________________
કળશ- ૨૦૬
૨૪૫
આહાહા.! આવી ચીજ છે છતાં સંતો એમ કહે છે કે, અમે વ્યાખ્યા કરતા નથી, આ ટીકા અમારાથી થઈ નથી. આહાહા.. કેમકે અમે તો જાણનાર છીએ નો વિકલ્પ આવ્યો તેને પણ જાણ્યો, ટીકા થઈ ગઈ તેને પણ જાણી), એ છે તો જાણ્યું એમ નહિ, એ સમયની પર્યાય પોતાને અને પરને પ્રકાશે એવા સામર્થ્યથી પ્રગટ થઈ છે, પરની અપેક્ષા વિના. આહાહા...! આ તો થોડું કાંઈક ટીકા કરતા) આવડે ને કાંઈક કરતા આવડે તો અમે કર્યું ને અમે કર્યું ને અમે કર્યું થાય). આહાહા...! આ તો માર્ગ એવો છે, પ્રભુ! આવા સંત એ પણ એમ કહે કે, આ ટીકા અમે કરી નથી, એ તો અક્ષરથી બની છે. આહાહા...!
“ : નિગમનસિ ર્તમોત્રો: વિમેવમ્ વિષત્તે' શું કહે છે? “સાંપ્રત વિદ્યમાન છે એવો બૌદ્ધમતને માનવાવાળો....” બૌદ્ધમતની વ્યાખ્યા કહે છે. ખરેખર તો જેને પર્યાયબુદ્ધિ છે એ બૌદ્ધમતિ છે. આહાહા. સમજાય છે કાંઈ ક્ષણિક પર્યાય ઉપર, રાગ ઉપર દૃષ્ટિ છે એ તો બધું ક્ષણિક માને છે, ત્રિકાળી વસ્તુ છે તેને તો માનતો નથી. સમજાય છે કાંઈ જેની ક્ષણિક પર્યાય ઉપર રમત છે, અને એ પર્યાયનું લક્ષ જાય છે રાગ ઉપર, વિકાર ઉપર તો એટલામાં જેની રમત છે, પર્યાયમાં રમે છે અને તે જ હું છું એમ માને છે, એ જૈન નામ ધરાવો તોપણ એ ક્ષણિક બૌદ્ધમતિ છે. આહાહા...! સમજાય છે કાંઈ? આ તો એક બૌદ્ધમતનો દાખલો (છે).
બૌદ્ધમતને માનવાવાળો કોઈ જીવ પોતાના જ્ઞાનમાં કર્તાપણા-ભોક્તાપણાનો ભેદ કરે છે. શું કહે છે કે, કર્તા ભિન્ન જીવ છે અને તેનું ફળ ભોગવનારો) ભોક્તા ભિન્ન જીવ છે. બીજી પર્યાય છે ને એ તો એક સમયની પર્યાયને જ માને છે. બીજે સમયે આત્મા જ બીજો થઈ ગયો, એમ કહે છે. આહાહા! જે પર્યાય થઈ એ પર્યાય ભિન્ન રહી અને જે ભોગવ્યું... અહીંયાં બીજી અપેક્ષા લેવી છે. નિશ્ચયમાં તો જે સમયે રાગ કરે છે તે સમયે ભોક્તા છે. સમજાય છે કાંઈ? ૧૦૨ ગાથા, સમયસાર'. જે સમયે કરે છે તે સમયે ભોગવે છે. સમજાય છે કાંઈ પણ અહીંયાં સિદ્ધ કરવો છે બૌદ્ધિકમત, ક્ષણિકવાદ. એને કહ્યું કે, જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી. વાત તો એ પર્યાયને ભોગવે છે એ સાચી વાત છે, પણ એ તો કહે કે, આત્મા જે કરે એ બીજે સમયે બીજો આત્મા ભોગવે છે. એમ કહે છે. સમજાય છે કાંઈ? એક સમયમાં આત્મા જે રાગને કરે છે તે આત્મા બીજે સમયે તેના ફળને ભોગવતો નથી, બીજે સમયે) બીજો આત્મા છે, એમ કહે છે. સમજાય છે કાંઈ પાછળ આટલી વાત સિદ્ધ કરવી છે. નહિતર તો ખરેખર તો આત્મામાં જે સમયે વિકાર થાય છે, કર્તાપણું, તે જ સમયે તેનો ભોક્તા છે. સમજાય છે કાંઈ?
અહીંયાં તો જે પર્યાય કરે છે તે પર્યાય ભોગવતી નથી માટે બીજો આત્મા માનવાવાળીની અપેક્ષાએ વાત લીધી છે. સમજાય છે કાંઈ? “સમયસારમાં તો એમ આવ્યું છે, આવ્યું છે ને? ૧૦૨ (ગાથા).