________________
કળશ-૧૯૧
૬૩
આહાહા..!
એની સામે હવે અહીં તો વાત છે. તત્ત્વનો આરાધક. હવે તત્ત્વ જે જ્ઞાનાનંદ પ્રભુ આત્મા, એની સેવા કરનાર એટલે આરાધક. પર્યાયમાં છે ને એ તો? આહાહા..! એના ફળ તરીકે અતીન્દ્રિયસુખલક્ષણ...' મોક્ષનું લક્ષણ કહ્યું. મોક્ષ એટલે શું ? કે અતીન્દ્રિય આનંદ. જેમાં અતીન્દ્રિય આનંદ અનંત છે એ જેનું લક્ષણ (છે) એવો મોક્ષ. એ સમ્યગ્દષ્ટિ રાગ ને કર્મના સર્વથા નાશથી તે અનંત સુખના લક્ષણવાળા મોક્ષને પામે છે. આહાહા..! અને (તત્ત્વનો વિરાધક) અનંત દુઃખના લક્ષણવાળી નિગોદ આદિ ગતિને પામે છે. સમજાણું કાંઈ?
‘કેવો છે?” શુદ્ધઃ મવન્” અતીન્દ્રિય અનંત આનંદલક્ષણ મોક્ષને પામે છે). સમ્યગ્દષ્ટિ – સ્વરૂપનો આરાધક, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની સેવા કરનારો... આહાહા..! એ કેવો છે? શુદ્ધઃ મવન્” એ શુદ્ધ થયો થકો. એની વ્યાખ્યા જરી કરી કે, રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિથી ભિન્ન થતો થકો.’ એમ. પુણ્ય અને પાપના ભાવ એ બધા રાગ, દ્વેષ ને દુઃખ છે. આહાહા..! ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, આ ૨ળવું, કમાવું એ એકલું પાપ છે, તીવ્ર દુઃખ છે અને દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, પૂજા, ભક્તિ એ રાગ મંદ છે, એ પણ દુઃખ છે. આહાહા..! બેય દુઃખ છે. બેય દુઃખની અહીંયાં રાગ-દ્વેષરૂપી વ્યાખ્યા કરી. ઓલા સુખની સામે લેવું છે ને?
રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ...’ દશાથી ‘ભિન્ન... આહાહા..! જેને રાગ અને દ્વેષ ને મોહનો એક અંશ રહ્યો નથી, એનાથી ભિન્ન થયો થકો. ‘શુદ્ધ: મવન્” (અર્થાત્) શુદ્ધ થયો થકો, એમ શબ્દ લીધો છે. એટલે કે પર્યાયમાં—અવસ્થામાં અશુદ્ધ હતો. એથી એણે રાગ-દ્વેષમોહ રહિત એનો અર્થ કરવો પડ્યો. રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણિત...' એની હતી. પર્યાયમાં એ દશા હતી. એનાથી ભિન્ન થયો. સમજાણું કાંઈ? આહાહા..! વસ્તુ તો આનંદકંદ પ્રભુ શુદ્ધ ચિદાનંદ આત્મા છે પણ એની પર્યાયમાં અશુદ્ધતા, પુણ્ય અને પાપ આદિ અશુદ્ધ રાગ-દ્વેષના ભાવ (છે) અને તે હું છું એવો મિથ્યાત્વભાવ એ દુઃખરૂપ છે, તેનાથી ભિન્ન થયો છે. સમ્યગ્દષ્ટિ આ રીતે ભિન્ન થયો ત્યારે તેને મુક્તિ થાય છે. આહાહા..! સમજાય છે કાંઈ?
‘અશુદ્ધ પરિણતિ...’ પરિણતિ એટલે અવસ્થા. એ રાગ-દ્વેષ-મોહની મલિન–અશુદ્ધ દશા. અશુદ્ધમાં બેય આવે, પુણ્ય અને પાપ બેય. હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, કામ, ક્રોધ, ૨ળવું, કમાવું, પૈસાનું વ્યાજ ઊપજાવવું, દુકાનની વ્યવસ્થા કરવી એ બધું એકલું પાપ. મુમુક્ષુ – પૈસાનું વ્યાજ ન ઊપજાવે પણ બેંકમાં મૂકે તો? ઉત્તર ઃબેંકમાં મૂકે તોય પાપ. એ વ્યાજ ઊપજાવવા માટે મૂકે છે ન્યાં. આહાહા..! અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ પુણ્ય. પણ બેય અશુદ્ધ અને મિલન છે.