________________
કળશ-૧૯૧
૬૭
આ તો અનંત આનંદનો સાગર. પ્રવાહ કહે છે કે, અંદરથી વહે છે. આહાહા...! “જે અતીન્દ્રિય સુખ, તેના...” “પૂર' આહાહા...! જેમ પાણીના પૂર આવે છે ને? એમ પર્યાયમાં મોક્ષમાં અનંત આનંદનું પૂર વહે છે. આહાહા. સંસારમાં મિથ્યાદૃષ્ટિને અનંત દુઃખનું પૂર વહે છે. આ બધા પૈસાવાળા શેઠિયા સુખી નથી, હોં! એ બધા બિચારા દુઃખી છે, ભિખારા, રાંકા છે, બધા રાંક (છે). આત્માના ભાન વિનાના, લક્ષ્મી વિનાનાને શાસ્ત્રમાં વરાંકાં કહ્યા છે. ભિખારી છે, ભિખારા છે, માંગણ છે, માંગણ. આ લાવો, આ લાવો, આ લાવો (કર્યા કરે છે). આહાહા...!
સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આનંદના સ્વભાવનો નમૂનો તો મળ્યો હતો એમાં લીન થતાં થતાં તેને ધારાપ્રવાહરૂપી મોક્ષની દશા અતીન્દ્રિય સુખ, તેનો પ્રવાહ એનો પ્રવાહ. આહાહા...! અમારે ઉમરાળ’ નદી મોટી છે. “કાળુભાર. નાની ઉંમરમાં અમે છોકરા દસ-દસ વર્ષના હતા તો નદીમાં રમતા. ત્યાં ડોસાઓ, વૃદ્ધ ઊભા હોય એ રાડ્યું પાડે, એકદમ રાડ્યું પાડે, એ. છોકરાઓ નીકળી જાઓ. અહીં કોરી નદી, કાંકરા, માથે વરસાદનું પાણી નહિ, બિંદુ નહિ પણ માથેથી વીસ વીસ ગાઉથી વરસાદનું પાણી આવે-ઘોડાપુર. ઘોડો જેમ ઊંચો આવે ને એમ એટલો પાણીનો પ્રવાહ આવે. પાણીનું દળ ઉપરથી ચાલ્યું આવે. ઘોડાપુર કહેતા એને. ઘોડા જેટલું ઊંચું અને ઘોડાની ગતિ. ગતિ એકદમ. એટલે આગળ ઊભા હોય એ છોકરાઓને રાડ પાડે, નીકળો રે નીકળો. શું છે પણ એ પાણી ધોડા આવ્યા, હમણા ચાલ્યા જશે. ઘોડાપુરા ઘોડા જેટલું ઊંચું અને ગતિ એકદમ. કેમકે ચારે કોર નદીના વરસાદના પાણી ભેગા થઈને આવે). આટલું આટલું દળ પાણીનું અને અહીં કાંકરા હોય. ચાલ્યું આવે. અહીં કહે છે, અંદર એવું આનંદનું પૂર વહે છે. આહાહા...! આ મોક્ષની વ્યાખ્યા છે. સંસાર અજ્ઞાનીને આનંદના પૂરના ઠેકાણે દુઃખના પૂર વહે છે. દુઃખી છે બિચારા દુઃખમાં ગરકાવ છે. આહાહા...!
અહીંયાં કહે છે, અતીન્દ્રિય સુખ, તેનું પૂર–એનો પ્રવાહ. એનું પૂર. પૂર્ણ શબ્દ છે. એમ કે, તન્મય છે, પૂર્ણ છે. આહાહા...! જેની પર્યાયમાં અતીન્દ્રિય સુખના પૂરના પ્રવાહ તન્મયપણે વર્તે છે. આહાહા...! એને મોક્ષ કહીએ અને તેના માર્ગને મોક્ષનો માર્ગ કહીએ. આહાહા.! એ “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણી મોક્ષમાર્ગ અત્યારે તો સમ્યગ્દર્શન એટલે કાંઈ નહિ. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા. હવે વ્રત ને તપ લઈ લ્યો એટલે શ્રાવક ને સાધુ થઈ જાય. કાંઈ ભાન ન મળે. હજી સમ્યગ્દર્શન શું ચીજ છે એની ખબરું ન મળે. આહાહા..!
અહીંયાં કહે છે, સમ્યગ્દર્શનમાં તો અનંતા ગુણોના અંકુર ફૂટે અને આ છે તે હવે આખા મોટા ફળ ફાલ્યા. આહાહા...! મોક્ષની પર્યાયમાં તો, જે અંકુર ફૂટ્યા હતા તેના ફળ પાક્યા. આહાહા. અનંત ગુણનો દરિયો ભગવાનઆત્મા, એની સન્મુખ અને આશ્રય થતાં