________________
૨૪૮
કલશામૃત ભાગ-૬
સ્વભાવની એકતા થઈ તો ધ્રુવતાનું ભાન થયું, વેદન આવ્યું ત્યારે ધ્રુવની પ્રતિતિ યથાર્થ છે. આમ તો ધ્રુવ છે, ઉત્પાદ-વ્યય-ધ્રુવ છે, આત્મા નિત્ય છે, છ દ્રવ્ય નિત્ય છે એવી ધારણા તો અનંતવાર કરી છે. એ તો પરલક્ષી વસ્તુ છે, એ કંઈ વાસ્તવિક તત્ત્વદૃષ્ટિ આવી નથી. દેવીલાલજી! ઝીણી વાત છે.
જે ક્ષણે પર્યાય ઉત્પન્ન થઈ અને બીજે સમયે બીજો જ આત્મા થાય છે એમ નથી. કેમકે જેની પર્યાય ઉપર બુદ્ધિ છે તેને એવું લાગે છે કે, આ પર્યાય છે અને બીજે સમયે હું બીજો થઈ જાઉં છું. પણ ધર્મજીવની દૃષ્ટિ. આહાહા.... ક્ષણિક પર્યાયમાં રાગની એક્તાબુદ્ધિ હતી, પર્યાયબુદ્ધિ (હતી) તેનો જ્યારે નાશ થાય છે ત્યારે તે જ સમયે નિત્ય વસ્તુ છે એમ પર્યાયમાં વેદન આવ્યું. આહાહા.! શું કહ્યું? સમજાય છે કાંઈ
અહીંયાં તો બૌદ્ધનું દૃષ્ટાંત આપ્યું પણ ક્ષણિક પર્યાય ઉપર જેની દૃષ્ટિ છે તે બૌદ્ધમતિ જ છે. આહાહા.! સમજાય છે કાંઈ? “મણિગ્વન અભિષેક કરશે, એમ પાઠ છે. આત્મા જ પોતાનો અભિષેક કરશે. પંડિતજી ‘મિષિષ્ય છે ને? તેનો સંસ્કૃતમાં (અર્થ) અભિષેક કર્યો છે. અભિષેક અર્થાત્ રાગની પર્યાયનું જ્યાં લક્ષ છૂટી ગયું, પર્યાય ઉપર બુદ્ધિ હતી ત્યારે તો રાગનું જ વદન હતું પણ એ દૃષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ, વેદનમાં હોં! આમ ધારણામાં નહિ, આહાહા...! સમજાય છે કાંઈ? તો તે જ સમયે અંતર દૃષ્ટિ જ્યાં ગઈ તો તે જ સમયે નિર્મળ પર્યાય ઉત્પન્ન થઈ. નિર્મળ પર્યાયનો ઉત્પાદ કરનાર પણ દ્રવ્ય અને મલિન પર્યાયનો વ્યય કરનાર પણ દ્રવ્ય છે, અત્યારે એમ સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ?
અત્યારે ૧૦૧ ગાથા લેવા જાય તો એ નહિ મળે. ૧૦૧ ગાથા, પ્રવચનસાર'. ઊપજે છે એ ઉત્પાદના આશ્રયે ઉત્પન્ન થાય છે, ધ્રુવના આશ્રયે નહિ. આહાહા...! “પ્રવચનસાર શેયનું આવું સ્વરૂપ છે. છ દ્રવ્યની વાત કરી છે, પણ અત્યારે તો આપણે આત્મા ઉપર લેવું છે. ત્યાં વિષય તો છએ દ્રવ્યનો છે. અને જે પર્યાય ઉત્પન્ન થાય છે એ પર્યાય ધ્રુવની અપેક્ષા રાખતી નથી અને જે પર્યાય વ્યય થાય છે એ ઉત્પાદની અપેક્ષા રાખતી નથી, ધ્રુવની તો અપેક્ષા છે જ નહિ. આહાહા.! સમજાય છે કાંઈ? બેસો, જરા જગ્યા આપો. ડૉક્ટર આવે છે ને લોહી લેવા), એને કાંઈક હેમ પડ્યો. અમને તો કાંઈ ખબર નથી. શું છે એમ જોવે છે, બીજું કાંઈ નથી. આહાહા...! હૈ
મુમુક્ષુ :- જાણેલો પ્રયોજનવાન. ઉત્તર :- એ ગમે તે હો.
અહીંયા શું કહ્યું સમજાયું? તેથી એવા જીવને સમજાવે છે. લ્યો! કોને? કે, જેની એક સમયની પર્યાય ઉપર દૃષ્ટિ છે અને તે જ હું છું, બીજે સમયે બીજો થયો, બીજી પર્યાય થઈ પણ આત્મા બીજો થઈ ગયો એમ નથી). આહાહા.! આત્મા નિત્યાનિત્ય સ્વરૂપ છે, આત્મા નિત્યાનિત્ય સ્વરૂપ છે. એકલો અનિત્યસ્વરૂપ નથી, એકલો નિત્યસ્વરૂપ નથી. કાયમ