________________
૭૨
કલશામૃત ભાગ-૬
એમ છે, જરી સૂક્ષ્મ પડશે, પોતાની વર્તમાન જ્ઞાનની જે પર્યાય છે એ જ્ઞાનની પર્યાય પરને જાણે છે એ તો અસદ્ભુતનયથી કહેવામાં આવ્યું છે. ખરેખર તો પોતાની જ્ઞાનની પર્યાયમાં ૫૨ જાણવામાં આવે છે એ વ્યવહા૨ છે પણ એ પર્યાયમાં પોતાનું જ્ઞાન થાય છે એ નિશ્ચય છે. આ જેની સત્તામાં જાણવામાં આવે છે, સત્તા નામ જેની પર્યાય—અવસ્થા—હાલત વર્તમાન. આ તો જીવદ્રવ્યની વ્યાખ્યા છે પણ વર્તમાનમાં જે જ્ઞાનની પર્યાય-અવસ્થા છે તેમાં આ જાણવામાં આવે છે એ ખરેખર એ જાણવામાં નથી આવતું. જાણવામાં તો પોતાની જ્ઞાનની વર્તમાન અવસ્થાની તાકાત જાણવામાં આવે છે. આહાહા..! સૂક્ષ્મ છે, ભાઈ! ધર્મ બહુ સૂક્ષ્મ છે. લોકોએ બહા૨થી કલ્પો છે, આ દયા, દાન ને વ્રત ને ભક્તિ ને તપ એ ધર્મ-બર્મ નથી. ધર્મ અંતરની કોઈ અપૂર્વ ચીજ છે.
કહે છે કે, એક સમયની પોતાની જે વર્તમાન દશા પ્રગટ છે એ દશામાં આ.. આ.. આ જાણવામાં આવે છે એ કહેવું તે વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની પર્યાય પોતાથી જાણવાની પ્રગટે છે તેને જ જાણે છે. આહાહા..! કેમકે જેમાં તન્મય થઈને જાણે તેને જાણવું કહેવાય છે. તો પ૨ને જાણવું (થાય છે એ) ૫૨ને શાનમાં તન્મય થઈને તો જાણતું નથી. ‘હસમુખભાઈ'! ઝીણી વાતું છે બધી. આહાહા..!
આ તો અંદર આત્મદ્રવ્ય જેવું હતું તેવું પ્રગટ થયું, એમ કહે છે ને? તો અહીંયાં કહેવું છે કે, તેની વર્તમાન પર્યાયમાં જ્ઞાનની દશા પરને જાણતી હતી તે ખરેખર (જાણતી) નહોતી. કેમકે પરમાં તન્મય નથી માટે ખરેખર ૫૨ને જાણતી નથી. ૫૨ સંબંધીનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી થાય છે તેને જાણે છે. આહાહા..! હૈં? આવું ઝીણું છે.
મારે તો બીજું કહેવું છે કે, જે એક સમયની જ્ઞાનની વર્તમાન દશા ૫૨ને જાણે છે એમ તો નથી. કેમકે તેમાં તન્મય, એકમેક તો છે નહિ. એકમેક થયા વિના તેને જાણે છે એમ કેમ કહેવાય? ભાઈ! આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! અહીં તો ભગવાન તરીકે બોલાવે છે. આત્મા અંદર ભગવાન સ્વરૂપ જ છે તેને ખબર નથી. અહીંયાં તો એક સમયની વર્તમાન આ જાણન છે ને? જાણન દશા, પ્રગટ, એ ખરેખર તો જ્ઞાનની પર્યાય શાનની પર્યાયને જ જાણે છે. આહાહા..! એ પણ હજી પર્યાયબુદ્ધિ થઈ. ઝીણી વાત છે, ભાઈ!
સર્વજ્ઞ ૫૨માત્મા ત્રિલોકનાથ થયા તે ક્યાંથી થયા? એ અંદરમાં છે તેમાંથી થયા. જેવું હતું, એમ કહ્યું ને? અંદરમાં એની શક્તિ અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ આદિનો સાગર ભગવાન અંદર છે. જેવું હતું...’ પ્રથમ પોતાની પર્યાયમાં ૫૨ને જાણતો નથી પણ પોતાને જાણે છે પણ એ તો એક સમયની પર્યાયબુદ્ધિ છે. એ એક સમયની અવસ્થા જેવું હતું તેને જાણે. ઝીણી વાત છે, ભાઈ! આ તો ધર્મની વાત છે. જો એક સમયની વર્તમાન દશા ચાલે છે એ પ૨ને જાણતી નથી. ખરેખર તો પોતાની પર્યાયમાં તન્મય છે તો તેને જાણે છે, ૫૨માં તન્મય નથી. હવે એ એક સમયની પર્યાય પોતાને જાણે છે પર્યાય, ત્યાં