________________
૬૪
કલશામૃત ભાગ-૬
આહાહા..! મુક્તિ કહેવી છે ને અહીં તો?
એ અશુદ્ધ પરિણતિથી ભિન્ન થતો થકો.' ભિન્ન થતો થકો. શુદ્ધઃ મવત્ છે ને? શુદ્ધઃ મવન્” શુદ્ધ થયો, એમ. ‘શુદ્ધઃ મવન્” એનો અર્થ એ થયો કે, અનાદિથી પર્યાયમાં અવસ્થામાં અશુદ્ધ ભવન-અશુદ્ધ હતો. વસ્તુ તો શુદ્ધ ચિદાનંદ પૂર્ણ છે પણ પર્યાયમાં અશુદ્ધ હતો એ શુદ્ધઃ મવ. એ અશુદ્ધતાનો નાશ કરીને શુદ્ધ દશા પ્રગટ કરી. જેવો એનો સ્વભાવ હતો એવી દશા પ્રગટ કરી. આહાહા..!
વળી કેવો છે? અહીં થયો થકો, એમ કીધું ને? ભિન્ન થયો થકો. શુદ્ધ: મવન્’ છે ને? એનો અર્થ એમેય થયો કે, કર્મ એને છૂટ્યા માટે શુદ્ધ થયો (એમ નથી). એ પોતે શુદ્ધ પુરુષાર્થથી શુદ્ધ થયો છે. શુદ્ધઃ મવન્” પોતે પુરુષાર્થથી પૂર્ણ શુદ્ધ નિર્મળ, પૂર્ણ અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય શાંતિની દશાને પોતે પ્રાપ્ત કરી છે. કર્મ નાશ થયા માટે આ થયું છે એ તો નાસ્તિથી એક વ્યાખ્યા કરી. સમજાણું કાંઈ? આહાહા..! નિશ્ચયથી તો એ રાગદ્વેષની અશુદ્ધતાનો નાશ થયો માટે શુદ્ધ થયો એમેય નથી. આહાહા..! એ સમયમાં શુદ્ધની અવસ્થા ષટ્કારકરૂપે પરિણતિ મુક્તિ થઈ છે. આહાહા..! સમજાય છે કાંઈ? પર્યાયમાં, હોં! દ્રવ્ય-ગુણને લઈને નહિ. આહાહા...!
પર્યાય નિર્મળ શુદ્ધ મુક્તિની અનંત આનંદ, અનંત જ્ઞાન (થયા), ઇ એક એક પર્યાય પરિપૂર્ણ આનંદ ને જ્ઞાન, દર્શન આદિ સ્વચ્છતા, અનંતી ઈશ્વરતા, એ એક એક પર્યાય ષટ્કા૨કથી પિરણિત થઈને શુદ્ધ થઈ છે. આહાહા..! અનંત કેવળજ્ઞાન પામ્યા ૫રમાત્મસ્વરૂપ આત્મા એ પણ કેવળજ્ઞાનની પર્યાય ષટ્કા૨કથી પરિણતિ થઈને પામ્યા છે. અનંત આનંદ પામ્યા એ આનંદ પણ ષટ્કારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એનાથી આનંદની એક એક પર્યાય પામ્યા છે. જ્ઞાનની પર્યાયથી આનંદની પર્યાય પામ્યા છે એમેય નહિ. આહાહા..! આવી ઝીણી વસ્તુ છે. કંઈ ખબર ન મળે. અનાદિથી રખડતો... આહાહા..! એથી ‘શુદ્ધ: મવન્” શબ્દ વાપર્યો. શુદ્ધ થયો થકો. એક એક પર્યાય જે વર્તમાન દુઃખરૂપ છે એનાથી મુક્ત થયો માટે આ શુદ્ધ થયો એ પણ એક વ્યવહાર છે. આહાહા..! પરમાર્થે તો ભગવાન પોતે જ પોતાની એ ષટ્કારકની પવિત્રતાથી શુદ્ધ દશા રૂપે પરિણમે છે માટે તે શુદ્ધ થયો છે. આહાહા..! ભારે વાતું, આવું છે.
‘વળી કેવો છે?” ‘સ્વખ્યોતિરોવ્ઝ દ્વૈતન્યામૃતપૂરપૂર્ણમહિમા' આહાહા..! શું કહે છે? ‘સ્વખ્યોતિરો∞ાદ્વૈત” ‘પછાત’ છે. ચૈતન્યઅમૃત પૂર પરિપૂર્ણ મહિમા. આહાહા..! દ્રવ્યના સ્વભાવગુણરૂપ.' દ્રવ્યના સ્વભાવગુણરૂપ. હવે વર્તમાનની વાત લેવી છે. દ્રવ્યનો સ્વભાવગુણરૂપ તો પરિપૂર્ણ નિર્મળ છે પણ તે સ્વભાવગુણરૂપ નિર્મળ વર્તમાન ધારા થઈ. આહાહા..! સમ્યગ્દર્શન થયા પછી સ્વરૂપમાં રમણતા, આનંદની લીનતા કરતા કરતા કેવળજ્ઞાન એટલે મુક્ત દશા થાય તે કેવી છે? કે, તે સ્વભાવગુણરૂપ નિર્મળ પરિણતિ છે. આહાહા..!