________________
કળશ- ૨૦૬
૨૪૯
રહેનાર છે અને પલટે પણ છે).
એ વેદાંત સાથે મોટી ચર્ચા થઈ હતી. તમારા પેલા આવ્યા હતા ને? “મોતીલાલજી! રાજકોટવાળા’, નહિ? વૈષ્ણવ. આપણા વ્યાખ્યાનમાં આવતા. (સંવત) ૧૯૯૫, ૧૯૯૦માં. બહાર ત્રણ-ત્રણ હજાર માણસ. વચ્ચે આવતા હતા પણ ઘરમાં ફેરફાર થઈ ગયો તો એણે દીક્ષા લઈ લીધી. પરમહંસ, સાધુ થઈ ગયો. પછી અહીં આવ્યા હતા, ત્યાં આવ્યા હતા. વેદાંત (કહે છે), એક સ્વરૂપ છે. કીધું, એક સ્વરૂપ છે એવી માન્યતા નહોતી અને એક સ્વરૂપ છે એવી માન્યતા શેમાં થઈ? વ્યાપક નહોતા માનતા અને પછી વ્યાપક માન્યો તો એ શેમાં માન્યું? દ્રવ્યમાં કે પર્યાયમાં? સમજાય છે કાંઈ? ફેર તો પડ્યો ને કે, પહેલા માન્યતા હતી કે આત્મા વ્યાપક છે, સર્વવ્યાપક છે. પણ એ વ્યાપક છે એમ વ્યાપકમાં નિર્ણય થયો કે વ્યાપકની પર્યાયમાં નિર્ણય થયો? દૈત થઈ ગયું, પર્યાય અને દ્રવ્ય બે થયા. સમજાય છે કાંઈ?
અહીં એકવાર રાત્રે ચર્ચામાં પણ કહ્યું હતું, ‘આનંદમ્ બ્રહ્મણો રૂપમુ. એ પરમાનંદનો શબ્દ છે, એક “પરમાનંદ સ્તોત્ર છે એમાં ત્યાં આ શબ્દ છે, દિગંબર શાસ્ત્ર છે–પરમાનંદ સ્તોત્ર'. ત્યાં “આનંદમ્ બ્રહ્મણો રૂપમ્. ત્યાં શબ્દ લીધો છે. આ આત્માનો આનંદ છે એ બ્રહ્મનું રૂપ છે. આત્માનું રૂપ જ અતીન્દ્રિય આનંદ છે. પણ કોને? છે તો છે, પણ કોને? જેની દૃષ્ટિ રાગની પર્યાયથી હટી આનંદ ઉપર દૃષ્ટિ પડે છે, અતીન્દ્રિય આનંદનું વેદન પર્યાયમાં આવ્યું તેને “આનંદમ્ બ્રહ્મણો રૂપમ્.” (છે). શું કીધું? પરમાનંદ શું કીધું? “પરમાનંદ સ્તોત્ર'. એક “સ્વરૂપ સંબોધન” છે, બધા પુસ્તક છે. અહીંયાં બધા છે, જોયા છે. “આનંદમ્. બ્રહ્મણો રૂપમ્.” પણ કોને? ક્ષણિક માને છે તેને તો આવું રહેતું નથી. સમજાય છે કાંઈ? ક્ષણિક ઉપરની દૃષ્ટિ ઊઠાવી, દૃષ્ટિ તો પર્યાય છે, પર્યાયરૂપી દષ્ટિ તો રહેશે પણ દૃષ્ટિ પર્યાય ઉપરથી ઉઠાવી એ દૃષ્ટિ દ્રવ્ય ઉપર લગાવી. નિત્ય ભગવાન આત્મા છે, નિત્ય
મિષિષ્ય એમ કહેશે. અભિષેક કરે છે. હું આનંદનો નાથ નિત્યાનંદ છું એમ અભિષેક થાય છે. શું કહ્યું સમજાયું?
સમ્યગ્દર્શનમાં, પહેલા જે ક્ષણિક બુદ્ધિ હતી એ છૂટી ગઈ અને દ્રવ્યબુદ્ધિ ‘આનંદમ્ બ્રહ્મણો રૂપમ્ એવો અનુભવ થયો તો એ નિત્યનો અભિષેક થયો. અભિષેક નામ નિત્યની પ્રગટતા થઈ. જે ક્ષણિક ઉપર દૃષ્ટિ હતી ત્યાંથી હટીને નિત્ય ઉપર દૃષ્ટિ ગઈ. સમજાય છે કાંઈ? એ પર્યાય પલટતી હોવા છતાં વસ્તુ તો નિત્ય કાયમ છે. એ અહીંયાં કહે છે, જુઓ!
“મયમ્ વિવેમર: તસ્ય વિમોડું કપટરતિ આહાહા...! ત્યાં આવ્યું છે, આવ્યું? ઝયમ્ વિવમIR: તર વિમોÉ પદરતિ આહાહા.. શું કહે છે? જેને પર્યાયબુદ્ધિ છે તેની પર્યાયબુદ્ધિનો નાશ ચિન્ચમત્કારબુદ્ધિ થતાં નાશ થઈ જશે. એ ચિત્યમત્કારિક ચીજ