________________
કલશમૃત ભાગ-૬
ઊછળ્યું, કહે છે. પરિણમન થયું, એમ. “૩છત” એટલે “ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ...” આહાહા.! સંસારમાં અનાદિથી એક સમયના વિરહ વિના અનંત ધારાવાહી દુખને ભોગવતો હતો). આહાહા.! એ અહીંયાં આત્મજ્ઞાની પ્રાણી પોતાના સ્વરૂપનું આરાધન કરી અને અનંત ધારાવાહી પર્યાય, પ્રવાહ, જેનો પર્યાય તૂટે નહિ, ધારાપ્રવાહ... આહાહા...! ધારાપ્રવાહ, સમજાણું? એ આ ઓલાપણે ગયા હતા. નથી ઓલો મોટો શું કહેવાય? જોગફોલ જોધપુરમાં) ઉપરથી સદાય પાણીનો મોટો ધોધ વહે છે. પણ ઈ તો આપણે અહીં એક પાણી વહેતું. અહીં “બગસરા'! “બગસરા” છે ને ત્યાં ત્રણ નદીઓ છે. બગસરા ગામની નીચે નદી છે, આમ નદી છે અને આમ નદી છે (એમ) ત્રણ નદી છે. અમે એકવાર (સંવત) ૧૯૮૪માં ગયેલા. ત્યારે નદીમાં એટલું પાણી આમ એક પ્રવાહ (હતું) કે ત્યાં એક સંચો ગોઠવેલો હતો. ‘ગાંધી”. “રાજકોટના એક ગાંધી' હતા. આ ગુલાબચંદ ગાંધીના કો'ક કુટુંબી હતા. નામ ભૂલી ગયો. હું દિશાએ ગયો હતો ત્યાં એ ઊભા હતા, કીધું આ શું)? એમણે કહ્યું, આ સંચાને ચલાવવો પડતો નથી. પાણીનો ધોધ સંચા ઉપર પડે એટલે ચાલવા માંડે). ગાંધી હતા, ગાંધી'. નામ ભૂલી ગયો. ૧૯૮૪ની વાત છે. એવો ધોધ, નદીના પાણીના ધોધ, હોં પાણી એટલે કે સંચાને ચલાવવો ન પડે, એ સંચો ચાલ્યા કરે.
એમ અહીંયાં આત્મામાંથી આનંદનો ધોધ પ્રવાહ વહે છે. આહાહા.! જેમ ત્રુટક વિના અનાદિ નિગોદથી માંડીને નવમી રૈવેયક સુધી અનંત દુઃખના ધારાપ્રવાહીને વેદે છે, આહાહા..! એમ મોક્ષમાં અનંત ધારાપ્રવાહી, પ્રવાહ શબ્દ છે ને? પ્રવાહ મૂક્યો છે ને? પ્રવાહ. આહાહા...! અનંત ધારાપ્રવાહરૂપ પરિણમન. જેની અવસ્થાશીલ જેનો સ્વભાવ થઈ ગયો. આહાહા.! પરિણમનશીલ. જેની પર્યાયનો સ્વભાવ અનંત આનંદ થઈ ગયો. આહાહા...! એનું નામ મુક્તિ. એ મુક્તિ સમ્યગ્દષ્ટિ પામે છે, અજ્ઞાનીને નિગોદ મળે છે. આહાહા... સમજાણું કાંઈ? આહાહા...!
પરિણમન વળી “શીલ' શબ્દ વાપર્યો છે. પરિણમન–અનંત આનંદની ધારા પ્રવાહરૂપ જેનો સ્વભાવ છે, એમ. અનંત આનંદની ધારા પ્રવાહરૂપ જેનો સ્વભાવ છે. આહાહા.! “એવો જે ચેતનાગુણ” એટલે વર્તમાન દશાની વાત છે, હોં! તે રૂપ જે.” “અમૃત આહાહા...! પર્યાયમાં અમૃતધારા વહી, કહે છે. આહાહા.! ધર્મની પહેલી દૃષ્ટિ સમ્યગ્દર્શન થતાં સમ્યગ્દષ્ટિ હજી ચોથું ગુણસ્થાન, હોં! આ બાર વ્રત ધારે એ શ્રાવક તો પછી આવે, અત્યારે તો જે શ્રાવક છે એ બધા સમજવા જેવા છે. સાચા શ્રાવક તો એને કહીએ કે જેને આ પહેલું સમ્યગ્દર્શનમાં અમૃતના સ્વાદ આવ્યા હોય, નમૂનો આવ્યો હોય. આહાહા...! આત્મા તો અતીન્દ્રિય અમૃતનો સાગર છે. શેઠ! તમારું “સાગર!
મુમુક્ષુ – એ તો સંસાર... ઉત્તર :- સાચી વાત છે, વાત તો સાચી છે. આહાહા...!