________________
કળશ- ૨૦૩
૨૨૭
“અંતરંગ કારણ વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે. હવે અહીંયાં વિભાવરૂપ પરિણમે છે તો કેટલાકને પ્રશ્ન થયો કે, વિભાવિકશક્તિ છે તો વિભાવરૂપ પરિણમે છે કે નહિ? વિભાવિકશક્તિ (એટલે) વિભાવરૂપે પરિણમે છે માટે વિભાવશક્તિ કહી છે એમ નથી. વિભાવશક્તિ તો ચાર દ્રવ્યમાં નથી એ અપેક્ષાએ વિશેષભાવરૂપ વિભાવરૂપ શક્તિ એમ કહ્યું છે, પણ વિભાવશક્તિ છે માટે વિભાવરૂપ પરિણમે, એમ નથી. સમજાય છે કાંઈ? કારણ કે વિભાવશક્તિ તો સિદ્ધમાં પણ છે. શક્તિ ક્યાં જાય? એ તો ગુણ છે. જેમ જ્ઞાનગુણ છે તેવો વિભાવગુણ છે. ગુણનો અર્થ ચાર દ્રવ્યમાં નથી અને આ વિશેષભાવ છે માટે વિભાવ (કહ્યું). આહાહા.. અહીં એ કહ્યું. “જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે. પર્યાયમાં. એ વિભાવશક્તિને કારણે નહિ. પર્યાયમાં વિભાવરૂપ પરિણમવાની યોગ્યતાથી પોતાથી વિભાવરૂપ પરિણમે છે. આહાહા.! સમજાય છે કાંઈ?
તેથી જીવને કર્તાપણું ઘટે છે, પુદ્ગલકર્મને કર્તાપણું ઘટતું નથી.” આહાહા.! વિકારનું કર્તાપણું જીવને ઘટે છે. કર્મથી વિકાર થાય છે એ બિલકુલ ખોટી વાત છે. સમજાય છે કાંઈ મોટી ચર્ચા થઈ હતી. (સંવત) ૧૯૭૧ની સાલ. દીક્ષિત થયા પછી બીજું વર્ષ. લાઠી”માં ચોમાસું હતું. મોટી ચર્ચા થઈ. વિકાર થાય છે એ કર્મ છે તો વિકાર થાય છે ને? પ્રશ્ન ઊઠ્યો હતો, મોટો પ્રશ્ન હતો. (સંવત) ૧૯૭૧. ઘણા વર્ષ થઈ ગયા. ૬૩ વર્ષ પહેલાની વાત છે. તો કહ્યું કે, બિલકુલ ખોટી વાત છે. શ્વેતાંબરમાં ભગવતીસૂત્રમાં એક પાઠ છે, એ વખતે વાંચતા હતા. ૧૬,૦૦૦ શ્લોક છે, સવા લાખ સંસ્કૃત ટીકા છે, બધી જોઈ છે. એ વખતે વાંચતા હતા. પહેલાવહેલા શરૂઆતમાં–૧૯૭૧. એમાં આવ્યું હતું કે, સંશય પોતાથી થાય છે, કર્મથી નહિ. તો એ ચર્ચા મેં બહાર મૂકી કે, જુઓ! મિથ્યાત્વનો કે રાગનો વિકાર થાય છે તે પોતાથી થાય છે, પરથી નહિ, કર્મથી નહિ સ્થાનકવાસી, શ્વેતાંબર, દિગંબરમાં બધામાં એ ચાલે છે, કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય. બધું ખોટું છે. વિકાર પોતાની પર્યાયમાં તે કાળે પોતાની યોગ્યતાથી પોતાના કારકોથી કરે છે. પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર કરે છે અને સુલટા પુરુષાર્થથી નાશ કરે છે. બીજી વાત નિમિત્તમાત્ર ગમે તે હો. આહાહા.! વિરોધ કર્યો હતો, એક શેઠ હતા, દામોદર શેઠ હતા, “દામનગર. ગૃહસ્થ હતા, એમણે વિરોધ કર્યો હતો. મેં કહ્યું), ગમે તે કહો, અમારી તો જે વાત હોય તે ફરતી નથી. સમજાય છે કાંઈ? શેઠ હતા. એ વખતે તો દસ લાખ રૂપિયા બહુ કહેવાતા હતા ને? હવે તો કરોડોપતિ ઘણા પડ્યા છે. તે દિ તો દસ લાખ, સાંઈઠ વર્ષ પહેલા. ચાલીસ હજારની પેદાશ હતી. ચાલીસ હજારની. તે વખતે ક્યાં એટલા બધા ગૃહસ્થ હતા? દામોદર' શેઠ “દામનગર'.
મુમુક્ષુ :- આખું દ્રવ્ય વિકારી થઈ જાય છે? ઉત્તર :- બિલકુલ નહિ, પર્યાયમાં વિકાર થાય છે. એ તો એ ભાઈ રતનચંદજી)