પનો કર્તા તે થાય છે. તે કાળે. જ્યાં સુધી પોતાનું પૂર્ણ અસ્તિત્વ દૃષ્ટિમાં આવ્યું નથી ત્યાં સુધી એટલા અસ્તિત્વમાં રાગનો કર્તા, પુણ્ય-પાપનો કર્તા અન્નાની થાય છે. આહાહા..! શું થાય? પ્રભુ! ભગવાનનો માર્ગ એવો છે.