________________
કળશ- ૨૦૩
૨૨૫
કાર્ય સિદ્ધ કરવું છે ને? ઊપજે અને વ્યય, ઊપજે અને વ્યય, ઊપજે અને વ્યય એ કાર્ય છે. ધ્રુવ ભિન્ન છે. ઊપજે અને વિણસે એ કાર્ય છે તો કાર્ય કર્યા વિના હોતું નથી. તેથી પ્રતીતિ એવી કે કરતૂતરૂપ (-કાર્યરૂ૫) છેતેથી પ્રતીતિ એવી છે કે વિકાર કાર્યરૂપ છે. આહાહા! સમજાય છે કાંઈ? આ તો ન્યાયનો વિષય છે, ભઈ! જરી સૂક્ષ્મ તો પડે એવું છે. શું કરે? લોજીકથી, ન્યાયથી વાત સિદ્ધ કરી છે પણ એણે સમજવું પડશે કે નહિ?
તથા...” “તત્ નીવપ્રત્યો: યોઃ વૃતિઃ ન” “રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમન ચેતનદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય એવાં બે દ્રવ્યોનું કરતૂત નથી.” લ્યો, ઠીકા જયસેનાચાર્યદેવની ટીકામાં એમ કહ્યું કે, કર્મ અને આત્મા બે થઈને કાર્ય થાય. ત્યાં તો પ્રમાણનું જ્ઞાન કરાવ્યું, નિમિત્તનું. બાકી એનાથી કાંઈ થતું નથી. ભાઈએ સિદ્ધ કર્યું હતું પણ અમારે તો તે દિ ચર્ચા થઈ હતી. ૨૧ વર્ષ પહેલા, “વર્ણજીની સાથે. નિમિત્તનું બિલકુલ કાંઈ કરતું નથી. તે વખતે તેઓ ન માન્યા. નહિ, એકાંત થઈ જાય છે. કોઈ વખતે નિમિત્ત પણ કરે છે. હમણા કૈલાસચંદજીએ પ્રસિદ્ધ કર્યું છે, “સોનગઢવાળા નિમિત્ત નથી માનતા એમ નથી પણ નિમિત્ત પરમાં કંઈ કરે છે એમ નથી. ક્રમબદ્ધ અને નિમિત્ત તે દિથી વિરુદ્ધ હતું, “વર્ણજીની શૈલીથી. એ પણ તે દિ તો બેઠા હતા. પણ એ વખતે આ વાત હતી નહિ. પછી વિચાર કરતા એને બેસી ગઈ કે, ક્રમબદ્ધ તો લાગે છે. દરેક દ્રવ્યની અવસ્થા જે સમયે જ્યાં થવાની
ત્યાં થવાની, ક્રમસરા હાર... હાર. લ્યો, આ ક્રમબદ્ધનું આવ્યું. કોણે પૂછ્યું હતું? “ચેતનજી'! રાત્રે ક્રમબદ્ધનું કો’કે કહ્યું હતું ને? ભાઈ, “નવલચંદભાઈ! ક્રમબદ્ધનું આવ્યું નહોતું, તમે કહેતા હતા ને? પણ પહેલા થોડું આવી ગયું છે. રાત્રે કહ્યું હતું.
મોતીનો હાર છે. ૯૯ ગાથામાં દાખલો છે. પ્રવચનસાર ૯૯ ગાથા. મોતીનો હાર છે તેમાં જ્યાં જ્યાં જે જે મોતી છે ત્યાં ત્યાં તે તે મોતી છે. એમ આત્મદ્રવ્યમાં જ્યાં
જ્યાં પર્યાય છે ત્યાં ત્યાં તે કાળે તે પર્યાય ક્રમબદ્ધ છે. આહાહા....! સમજાય છે કાંઈ? છએ દ્રવ્યની ક્રમબદ્ધપર્યાય છે, પણ એ ક્રમબદ્ધપર્યાયનું તાત્પર્ય શું? વીતરાગતા તાત્પર્ય છે. ભગવાનના દરેક શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે). ક્રમબદ્ધપર્યાયમાં વીતરાગતા ક્યારે થાય? દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડે છે, સત્ય સ્વભાવની પ્રતીતિ થઈ, અનુભવ થયો ત્યારે ક્રમબદ્ધનો નિર્ણય તેને સાચો થયો. કબુદ્ધિ નાશ થઈ ગઈ. સમજાય છે કાંઈ?
ક્રમબદ્ધ-જે સમયે જે પર્યાય) થનારી છે તે જ થશે, દરેક દ્રવ્યમાં. ત્યાં કર્તબુદ્ધિ ઊડી ગઈ. હું કરું તો થાય, હું કરું તો થાય એવી બુદ્ધિ ઊડી ગઈ, જ્ઞાતા બુદ્ધિ થઈ ગઈ. આહાહા.! જાણન-દેખન હું છું એવી બુદ્ધિ થઈ તેને ક્રમબદ્ધનું સાચું જ્ઞાન છે. કેમકે તેને કર્તા બુદ્ધિ નાશ પામી છે. અને આમ ને આમ ક્રમબદ્ધ. ક્રમબદ્ધ કહીને, હું કરું, હું કરું એમ રહે તો ક્રમબદ્ધનો સાચો નિર્ણય થયો છે જ ક્યાં? આહાહા...!
અહીંયાં એ કહે છે, જુઓ! બે દ્રવ્યોનું કરતૂત નથી.’ આહાહા.! “ચેતનદ્રવ્ય અને