________________
કળશ-૧૯૧
૬૯
શું કરતો થકો આવો થાય છે?” ‘વન્ધધ્વંસમ્ પેત્ય” જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના બંધરૂપ પર્યાયની સત્તાના નાશરૂપ...’ સત્તા નાશ કરી નાખી છે. નથી કહેતા કે, આ સત્યાનાશ થઈ ગયો. એ સત્યાનાશ નહિ, સત્તા નાશ. એ ઇન્દૌર’ના પંડિત કહેતા, “બંસીધરજી’. સત્તાનાશ, સત્યાનાશ. અશુદ્ધતાનો તો સત્યાનાશ કરી નાખ્યો અને સત્ય એવું આ આનંદ અને જ્ઞાન જેને સમ્યગ્દર્શન અને સમ્યપ્ચારિત્રના ફળરૂપે જેને દશા પ્રગટી.. આહાહા..! એ તો કાયમ રહેનારી છે, એમ.
સત્તાના નાશરૂપ અવસ્થાને પામીને.’ જોયું? અવસ્થા લીધી. અશુદ્ધ અવસ્થાના નાશને પામીને શુદ્ધ અવસ્થા પામી. જ્ઞાન તો કરાવે ને! વળી શું કરતો થકો આવો થાય છે?” ‘તત્ સમમ્ર પરદ્રવ્ય સ્વયં ત્યવત્ત્તા' આહાહા..! એ ‘દ્રવ્યકર્મ...’ એટલે જડકર્મ જ્ઞાનાવરણાદિ. ભાવકર્મ...’ એટલે પુણ્ય-પાપના ભાવ. ‘નોકર્મ..’ એટલે શરીર, વાણી, મન. એ બધી સામગ્રીનું મૂળથી મમત્વ સ્વયં છોડીને.’ આહાહા..! સમ્યગ્દર્શનમાં એ મૂળથી બધી ચીજના મમત્વથી રહિત થઈ. એક રાગનો કણ, દયા, દાન મારા છે એનાથી રહિત સમિકતી છે. આહાહા..! અને આની તો હવે તદ્દન પૂર્ણ દશા થઈ ગઈ. આહાહા..!
‘તત્ સમમાં પદ્રવ્ય સ્વયં ત્યવત્ત્તા” ભાષા છે ને? ‘સ્વયં ત્યવત્ત્તા” સ્વયં છોડીને.’ પોતે જાતે પુરુષાર્થથી અશુદ્ધતાને છોડીને એમ કહે છે. કર્મ છૂટ્યા માટે છૂટ્યો એમેય નહિ, એમ કહે છે. આહાહા..! અશુદ્ધતાને સ્વયં છોડીને. સ્વયં છોડીને, સ્વયં મોક્ષની ઉત્પત્તિ કરી છે. આહાહા..! સમજાણું કાંઈ? આહાહા..! મમત્વ સ્વયં છોડીને.’
કેવું છે પરદ્રવ્ય” હવે ઇ પદ્રવ્ય કેવું છે? ‘અશુદ્ધિવિધાયિ” ‘અશુદ્ધ પરિણતિને બાહ્યરૂપ નિમિત્તમાત્ર છે.’ બાહ્ય કર્મ જે છે જડકર્મ આદિ એ બધા અંદર વિકારી પરિણામને બાહ્ય નિમિત્ત છે. વિકારી પરિણામ તો પોતે જ કરે છે, એ કંઈ કર્મથી થયા નથી. આહાહા..! છે? ‘દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ સામગ્રીનું મૂળથી મમત્વ સ્વયં છોડીને. કેવું છે પરદ્રવ્ય” કે, ભાવકર્મ જે અશુદ્ધ પરિણતિને બાહ્યરૂપ નિમિત્તમાત્ર છે.’ આહાહા..! કર્મ કંઈ વિકાર કરાવતું નથી એને. પોતે ઊંધો પડીને કરે ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા..!
‘અશુદ્ધિવિધાયિ’ અશુદ્ધિનું નિમિત્ત. એમ. ‘વિતા” ‘નિશ્ચયથી’ Tઃ સ્વદ્રવ્યે રતિમ્ પતિ આહાહા..! પરદ્રવ્યના ભાવને છોડીને અને સ્વદ્રવ્યમાં રતિ. આત્મા આનંદ સ્વરૂપ ભગવાન (છે) એમાં સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધ ચૈતન્યમાં રત થયો છે...' આહાહા..! રતિ, તિનો અર્થ કર્યો. લીન થયો છે, રત થયો છે અર્થાત્ નિર્વિકલ્પ અનુભવથી ઊપજેલા સુખમાં મગ્નપણાને પ્રાપ્ત થયો છે.' આહાહા..! સમ્યગ્દષ્ટિ જીવને મુક્તિ હોય છે. જેને રાગ ને પુણ્ય, દયા, દાન મારા એવી માન્યતા છે એ મિથ્યાદૃષ્ટિને સંસાર નિગોદ ફળ છે. આહાહા..! આને આ મોક્ષનું ફળ કેવું છે? કે, નિત્ય રહેનારું છે. આહાહા..! એમાં લીન થયો છે.
ભાવાર્થ આમ છે કે સર્વ અશુદ્ધપણું મટતાં થાય છે શુદ્ધપણું,... એમ. બધું પૂર્ણ