________________
કળશ-૧૯૨
૭૧
પોષ વદ ૧, મંગળવાર તા. ૨૪-૦૧-૧૯૭૮.
કળશ-૧૯૨ પ્રવચન–૨૧૩
આ “કળશટીકા ચાલે છે. “મોક્ષ અધિકારનો છેલ્લો કળશ છે. મોક્ષ... મોક્ષ. મોક્ષની વ્યાખ્યા કરશે.
(ભન્દાક્રાન્તા) बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेतन्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम् । एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं पर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ||१३-१९२।।)
તત્વ પૂર્ણ જ્ઞાન ક્વનિત શું કહે છે? કે, આ આત્મા જે છે આત્મા અંદર એ તો જ્ઞાનાનંદ, સહજાનંદ સ્વરૂપ છે. તેનું મૂળ અસલી સ્વરૂપ જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન સ્વરૂપ (છે). એ જેની પ્રગટ દશામાં પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય અને ચાર ગતિ પરિભ્રમણથી રહિત થાય તેનું નામ મોક્ષ કહે છે. મોક્ષ એ આત્માનું અતીન્દ્રિય શુદ્ધ પરિણામ છે તો તેનું કારણ પણ અતીન્દ્રિય શુદ્ધ પરિણામ હોવું જોઈએ. સમજાણું કાંઈ?
મોક્ષ શું છે? છે ને? એ આવ્યું ને? “તત્ પૂર્ણ જ્ઞાન ક્વનિતમ્ “એ પ્રમાણે જે કહ્યું છે તે, સમસ્ત કર્મમળકલંકનો વિનાશ થતાં, જીવદ્રવ્ય જેવું હતું...” છે? સૂક્ષ્મ વાત તેમાં કહી છે. જીવ જે અંદર આત્મા છે એ તો જેવો હતો એવો પ્રગટ થયો. કેવો? કે, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત અતીન્દ્રિય શાંતિ, સ્વચ્છતાનો પિંડ, પુંજ આત્મા છે. એ આત્મા જેવો હતો, જેમ લીંડીપીપરમાં ચોસઠ પહોરી તીખાશ હતી તો ઘૂંટવાથી પ્રગટ બહાર આવે છે. એ પ્રાપ્તની પ્રાપ્તિ છે, એમ જેવું હતું, ચોસઠ પહોરી તીખાશ એમાં–લીંડીપીપરમાં હતી તો ઘૂંટવાથી બહાર આવી). ચોસઠ પહોરી કે રૂપિયો કહો કે સોળ આના કહો, (એ) પ્રગટ થાય છે. એમ જીવદ્રવ્ય જેવું હતું... આહાહા! છે? આ મોક્ષની વ્યાખ્યા કરે છે.
આ ભગવાન આત્મા દેહથી, આ તો માટી જડ ધૂળ છે. તેને જાણનારો. નિશ્ચયથી તો