________________
૨૩૦
કલશામૃત ભાગ-૬ અજ્ઞાની પણ રાગનો કર્તા નહિ માનનારા મિથ્યાદષ્ટિ છે, સાંખ્યની જેમ, એમ કહે છે. (પુદ્દગલકર્મ) અચેતનદ્રવ્ય છે, રાગાદિ તો ચેતનરૂપ (છે).
તેથી અચેતનદ્રવ્યના પરિણામ અચેતનરૂપ હોય છે,...’ અચેતન દ્રવ્યના પરિણામ તો અચેતનરૂપ હોય છે, ચેતનરૂપ નહિ અને આ (રાગાદિ) તો ચેતનરૂપ છે. આહાહા..! એક બાજુ પુણ્ય-પાપના ભાવને પુદ્ગલ કહે, પુદ્ગલના પરિણામ કહે એ કઈ અપેક્ષાએ? એ તો સ્વભાવની દૃષ્ટિ થઈ છે તો સ્વભાવનું વ્યાપ્ય-વ્યાપકપણું સ્વભાવમાં આવ્યું. વ્યાપક સ્વભાવ અને વ્યાપ્ય નિર્મળ અવસ્થા તે વ્યાપ્ય. એમ ગણીને રાગનો કર્તા આત્મા નથી, સ્વભાવદૃષ્ટિવંતને એ રાગ કર્મનું કાર્ય છે એમ કરીને છોડાવી દીધું... આહાહા..! પણ અજ્ઞાની પણ એમ માની લે કે અમારામાં વિકાર થાય છે એ કર્મથી થાય છે તો (એમ નથી). કથંચિત્ કર્તા છે એમ જિનસ્તુતિ છે, જિનવાણી છે. પાઠ છે ને? આહાહા..! એ કચિત્ કર્તાને તો એણે ઊડાવી દીધું. સમજાય છે કાંઈ? સર્વથા અકર્તા છે એ વાત ખોટી છે. અજ્ઞાનભાવે કર્યાં છે અને આત્મજ્ઞાનભાવે અકર્તા છે. આહાહા..! એવી વાત છે. સમજાય છે કાંઈ?
અહીંયાં એ કહ્યું, “રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા સંસારી જીવ છે, ભોક્તા પણ છે.' આહાહા..! જ્યાં સુધી મિથ્યાદૅષ્ટિપણું (છે), દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ નથી, આનંદ પ્રભુ, અતીન્દ્રિય આનંદનું દળ, જ્ઞાનરસકંદ એવી દૃષ્ટિ અનુભવ સમ્યક્ થયો નથી ત્યાં સુધી તો એની દૃષ્ટિ રાગના કર્તાપણામાં છે. એ કર્મથી રાગ થાય છે એમ પણ નહિ અને બે મળીને રાગ થાય છે, ૨ાગ એટલે વિકાર, એમ પણ નહિ. એકલો અજ્ઞાની આત્મા પોતાના અજ્ઞાનભાવથી વિકારનો કર્તા થાય છે. આહાહા..! સમજાય છે કાંઈ? એ ૨૦૩ (કળશ પૂરો થયો). હવે ૨૦૪. એમાં એ સ્તુતિ આવશે.
(શાર્દૂલવિક્રીડિત)
कर्मैव प्रवितर्क्य कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता । तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते । ।१२-२०४ । ।
ખંડાન્વય સહિત અર્થ :- વસ્તુસ્થિતિઃ સ્તૂયતે’ (વસ્તુ) જીવદ્રવ્યની (સ્થિતિઃ) સ્થિતિ અર્થાત્ સ્વભાવની મર્યાદા (સ્તૂયતે) જેવી છે તેવી કહે છે. કેવી છે ? ‘ચાદાવપ્રતિવન્ધનવિષયા’ (સ્યાદ્વાવ) જીવ કર્યાં છે, અકર્તા પણ છે' એવું અનેકાન્તપણું, તેની (પ્રતિવન્ધ) સાવધાનપણે