________________
૭૦
કલશામૃત ભાગ-૬
અશુદ્ધ નાશ થતાં શુદ્ધપણું પ્રગટે છે. તેના સહારાનો છે શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ.... આહાહા..! એને સહારો છે શુદ્ધ અનુભવ. શુદ્ધ પરિણતિને સહારો શુદ્ઘનો અનુભવ, એવો મોક્ષમાર્ગ છે.' આહાહા..! શુદ્ધ પરિણતિને સહારો છે પોતાનો પુરુષાર્થ, એમ કહે છે. શુદ્ધ ચિદ્રૂપનો અનુભવ....' આનંદનો નાથ ભગવાન, એનો અનુભવ એ મોક્ષનો માર્ગ છે. વચ્ચે દયા, દાન, વ્રત પરિણામ આવે એ તો બંધના કારણ છે, મોક્ષનો માર્ગ નથી. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)
Sover
(મન્દાક્રાન્તા)
बन्धच्छेदात्कलयदतुलं
मोक्षमक्षय्यमेत
न्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम् । एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ।।१३-१९२ ।।
ખંડાન્વય સહિત અર્થ :- તાત્ પૂર્ણ જ્ઞાનં ધ્વનિતમ્' (તત્) એ પ્રમાણે જે કહ્યું છે તે, (પૂર્વી જ્ઞાન) સમસ્ત કર્મમળકલંકનો વિનાશ થતાં, જીવદ્રવ્ય જેવું હતું અનંત ગુણે બિરાજમાન, તેવું (જ્વલિતમ્) પ્રગટ થયું. કેવું પ્રગટ થયું ? ‘મોક્ષમ્ લયસ્’(મોક્ષમ્) જીવની જે નિઃકર્મરૂપ અવસ્થા, (લયત્) તે અવસ્થારૂપ પરિણમતું થયું. કેવો છે મોક્ષ ? ‘અક્ષય્યમ્’ આગામી અનંતકાળ પર્યન્ત અવિનશ્વર છે, (અનુત્ત્ત) ઉપમા રહિત છે. શા કારણથી પ્રગટ થયું ? “વન્ધવાત્” (વન્ધ) જ્ઞાનાવરણાદિ આઠ કર્મના (છેવાતુ) મૂળ સત્તાથી નાશ દ્વારા. કેવું છે શુદ્ધ જ્ઞાન (અર્થાત્ જીવદ્રવ્ય) ? ‘નિત્યોદ્યોતટિતસદનાવસ્થમ્” (નિત્યોદ્યોત) શાશ્વત પ્રકાશથી (દિત) પ્રગટ થયું છે (સપ્નાવસ્થમ્) અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવદ્રવ્ય જેને, એવું છે. વળી કેવું છે ? ‘પ્રાન્તશુદ્ધમ્’ સર્વથા પ્રકારે શુદ્ધ છે. વળી કેવું છે ? ‘અત્યન્તાશ્મીરધીર’ (અત્યન્તાશ્મીર) અનંત ગુણે બિરાજમાન એવું છે, (ધીર) સર્વ કાળ શાશ્વત છે. શા કારણથી? ‘ાળારસ્વસમરતઃ' (પુર) એકરૂપ થયેલાં (સ્વરસ) અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ અને અનંતવીર્યના (મરતઃ) અતિશયના કારણે. વળી કેવું છે ? સ્વસ્ય અશ્વને મહિનિ તીનં' (સ્વસ્ય અપને મહિમ્નિ) પોતાના નિષ્કમ્ય પ્રતાપમાં (લીન) મગ્નરૂપ છે. ભાવાર્થ આમ છે કે - સકળકર્મક્ષયલક્ષણ મોક્ષમાં આત્મદ્રવ્ય સ્વાધીન છે, અન્યત્ર ચતુર્ગતિમાં જીવ પરાધીન છે. મોક્ષનું સ્વરૂપ કહ્યું. ૧૩-૧૯૨.