________________
કળશ- ૧૯૨
૭૩
સુધી તેની પર્યાયબુદ્ધિ, અંદબુદ્ધિ, વર્તમાનબુદ્ધિ થઈ. આહાહા.! હવે એટલું જાણે ત્યારે (આમ કહેવાય) પરને જાણે (છે) એ વાત તો ક્યાંય રહી ગઈ. આહાહા! સમજાણું કાંઈ? ધર્મ એવી ચીજ છે). સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ વીતરાગ પરમેશ્વરે જે ધર્મ કહ્યો એ અલૌકિક ચીજ છે અને એ વિના જન્મ-મરણનો અંત કદી આવ્યો નથી. જન્મ-મરણ કરતા કરતા કરતા અનંતકાળથી રખડતો પરિભ્રમણ કરે છે. આહાહા.! શું કહેવું હતું?
અહીંયાં મોક્ષની વાત ચાલે છે. પરંતુ પહેલા અહીંયાં વર્તમાન પર્યાય, મુક્ત સ્વરૂપ જીવદ્રવ્ય જેવું હતું તેવું વર્તમાન પર્યાયમાં જ્યારે જાણવામાં આવે છે ત્યારે તો તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આહાહા.! સમજાણું કાંઈ? આવી વાત છે. હસમુખભાઈ! ત્યાં કયાંય પૈસાઐસામાં કાંઈ મળે એવું નથી, કરોડ-ફરોડમાં ને ધૂળમાં. બધી ધૂળ છે, પૈસા પાંચ કરોડ ને દસ કરોડ ને અબજ રૂપિયા. એ તો માટી છે, ધૂળ છે. આ પણ ધૂળ માટી છે. આ ચીજ ક્યાં છે? રાખ છે, આ તો મસાણની રાખ થશે. અંદર ભગવાન આત્મા જે છે એ તો આનંદ પ્રભુ, સચ્ચિદાનંદ સત્ શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર હતો, છે, તે પહેલા પર્યાયમાં જાણવામાં આવ્યો. આહાહા.! કહેવું છે?
મોક્ષ છે એ પૂર્ણ એકાંત શુદ્ધ છે એમ આગળ કહેશે. એકાંત શુદ્ધ. છે ને? “વત્તશુદ્ધ ‘સર્વથા પ્રકારે શુદ્ધ' જે મોક્ષ છે એ તો અતીન્દ્રિય આનંદને અતીન્દ્રિય જ્ઞાન, શાંતિ આદિથી પૂર્ણ શુદ્ધ છે. મોક્ષા અને સંસાર છે એ વિકાર દશાથી પરિપૂર્ણ વિકાર છે. એ પ્રાણી દુઃખી છે. ચાહે તો રાજા હો કે ચાહે તો અબજોપતિ (હો) પણ એ પૈસાના ધણી-માલિક થાય છે તો એ દુઃખી છે, અજ્ઞાની છે, મૂરખ છે. આહાહા.. જેવો આત્મા હતો એવો મોક્ષમાં પ્રગટ થયો તેનો અર્થ એ થયો કે વર્તમાન પર્યાયમાં જેવો હતો એવી અંતરમાં અનુભવ અને પ્રતીત થયા ત્યારે મોક્ષ જે પરિપૂર્ણ શુદ્ધ છે તેનો ઉપાય અપૂર્ણ શુદ્ધતાની પર્યાય પ્રગટ થઈ. હું શરૂઆત થઈ. આહાહા...! ઝીણી વાત, ભગવાના અનંતકાળથી રખડીને મરી ગયો છે, ચોરાશીના અવતાર કરી કરીને. કીડા, કાગડા, કૂતરા એવા અનંત ભવ કર્યા. ચોરાશી લાખ યોનિ એક એક યોનિમાં અનંત ભવ કર્યા. પ્રભુ! એને થાક લાગ્યો નથી, અને જોતો નથી કે હું કોણ છું અંદર? આહાહા...!
અહીં તો એક સમયની વર્તમાન દશામાં પરનું જાણવું પણ નથી, એ તો પોતાને જાણે છે. કેમકે પરમાં તન્મય નથી. કેવળજ્ઞાની લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અદ્ભુત વ્યવહારનયથી છે. આહાહા.! કેમકે એમાં તન્મય થતો નથી, તે રૂપે થતો નથી. તો પર્યાયરૂપે તે રૂપે થાય છે તો તેને જ જાણે છે. એમ અહીંયાં નીચે અજ્ઞાની કે જ્ઞાની વર્તમાન દશામાં પરને તન્મય થઈને જાણતો નથી માટે તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં તન્મય થઈને જાણે છે તો તેનું નામ પર્યાયને જાણે છે એમ કહેવામાં આવ્યું. હવે અહીં તો એથી આગળ લઈ જવા છે. દેવીલાલજી' આવી વાતું છે, ભાઈઆહાહા.! અરે.! મનુષ્યપણું મળ્યું અને