________________
કળશ- ૨૦૬
૨૪૭
મહા સુદ ૫, રવિવાર તા. ૧૨-૦૨-૧૯૭૮.
કળશ–૨૦૬ પ્રવચન–૨૩૦
કળશ-૨૦૬. અહીંયાં અન્ય પર્યાય કર્યા છે અને અન્ય ભોક્તા છે તેમાં દ્રવ્ય પણ અન્ય છે એમ જે માને છે તે અભિપ્રાય મિથ્યાત્વ છે. શું કહે છે? જે સમયની પર્યાય કર્તા છે તે પર્યાય, અહીંયાં તો ભિન્નની વાત કરવી છે ને? નહિતર તો જે સમયે કત છે તે જ સમયે ભોક્તા છે. ૧૦૨ ગાથા. કાલે કહ્યું હતું. અહીંયાં તો ક્ષણિકવાદનો નિષેધ કરવા (કહે છે કે, જે સમયે રાગ કર્યો તેનું ફળ તે પર્યાય નથી ભોગવતી, પછીની પર્યાય ભોગવે છે, એમ અહીંયાં સિદ્ધ કરવું છે. અપેક્ષિત વાત છે. સમજાય છે કાંઈ? નહિતર તો ૧૦૨ ગાથામાં એમ કહ્યું, જે સમયે રાગ વિકાર કે નિર્મળ આનંદ ઉત્પન્ન થયો તે જ સમયે તેનું વેદન છે. રાગનો કર્તા થયો તે મિથ્યાદૃષ્ટિ છે. તે જ સમયે રાગનું વેદન કરનારો છે. કેમકે જ્યાં રાગનો કર્તા થાય છે ત્યાં દુઃખનું વદન તે જ સમયે છે. સમજાય છે કાંઈ?
અહીંયાં બીજી વાત કહેવી છે. અહીં તો ક્ષણિક એક સમયની પર્યાય રાગ કરે અને એ પર્યાય ન ભોગવે, બીજે સમયે તો એ આત્મા જ બીજો થઈ જાય છે, એમ કહે છે તે વાત ખોટી છે. આહાહા..! થોડી સૂક્ષ્મ વાત છે. આગળ તો “મિષિશ્વન” કહેશે. આમ તો ધારણામાં અનંત વાર આત્મા પૂર્ણ નિત્ય છે એમ લીધું છે. અગિયાર અંગ ભણ્યો એમાં વાત નથી આવી? સમજાય છે કાંઈ? અગિયાર અંગ, નવ પૂર્વની મિથ્યાષ્ટિપણે લબ્ધિ થઈ તે વખતે) આત્મા નિત્ય છે એવું ધારણામાં તો આવ્યું હતું. એ અહીંયાં નથી લેવું. સમજાય છે કાંઈ? નિત્યનું વેદન ન થયું. સમજાય છે કાંઈ? એ આગળ કહેશે, “મિષિચ્ચન, સ્વયમ્ મિષિશ્વન છેલ્લા શબ્દો છે. પાછળ છેલ્લે બે લીટી છે. છેલ્લી બે લીટી છે.
અહીંયાં તો કહે છે કે, એક ક્ષણની પર્યાય તે પર્યાય બીજે સમયે નથી રહેતી. તો એ પર્યાય કર્યા છે તે ભોક્તા નથી, એ બરાબર છે પણ એ દ્રવ્ય પર્યાયનો કર્તા નથી, બીજે સમયે એ દ્રવ્ય ભોક્તા એમ નથી માનતા, દ્રવ્ય જ બીજું થઈ જાય છે એ વાત ખોટી છે. એમ કેમ થાય છે? કે, ક્ષણિક પર્યાય ઉપર જેની દૃષ્ટિ છે, અહીંયાં તો બૌદ્ધનું દૃષ્ટાંત છે, ક્ષણિક પર્યાય ઉપર જેની દૃષ્ટિ છે તો બીજે સમયે બીજી પર્યાય થાય છે ત્યાં તેની દૃષ્ટિ ક્ષણિક ઉપર છે. પણ જેની દૃષ્ટિ ક્ષણિક પર્યાયથી હટીને, જેની પર્યાય છે તેનું અંદરમાં રાગની એકતામાં, પર્યાયબુદ્ધિમાં રાગ તે હું એમ દેખાતું હતું અને બીજે સમયે