________________
કળશ- ૨૦૩
૨૨૩
પરિણમનમાં વિકાર છે જ નહિ. ત્યાં શક્તિના પરિણમનમાં વિકાર અને વિકારનો જાણનારો એમ પણ નથી લીધું. ત્યાં તો નિર્મળ પર્યાય ક્રમસર થાય છે અને નિર્મળ ગુણ અક્રમ કાયમ રહે છે. ક્રમ, અક્રમ શબ્દ ત્યાં વાપર્યો છે, શરૂઆતમાં શક્તિનું વર્ણન કરતા પહેલાં. ક્રમમાં પણ નિર્મળ પર્યાય, અક્રમમાં નિર્મળ ગુણ. ૪૭ શક્તિના વર્ણનમાં ત્યાં ક્રમમાં વિકારી પર્યાય લીધી જ નથી. કેમકે શક્તિનું વર્ણન દ્રવ્યદૃષ્ટિની પ્રધાનતાથી છે અને નયનું વર્ણન જ્ઞાનની પ્રધાનતાથી છે. આહાહા...! સમજાય છે કાંઈ? ક્રમ-અક્રમ ત્યાં નિર્મળ પરિણતિનો ક્રમ લેવો. આહાહા...! આટલી વાતું હવે ક્યાંની ક્યાં? સમજાય છે કાંઈ? અહીં તો અનેકવાર વાત થઈ ગઈ છે. સમજાય છે કાંઈ? બધું પુસ્તકમાં છપાઈ ગયું છે.
ત્યાં (નયના અધિકારમાં) તો બીજી વાત કહેવી છે કે, પરિણતિમાં રાગાદિ છે પણ છતાં કર્તા પરિણામ અને ભોક્તા પરિણામ મને થાય છે, આખા શ્રુતપ્રમાણમાં, પણ તેનું લક્ષ આખા દ્રવ્યને પણ જાણે છે, ગુણને પણ જાણે છે અને પર્યાયને પણ જાણે છે. અહીં તો એકલી પર્યાયને જાણનારા અજ્ઞાનીની વાત ચાલી છે. આહાહા.! સમજાય છે કાંઈ? એમને એમ કહી દે કે, વિકાર થાય છે તે અમારામાં નથી, કર્મથી વિકાર થયો છે. અરે. જ્ઞાનીને પણ વિકાર થાય છે તે પોતાના અપરાધથી થાય છે, કર્મથી નહિ. આવ્યું છે ને? પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, જે ભાવે આહારક શરીર બંધાય તે ભાવને અપરાધ કહ્યો છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાય'. તે તો સમકિતી છે. તીર્થંકર ગોત્ર બંધાય, એવો વિકલ્પ આવે તે તો સમકિતીને હોય, મિથ્યાદૃષ્ટિને એ હોતું જ નથી. સમજાય છે કાંઈ? આહાહા...!
ત્યાં તો એમ કહ્યું છે કે, એ અપરાધ છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. સમકિતીનો અપરાધ છે. આહાહા.! આહારક શરીર અને તીર્થંકર ગોત્ર કોઈ મિથ્યાષ્ટિ બાંધતા નથી. ત્યાં તો આહારક શરીર, તીર્થકર ગોત્ર લીધું છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં. આ શું છે? કે, અપરાધ છે. આહાહા.. એક બાજુ કહે કે, રાગનો કર્તા જ્ઞાની નથી. એક બાજુ કહે કે, એ અપરાધ જ્ઞાનીનો છે. કઈ અપેક્ષા છે? પ્રભુ! કરવાલાયક છે એમ કરીને કર્તા નથી, પણ પરિણમન છે તે અપેક્ષાએ કર્યા છે. આહાહા.! સમજાય છે કાંઈ? આવો માર્ગ ગંભીર બહુ, ભાઈ! વીતરાગનો માર્ગ. આહાહા...!
શા કારણથી?”“પુઃિ જ્ઞાતિ ન “રાગાદિ પરિણામ ચેતનારૂપ છે તેથી જીવનો કરેલો છે. કહ્યો છે જે ભાવ તેને ગાઢો–પાકો કરે છે. કહેલા ભાવને ગાઢો, નક્કી પાકો કરે છે. “ર્મ અવૃત્ત ન “રાગાદિ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ....' કાર્ય છે. તો કાર્ય ક્રિયા વિના હોતું નથી. આહાહા.. જેમ... છે ને? ઘટપટનો દાખલો આપ્યો છે. જુઓ! “અનાદિનિધન આકાશદ્રવ્યની જેમ સ્વયંસિદ્ધ છે એમ પણ નથી,” વિકાર કોઈના કર્યા વિના થયો છે એમ પણ નથી. આહાહા. “કોઈથી કરાયેલો હોય છે. કેમકે કાર્ય છે. વિકાર પુણ્ય-પાપ,