________________
૨૨૨
કલશામૃત ભાગ-૬
એક કોર પેલા “રતનચંદજી' એવો દાખલો આપે કે, જુઓ! બે વિના ન થાય. ઈ જયસેનાચાર્યદેવની ટીકામાં આવે છે. હળદર ને... હળદર... હળદર કહે છે ને? હલદી. હળદર અને ખાર બે મળે તો લાલ રંગ થાય, એવો પાઠ છે. લાલ, લાલ સમજ્યા? ફટકડી અને હળદર બે મળીને લાલ થાય છે. તો એમ કે, ભગવાન આત્મા અને કર્મ બે મળીને વિકાર થાય છે. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, ભાઈ! તું એમ પકડી લે કે એને કારણે થયો છે તો એમ નથી). આહાહા! શું થાય?
નીવચ્ચે વ વર્ષ તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય પોતે પરિણમતું હોવાથી...” બે ઠેકાણે તે કાળે’, ‘તે કાળે' (શબ્દ) મૂક્યા છે. જ્યાં સુધી તેને સ્વભાવની દૃષ્ટિ – સમ્યગ્દર્શન થયું નથી ત્યાં સુધી તેની પર્યાયબુદ્ધિ રાગનું જ અસ્તિત્વ ભાસે છે. પૂર્ણ અસ્તિત્વનું ભાન નથી તો આ અસ્તિત્વ આવડું ભાસે છે. તે કારણે જીવ જ પોતે રાગ અને દ્વેષનો કર્તા થાય છે. છે? તેથી “જીવનું કરેલું છે. જુઓ! આહાહા.! જીવનું કરેલું છે નામ જીવની પર્યાયમાં જીવે કર્યું છે, એમ. સમજાય છે કાંઈ? દ્રવ્ય તો ધ્રુવ શુદ્ધ ત્રિકાળ છે. સમજાય છે કાંઈ? જ્ઞાનમાં જીવ ધ્રુવતાની ખબર નથી તો પર્યાયમાં અજ્ઞાનથી જ્ઞાન વ્યાપક થઈને-કર્તા થઈને વિકારી પર્યાય વ્યાપ્ય થાય છે, તેનું કર્મ થાય છે. આહાહા.! આવું છે, ભગવાના
શા કારણથી?”“વત્ પુનઃ જ્ઞાતા ન જુઓ! જે જાણે તે ભૂલે, એમ કહે છે. આહાહા.! પુદ્ગલમાં જાણવું ક્યાં થાય છે? જાણે તો ભૂલે. જાણનારો ભૂલે છે, જડ શું ભૂલે? આહાહા.! સમજાય છે કાંઈ? એ “પુનઃ જ્ઞાતા ન “કારણ કે પુદ્ગલદ્રવ્ય ચેતનારૂપ નથી, આહાહા! અને “રાગાદિ પરિણામ ચેતનારૂપ છે.” આહાહા...! કહો! પુણ્ય-પાપ, કામ, ક્રોધના ભાવ, દયા, દાનના ભાવ એ ચેતનારૂપ છે. હવે એક કોર આમ કહે. કઈ અપેક્ષા છે? એ ચેતનાની પર્યાય-કર્મચેતના, કર્મફળચેતના ચેતનાની પર્યાય છે. સમજાય છે કાંઈ? આહાહા...!
જ્ઞાનચેતના, કર્મચેતના, કર્મફળચેતના. જ્ઞાનચેતના તો જ્ઞાનીને જ હોય છે. સમજાય છે કાંઈ અને કર્મચેતના, કર્મફળચેતના સમકિતીને ગૌણરૂપે હોય છે પણ તેનો તે કર્તાભોક્તા નથી. પરમાર્થે, હોં! સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ. પરિણમનની અપેક્ષાએ કર્તા-ભોક્તા છે. એ તો કહ્યું ને? અનંત નયોમાં વ્યાપક. કર્તા પોતે, અધિષ્ઠાતા–પોતે સ્વામી છે. એ અપેક્ષાએ પર્યાયનું જ્ઞાન કરાવવા, સમકિતીને પણ પરિણમનમાં જેટલો રાગ છે તેનો તે કર્તા અને એટલો ભોક્તા કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? અનંત નયોનો સમુદાય એવું શ્રુતપ્રમાણ, એ શ્રુતપ્રમાણથી આત્માનો અનુભવ કરે છે તેમાં પ્રમેય–આખું શુદ્ધ દ્રવ્ય પ્રમેય થઈ જાય છે અને તે પ્રમેયમાં પણ શ્રુતપ્રમાણમાં વિકારી, અવિકારી પર્યાય પણ પ્રમેય થઈ જાય છે. સમજાય છે કાંઈ? આહાહા...! આવી વાત હવે. પ્રવચનસાર’ ૪૭ નયની વાત છે.
જ્યાં શક્તિનું વર્ણન ચાલ્યું, ૪૭ શક્તિ, ત્યાં વિકારની વાત નથી. શક્તિના વર્ણનમાં વિકારી પર્યાય તેમાં છે જ નહિ. કેમકે શક્તિ છે, સ્વભાવ છે અને તેનો સ્વભાવવાન બેયના