________________
૨૨૮
કિલશામૃત ભાગ-૬
કહે છે. હું
મુમુક્ષુ :- પ્રવચનસાર' ૯ ગાથામાં લખ્યું છે.
ઉત્તર :- ના, ના. બિલકુલ લખ્યું નથી. રતનચંદજી એમ કહે છે કે, વિકાર પર્યાયમાં શુભ થાય તો આખું દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે. બિલકુલ ખોટી વાત છે. દ્રવ્ય તો જેવું છે તેવું જ રહે છે. પર્યાયમાં શુદ્ધ-અશુદ્ધ થાય છે. “રતનચંદજી ઈ કહે છે, પર્યાયમાં અશુદ્ધતા થાય છે તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે. અશુદ્ધ થઈ જાય તો પછી શુદ્ધતા આવી ક્યાંથી? દ્રવ્ય ત્રણકાળમાં અશુદ્ધ થતું જ નથી, ત્રણકાળમાં થતું નથી.
મુમુક્ષુ :- અશુદ્ધદ્રવ્યાર્થિકનયે દ્રવ્ય અશુદ્ધ કહેવાય છે.
ઉત્તર :- એ અશુદ્ધ દ્રવ્ય કહેવામાં આવે છે, પર્યાયની અશુદ્ધતાથી. છે, અગિયારમી ગાથામાં છે, બારમી ગાથામાં છે. આહાહા. બારમી ગાથામાં છે. એમ કે, અશુદ્ધપણે દ્રવ્ય પરિણમે છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી તે જાણવાલાયક છે. વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. તાત્વે પ્રયોજનવાન છે. સંસ્કૃત છે.
અહીં એ કહ્યું કે, મુગલકર્મને કર્તાપણું ઘટતું નથી, કારણ કે.” “જ્ઞાયા: પ્રવૃતેઃ સ્વાર્થનમુમાવાનુષ ’ અચેતનદ્રવ્ય જો કર્તા હોય તો અચેતનદ્રવ્યને ભોક્તાપણાનો પ્રસંગ આવે છે. કર્તા હોય તે ભોક્તા હોય. જડને તો ભોક્તાપણું છે નહિ. આહાહા...! સુખ-દુઃખનો ભોક્તા જડ છે નહિ. સુખ-દુઃખનો, હોં!
કર્તા અને ભોક્તા બેય છે. કર્મમાં જડમાં પણ કર્તા-ભોક્તાપણું છે. તત્ત્વાર્થ રાજવાર્તિકમાં છે. નાખ્યું છે, આપણે બધું નાખ્યું છે. “તત્ત્વાર્થ રાજવાર્તિકમાં આવે છે). પુદ્ગલ પરમાણુ પણ ભોક્તા છે. એ વ્યય ભોગવાય છે ને? વ્યય. ભોક્તા છે, કર્તા છે. આહાહા.! ‘તત્ત્વાર્થ રાજવાર્તિકામાં છે. એ તો બધું જોયું હતું, સંપ્રદાયમાં જોયું હતું. એમાં પણ બધા દિગંબર શાસ્ત્ર જોયા હતા. દૃષ્ટાંત ક્યાંક આપ્યું હતું. કોઈ ઠેકાણે આપ્યું હશે.
અહીંયાં કહે છે કે, દ્રવ્ય જે ભાવનો કર્તા થાય છે, તે દ્રવ્યનો ભોક્તા પણ થાય છે. જો કર્મ કર્તા હોય તો કર્મએ ભોગવવું પડશે. તો એ કર્તા નથી. આહાહા...! “આમ હોતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ જો જીવ-કર્મ બંનેએ મળીને કર્યા હોય તો બંને ભોક્તા થશે; પરંતુ બંને ભોક્તા તો નથી.” આહાહા...! એમ છે નહિ. કારણ કે જીવદ્રવ્ય ચેતન છે તે કારણે સુખ-દુઃખનું ભોક્તા હોય. અજ્ઞાનપણાની વાત છે. “પુદ્ગલદ્રવ્ય અચેતન હોવાથી સુખ-દુઃખનું ભોક્તા ઘટતું નથી. તેથી રાગાદિ અશુદ્ધ ચેતનપરિણમનનો એકલો સંસારી જીવ કર્તા છે,...” ચોખ્ખા શબ્દ છે. એકલો જીવ અજ્ઞાનપણે વિકારનો કર્તા થાય છે. સમજાય છે? અને ભોક્તા પણ છેઆ જ અર્થને વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)