________________
૬૮
કલશમૃત ભાગ-૬
જેટલા ગુણો (છે) તેના થોડા અંકુરો ફૂટ્યા. આહાહા.! સર્વ ગુણાંશ તે સમકિત, કહ્યું છે ને? સર્વ ગુણાંશ-સર્વ ગુણનો અંશ પ્રગટ થાય તે સમકિત. આહાહા...! એમાંથી જેને પૂર્ણ ગુણની પર્યાયના પૂર વહ્યા. આહાહા...! મોક્ષ. પૂર જેનું, તે પણ પૂર્ણ. “પૂર્ણ નો અર્થ તન્મય કર્યો. પૂર્ણ તન્મય. વસ્તુ એક સમયની પર્યાયમાં. આહાહા...!
હમણા કહ્યું નહિ કે, નારકીના એક ક્ષણના દુઃખને કરોડો ભવ અને કરોડો જીભથી ન કહી શકાય, ભાઈ! એવા દુઃખમાં તું અનંતવાર ગયો તો આ આનંદની શું વાતું કરવી? એમ કહે છે. દુઃખ તો વિકાર છે અને વિકાર પરિપૂર્ણ તો ક્યાંય હોઈ શકે નહિ. ભાઈ! વિકાર છે એ પરિપૂર્ણ હોઈ શકે નહિ કારણ કે દ્રવ્ય છે એટલે પૂર્ણ વિકારી થઈ શકે જ નહિ આહાહા.. એટલી એની યોગ્યતા રહે જ છે. આહાહા.. જેમ શુભભાવમાં શુદ્ધનો અંશ કહ્યો છે ને? આહાહા...! જેને અનંતમાં પૂર્ણ દશા પ્રગટ થઈ. આહાહા. એની પૂર્ણતાની વાતું શું કહેવી ? કહે છે. આહાહા.!
એવા પૂર્ણ તન્મયની “મહિમા માહાસ્ય જેનું...” છે એવો મોક્ષ છે. આહાહા. છે તો આ બધી પર્યાય, હોં હૈ? આ તો પર્યાય છે. સમ્યગ્દર્શન એ પર્યાય છે, સમ્યજ્ઞાન એ પર્યાય છે, ચારિત્ર એ પર્યાય છે, કેવળજ્ઞાન એ પર્યાય છે. આહાહા. પર્યાયનું પણ આટલું જોર છે. એક સમયની મુદત છે છતાં એ પરિપૂર્ણ અનંત સુખના સ્વભાવના પૂરથી જેની મહિમા માહાભ્ય છે. આહાહા...! મહિમા છે, એવો છે.”
વળી કેવો છે? “નિત્યમ્ તિઃ “સર્વ કાળ અતીન્દ્રિય સુખસ્વરૂપ છે. મોક્ષમોક્ષ. આહાહા...! આત્માની જ્યાં આનંદ દશા પ્રગટ થઈ એ તો સર્વ કાળ તે રૂપે રહેવાની છે હવે. આહાહા...! “સર્વ કાળ...” “નિત્યમ દ્વિતઃ સદાય પ્રગટ છે. “સર્વ કાળ અતીન્દ્રિય સખસ્વરૂપ...” એટલું કહ્યું. પ્રશ્ન તો એટલો છે), નિત્ય ઉદય છે, એમ. એ પૂર્ણ આનંદ અને પૂર્ણ પ્રવાહ જે પ્રગટ્યો એ કાયમ નિત્ય રહેનાર છે. છે તો પર્યાય પણ પર્યાય એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી રહેશે, એમ. છે તો એક સમયની પણ એવી ને એવી કાયમ રહેશે. આહાહા..!
નિયત સર્વોપરીવ્યુતઃ હવે એ અતીન્દ્રિય સુખ પામ્યો શી રીતે? જરી અસ્તિ-નાસ્તિ કરે છે. નિશ્ચયથી નિયત’ નામ જરૂર. “અવશ્ય.” “સર્વોપરાધ' જેટલા સૂક્ષ્મ-સ્કૂલરૂપ રાગદ્વેષ-મોહરૂપ પરિણામો, સૂક્ષ્મ કે સ્થૂળ રાગ-દ્વેષ-મોહરૂપી પર્યાય. ‘તેમનાથી.” “ચુત સર્વ પ્રકારે રહિત છે. આહાહા.! સર્વ પ્રકારે રહિત છે ત્યાં કોઈ દુઃખનો અંશ નથી. આહાહા...! આનંદ આનંદ આનંદ તે અતીન્દ્રિય આનંદ. આ ઇન્દ્રિય આનંદમાં દુઃખ છે, ઈ તો દુઃખ છે, ઈ તો દુઃખી પ્રાણી છે. ઇન્દ્રિયના આનંદમાં આનંદ નથી, એ તો માને છે કે મને ઠીક છે. એ તો દુઃખ છે. આહાહા...! આ તો આનંદનું પૂર વહે છે. નિત્ય રહેનારું છે. આહાહા...!