________________
૨૪૬
કલશમૃત ભાગ-૬
जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता।
तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ।।१०२।। જે રાગ કરે છે તે જ સમયે રાગને ભોગવનારો તે છે. ૧૦૨ ગાથામાં છે. સમજાય છે કાંઈ? એ તો વસ્તુનો સિદ્ધાંત સિદ્ધ કર્યો કે, કર્તા ને ભોક્તા (બે જુદા નથી) કે કર્તા છે એ બીજો છે અને (ભોક્તા બીજો છે એમ નથી. એ તો કર્યા છે તે જ સમયે ભોક્તા છે. અહીંયાં બીજું કહેવું છે કે, જે સમયે રાગ કરે છે તેનું ફળ બીજે સમયે આવે છે તો બીજે સમયે ભોગવનારો બીજો છે, એમ કહેવું છે. “ચંદુભાઈ!
એક બાજુ એમ કહે કે, જે સમયે કર્તા છે તે જ સમયે ભોક્તા છે. અહીં કહે કે, જે સમયે કર્તા અને બીજે સમયે ભોક્તા એમ માનનારો, આત્મા બીજો થઈ જાય છે માટે જૂઠો છે. પહેલો કર્તા આત્મા ભિન્ન છે અને ભોક્તા બીજો છે એમ અહીંયાં કાળભેદ લેવો છે. ભેદ કરે છે.'
“ભાવાર્થ આમ છે–તે એમ કહે છે કે ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે, ભોક્તા કોઈ અન્ય છે.” એમ. રાગની ક્રિયા કરનારો કોઈ બીજો છે અને તેનું ફળ ભોગવનારો ભવિષ્યમાં બીજો આત્મા છે, એમ કહે છે. ત્રિકાળી નિત્ય પ્રભુ ચિન્ચમત્કારનું ભાન નથી તેને વર્તમાન પર્યાયમાં બધું દેખાય છે તો એ પર્યાય કરે છે અને પછીની પર્યાય ભોગવે છે. તો એ પર્યાય જેણે કરી તે ભોગવતી નથી, બીજો ભોગવે છે, એમ કહે છે. અજ્ઞાની એવો ભેદ કરે છે, એમ કહે છે. આહાહા...! છે? “ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે, ભોક્તા કોઈ અન્ય છે.”
એવું કેમ માને છે?” “તમ્ માત્મતત્ત્વ ક્ષણમ્ વત્પયિત્વા' ઓહોહો! છે ને? “તમ્ કાત્મતત્ત્વ” “અનાદિનિધન છે જે ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય...” “તમ્” આ. આ કોણ? કે, અનાદિઅનંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય. અનાદિ એટલે આદિ નહિ અને અનિધન. અઅંત નહિ. નિધન એટલે અંત. અન-આદિ અને અન-અંત. એવો અનાદિઅનંત પ્રભુ જે ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય તેને “ક્ષણમ્ વત્વયિત્વા? “ક્ષણિક માને છે અર્થાત્ જેમ પોતાના નેત્રરોગના કારણે કોઈ શ્વેત શંખને પીળો જુએ છે. શ્વેત શંખ તો ધોળો જ છે. કમળાના રોગવાળાને એ પીળો દેખાય છે.
“તેમ અનાદિનિધન જીવદ્રવ્યને મિથ્યા ભ્રાન્તિને કારણે એમ માને છે. આહાહા...! ૯૩ ગાથામાં ત્યાં લીધું ને પર્યાયમૂઢા પરસમયા', “પ્રવચનસાર'. એકલી પર્યાય લીધી, એ ક્ષણિક થઈ ગયો. ત્યાં ચોખ્યું છે, ૯૩ ગાથા છે. પર્યાયમૂઢા પરસમયા”. જેનમાં પણ હો પણ પર્યાયને જ માને છે, દ્રવ્ય ત્રિકાળી ભિન્ન પર્યાયની સમીપ પડ્યું છે, પર્યાયની સાથે છે તેની નજર નથી અને એક સમયની પર્યાય ઉપર જેની નજર છે તે પર્યાયમૂઢ છે. ૯૩ ગાથા છે. આહાહા.! એ બૌદ્ધમતિ છે, ભલે નામ ન ધરાવે. સમજાય છે કાંઈ? લ્યો, વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)