________________
७४
કિલશામૃત ભાગ-૬
જો આ તત્ત્વ–આત્મતત્ત્વ, આત્મજ્ઞાન શું ચીજ છે તેને જાણ્યું નહિ (તો) ચાર ગતિમાં દુઃખી થઈને રખડશે. આહાહા...!
અહીંયાં તો કહે છે કે, જેવું હતું તેવું પ્રગટ થયું. આ મોક્ષની વ્યાખ્યા કરી. જેવો અંદરમાં હતો, અનંત આનંદ મુક્ત, અનંત શાંતિ, શાંતિ શક્તિ એ જેવી હતી તેવી વર્તમાન દશામાં જેવો પૂર્ણ હતો તેવો પૂર્ણ પર્યાયમાં પ્રગટ થયો. એનું નામ મોક્ષ. હવે અહીંયાં તો મોક્ષનું કારણ પહેલા બતાવવું છે. આહાહા...! જેવું હતું, જેવું છે-અનંત જ્ઞાન, અનંત આનંદ એમાં છે, પ્રભુ. આહાહા.. જેમ એ પીપરના દાણામાં ચોસઠ પહોરી તીખાશ ભરી છે. તીખાશને હિન્દીમાં ચરપરાઈ કહે છે, આપણે તીખાશ કહીએ છીએ. અંદર ચોસઠ પહોરી, રૂપિયે રૂપિયો, પૂર્ણ ભરી છે. તો જેવી હતી એવી ચોસઠ પહોરી લૂંટવાથી પર્યાયમાં પ્રગટ થઈ
એમ જેવું (સ્વરૂ૫) હતું... આહાહા.! કેવું હતું કે, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતાથી ભરપૂર ભગવાન જેવો હતો તેવો છે. તેનું વર્તમાનમાં, વર્તમાન પર્યાયમાં પરને જાણવામાં જે પર્યાયની તાકાત માની છે પણ એ પર્યાયમાં સ્વને જાણવાની તાકાત છે એમ જાણીને એ પર્યાય સ્વને ત્રિકાળીને જાણે ત્યારે તેને મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન થઈ. પૂર્ણ શુદ્ધ પર્યાય, આત્માની પૂર્ણ શુદ્ધ દશા છે તો શુદ્ધ પરિણામનું કારણ પણ આત્માના શુદ્ધ પરિણામ હોવા જોઈએ. આહાહા.! સમજાણું કાંઈ? આહા! ઝીણી વાત છે, ભગવાના એણે કદી સાંભળી નથી, કદી કરી નથી. આહાહા.! બાળપણું ખેલમેં ખોયા, બાળપણું ખેલ ને રમતુંમાં ખોયું), યુવાની સ્ત્રીમાં મોહ્યા, વૃદ્ધાવસ્થા દેખકર રોયા. વૃદ્ધાવસ્થા થઈ પણ આ તત્ત્વ અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ, સર્વજ્ઞ પરમેશ્વરે જેવું હતું તેવું પ્રગટ કર્યું, જેવું હતું તેવું પ્રગટ થયું તેનું નામ મોક્ષ.
હવે, બીજી વાત. એ આત્મા તો જેવો હતો એવો પૂર્ણ શુદ્ધ દશા નામ મોક્ષ પ્રગટ થયો) તો એનું કારણ પણ આત્માના શુદ્ધ પરિણામ હોવા જોઈએ. આહાહા.! હોવું જોઈએ એટલે છે. આહાહા.! શુદ્ધ વસ્તુ જેવી છે... આહાહા...! પરિપૂર્ણ પરિપૂર્ણ વસ્તુ ભરી છે. તેની વર્તમાન પર્યાય-દશામાં અંદરમાં જેવું હતું તેવી પ્રતીતિ અનુભવમાં થઈ ત્યારે તો તેને મોક્ષનો માર્ગ પ્રગટ થયો. મોક્ષ જે પૂર્ણ શુદ્ધ પર્યાય છે, પૂર્ણ પવિત્ર અનંત આનંદની દશા છે તેના અપૂર્ણ શુદ્ધ પરિણામ શુદ્ધ સ્વભાવના ભાનમાં જે પ્રગટ થયા, એ પૂર્ણ શુદ્ધ પરિણામનું કારણ છે. આવી વાતું હવે. માર્ગ આવો ભાઈ! અત્યારે સાંભળવો મુશકેલ પડે છે. આહાહા...! બહારથી ધમાધમ જાણે આમ બહારથી ધર્મ થઈ જશે. ધર્મ તો અંદર સ્વભાવ પડ્યો છે એમાં છે. આહાહા...!
કહે છે કે, જેવું હતું... અહીં શબ્દ આવ્યો ને? “સમસ્ત કર્મમળકલંકનો વિનાશ થતાં....' શબ્દ તો પૂર્ણ જ્ઞાન છે પણ કર્મનો નાશ થતાં (એમ) કથન કર્યું. કેમકે પહેલા મલિન હતું એ બતાવવા માટે. આહાહા. “સમસ્ત કર્મમળકલંકનો.” પાછું સમસ્ત, હોં મોક્ષમાં એક