________________
૨૨૪
કલશામૃત ભાગ-૬
દયા, દાન, કામ, ક્રોધ આદિ કાર્ય છે. તો કાર્ય કર્યા વિના હોતું નથી. આહાહા...! સમજાય છે કાંઈ કોઈથી કરાયેલો હોય છે. કાર્ય છે ને?
“એવો છે શા કારણથી?’ જુઓ! આવ્યું. જોયું? “ાર્યત્વતિ. એ કાર્ય છે, વિકાર એ કાર્ય છે. તો કર્યા વિના કાર્ય હોતું નથી. કરનારા વિના કાર્ય હોતું નથી. સમજાય છે કઈ? આહાહા.! અરે.! એક એક પદમાં કેટલું ભર્યું છે, જુઓનેઓહોહો. કંઈક અંદરથી કાઢી શકાય એનો પાર ન મળે. એટલી અંદર ગંભીરતા ભરી છે, હોં! સંતોની વાણી છે ને આહાહા.! ચારિત્રવંત. સ્વયં પ્રચુર સ્વસંવેદન, આનંદના વેદનમાં પડ્યા છે. એમને વિકલ્પ આવ્યો તેના પણ કર્તા નથી. એક અપેક્ષાએ પરિણમન છે તો જ્ઞાનદૃષ્ટિથી કર્તા છે. આહાહા...!
અહીંયાં તો અજ્ઞાનીની વાત ચાલે છે. વિકાર એ કાર્ય છે ને? વિકાર પરિણામ એ કાર્ય છે કે અકાર્ય છે? પર્યાય છે એ તો કાર્ય છે. ચાહે તો નિર્મળ પર્યાય હો એ પણ કાર્ય છે અને મલિન પર્યાય હો એ પણ કાર્ય છે. સમજાય છે કઈ? તો વિકારી પર્યાય કાર્ય છે તો કર્યા વિના કાર્ય થતું નથી. આહાહા...! જુઓ. દૃષ્ટાંત આપ્યો છે. જુઓ! “એવો છે શા કારણથી? કારણ કે ઘડાની જેમ ઊપજે છે...” જુઓ. જેમ ઘટ કાર્ય છે. માટી કાર્ય નથી, પણ ઘટ તો કાર્ય છે. એમ વિકાર કાર્ય છે. ઘટ કાર્ય છે તો કર્યા વિના ઘડો થતો નથી. માટી કર્તા છે, પર્યાય એની અને ઘટ કાર્ય છે. કુંભાર કર્યા છે એમ નહિ. એ તો ૩૭ર ગાથામાં આવ્યું ને? “સમયસાર' ૩૭૨ (ગાથા). અમે તો કુંભારે ઘડો કર્યો એમ દેખતા નથી. “અમૃતચંદ્રાચાર્ય (કહે છે), ઘડો તો માટીથી થયો છે એમ અમે તો જોઈએ છીએ. આહાહા.! સમજાય છે કાંઈ? ૩૭ર ગાથા છે, ટીકામાં છે. આહાહા.. અમે તો જોતા નથી કે ઘડો કુંભારે કર્યો છે. છે અહીંયાં “સમયસારી ગુજરાતી છે. ૩૭૨ છે.
કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઊપજે છે. આહાહા...! જુઓ! “માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે...” શું કહ્યું? જુઓ! માટીના સ્વભાવથી ઊપજે છે. આહાહા...! માટી કુંભારના સ્વભાવથી ઊપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઊપજે છે કારણ કે દ્રવ્યના) પોતાના સ્વભાવને દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ.. આહાહા..! માટીની પર્યાય, માટી. ધ્રુવપણું તો ભેગું લીધું છે. માટી પોતે ઘડાની કર્તા છે, કુંભાર કર્તા છે એમ અમે તો જોતા નથી. છે? અંદર છે, હોં “સ્વપરિણામપળો માનાનિ વિ નિમિત્તભૂતકવ્યાન્તરવમાનોત્પત્તેિ. અહીં તો યાદ આવે ત્યારે વાત આવે.
અહીં એ કહ્યું, જુઓ! કારણ કે ઘડાની જેમ ઊપજે છે...” ઘડો કાર્ય છે. તો કાર્ય કર્યા વિના હોતું નથી. માટી કર્તા છે અને ઘડો કાર્ય છે. કુંભાર કર્યા છે અને ઘડો કાર્ય છે એમ છે નહિ. સમજાય છે કાંઈ? કેમ? કારણ કે ઘડાની જેમ ઊપજે છે, વિનશે છે...”