________________
કળશ-૧૯૧
૬૫
એ એનો સ્વભાવ જે શુદ્ધ ગુણ હતો એ ગુણની જે પરિણતિ છે. આહાહા..! મોક્ષ એટલે કોઈ એવી ચીજ નથી કે ઉપર લટકવું છે જાણે. મુક્તિશિલા ઉ૫૨ જવું, એ તો ક્ષેત્રની વ્યવહારની વાતું (છે). પોતાની દશામાં મિલનતા નામ દુઃખનું જે અનાદિથી વેદન છે એનો પણ વ્યય કરીને શુદ્ધ ઉત્પત્તિ કરવી એ પણ વ્યવહાર. ૫ણ ૫રમાર્થે પોતાથી શુદ્ધ ઉત્પત્તિ થાય છે તે એનો નિશ્ચય છે. સમજાણું કાંઈ? આહાહા..! આવો વખત મળે ક્યાં ?
શાંતિભાઈ’! ઝવેરાતની આડે અને આ પથ્થર આડે. પોપટભાઈ'ને પથરા હતા. ઇ પોપટભાઈ’ ગયા. હજી તો અહીં બેઠા હતા. આજે રવિવાર છે, ગુરુવારે ગયા ને શનિવારે રાત્રે ખલાસ. ભાઈ આવવાના છે, કહે છે, હોં! ‘હસમુખ’ હૈં? આવવાનો છે. બે-ત્રણ કરોડ રૂપિયા, ચા૨ કરોડ છે, કેટલાય કોડ હતા એમ કહે છે. હમણા અહીં બેઠા હતા. દિવાળી પહેલા. શનિવારની રાત્રે (કહ્યું), હું જાઉં છું. આહાહા..! થઈ રહ્યું. બાપુજી! કેમ છે? છ છોકરા. પાંચ-પાંચ લાખનો એક એકનો... શું કહેવાય? બ્લોક! પાંચ પાંચ લાખનો એક બ્લોક, એવા સાત બ્લોક. છ છોકરા અને એક પોતે. મને દુઃખે છે. ઉ૫૨થી છોકરાને બોલાવ્યા. ‘હસમુખ’ ઘણું કરીને આવશે. આજે આવવાનો છે. મોટો છોકરો છે ને? આવ્યો, કહે, બાપુજી! કેમ છે? (તો કહ્યું), જાઉં છું. બસ! એટલું (બોલ્યા). હવે કરોડો રૂપિયા. ઘણા કહે છે, કો'ક તો કહેતું હતું, છ-સાત-આઠ કરોડ રૂપિયા (છે). પણ ધૂળેય કાંઈ સાથે આવી નહિ. અને દુઃખી. દુઃખે છે. બોલાવો, ‘હસમુખ’ને. ‘હસમુખ’ ઉ૫૨થી હેઠે ઉતરે ત્યાં તો, બાપુજી! કેમ છે? તો કહ્યું, જાઉં છું. હવે શરીર નહિ રહે. આહાહા..! એવા દુઃખો, એથી તો અનંતગુણા દુઃખો નરકમાં છે, બાપુ! એ દુઃખ તેં સહન કર્યા, તને ખબર નથી. આહાહા..! એ દુઃખથી મુક્ત થવું એ પણ વ્યવહાર અને અનંત આનંદ અને સુખની વર્તમાન પ્રાપ્તિ થવી તે ૫૨માર્થ. આહાહા..! કેમકે મોક્ષની પર્યાય પણ સત્ છે અને સત્ છે એને હેતુ હોઈ શકે નહિ. આહાહા..! વ્યય થયો માટે થયું એ પણ નહિ. ઉત્પાદ ઉત્પાદને કારણે, વ્યય વ્યયને કારણે, ધ્રુવ ધ્રુવને કારણે. આહાહા..! ૧૦૧ ગાથા, પ્રવચનસાર’ ૧૦૧ ગાથા. ભાઈ આવ્યું છે ને? કેવળજ્ઞાનનો ઉત્પાદ થયો એ ઉત્પાદ ઉત્પાદને કારણે (થયો). અશુદ્ધતા ટળી માટે, એને કર્મ ટળ્યું માટે એ પણ નહિ. આહાહા..! અને અશુદ્ધતાનો વ્યય થયો, નાશ થયો એ પણ ઉત્પાદ થયો માટે નાશ થયો એમેય નહિ. વ્યય વ્યયને કારણે, ઉત્પાદ ઉત્પાદને કા૨ણે, ધ્રુવ ધ્રુવને કારણે. શું હશે આ ઉત્પાદ? આ બહારમાં ઉત્પાદ કરે એવો ઉત્પાદ હશે? આ માણસ ઉત્પાદ કરે છે ને, લોહવાટ! આખો દિ' આ ધંધા. એ ઉત્પાદ હશે? એ તો ઉત્પાત છે અને આ તો ઉત્પત્તિ છે). આહાહા..!
અનંત આનંદ અને અનંત શાંતિ, શાંતિ, શાંતિ, શાંતિ, શાંતિ.. સાગર ઊછળ્યો. આહાહા..! પર્યાયમાં અનંત આનંદ અને શાંતિ પ્રગટ્યા) એનું નામ મુક્તિ, એનું નામ મોક્ષ. એ ‘શુદ્ધ: મવન્’. આહાહા..! દ્રવ્યના સ્વભાવગુણરૂપ, નિર્મળ...’ છે? ‘પઘ્ધતત્” ઊછળ્યું.