________________
કળશ- ૨૦૩
૨૨૯
મહા સુદ ૩, શુક્રવાર તા. ૧૦-૦૨-૧૯૭૮.
કળશ-૨૦૩, ૨૦૪ પ્રવચન–૨૨૮
આપણે અહીં સુધી ચાલ્યું છે). વળી આ અર્થને ગાઢો–પાકો કરે છે-' છેલ્લી છસાત લીટી છે, લીટી એટલે પંક્તિ. ૨૦૩ કળશની છેલ્લી પાંચ-છ લીટી છે. “
પચા પ્રકd: વૃતિઃ ન “એકલા પુદ્ગલકર્મનું કરતૂત નથી.” રાગ અને વિકાર પુણ્ય-પાપના થાય છે એ એકલું પુદ્ગલ કરે છે એમ નથી. તેમ બે થઈને કરે છે એમ પણ નથી. એકલો કરે છે એ પહેલા આવી ગયું છે.
ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે રાગાદિ અશુદ્ધ પરિણામ એકલા પુદ્ગલકર્મના કરેલા છે. કર્મ પુદ્ગલ છે તો વિકાર થાય છે, ઉદય આવે છે તો જીવે વિકાર કરવો જ પડે છે એમ કોઈ માને તો એ મિથ્યાત્વ છે. એવું માને છે) એમ છે નહિ. “ઉત્તર આમ છે કે એમ પણ નથી; એમ છે કે આમ પણ નથી. કર્મથી વિકાર થાય છે એ બિલકુલ ખોટી વાત છે. આહાહા...!
“કારણ કે...” “વિર્વતૈનાત “અનુભવ એવો આવે છે કે પુદ્ગલકર્મ અચેતનદ્રવ્ય છે.' એમ. કર્મ છે એ તો જડ અચેતન છે અને વિકાર છે એ તો ચૈતન્યનો ભાવ છે. આહાહા.! “ચંદુભાઈ! અહીં તો એકાંત અજ્ઞાની પણ એમ માને... આવ્યું છે કે પ્રકૃતિમાં ? બધું પ્રકૃતિ કરાવે. જ્ઞાનાવરણીય છે તે જ્ઞાનને ઢાંકે, પરાઘાત છે તે પરને હણે એ બધું પ્રકૃતિમાં આવ્યું છે ને? એટલે કર્મ જ કરાવે. એમ સાંખ્યમતિની જેમ તમારા જેનના માણસો પણ એમ માને તો એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! બધું ઈશ્વર કરાવે, પ્રકૃતિ કરે. એ સાંખ્યમાં તો રજો, તમો અને સત્ત્વ પ્રકૃતિના ગુણ કહે છે. એ પ્રકૃતિના છે, પુરુષ–આત્માના નહિ. એમ જૈનના માણસો પણ ઈ રીતે કોઈ કહે કે, વિકાર તો કર્મનું કાર્ય છે એ ખોટી વાત છે. આહાહા...!
“કારણ કે અનુભવ એવો આવે છે કે પુદ્ગલકર્મ અચેતનદ્રવ્ય છે. રાગાદિ પરિણામ અશુદ્ધ ચેતનારૂપ છે.” અજ્ઞાની અજ્ઞાન, રાગ, દ્વેષ કરે છે એ અજ્ઞાની પોતે કરે છે, સ્વયે કરે છે. કર્મ તો નિમિત્તમાત્ર છે. નિમિત્ત કંઈ કરાવતું નથી. આહાહા..! અહીં તો અજ્ઞાનીની વાત ચાલે છે. બિલકુલ કર્થચિત્ અજ્ઞાનપણે કર્તા છે એમ ન માને તેને સમજાવે છે. પછીના શ્લોકમાં આવશે, કથંચિત્ કર્તા અને કથંચિત્ અકર્તા. જ્યાં સુધી અજ્ઞાન, મિથ્યાદૃષ્ટિ છે ત્યાં સુધી રાગ અને વિકારનો કર્તા છે. આહાહા...! સર્વથા અકર્તા, માનનારો