________________
કળશ-૧૯૨
૭૫
રાગ પણ નથી રહેતો કે જેથી ફરીને અવતાર કરવો પડે. જે ચણો હોય છે. ચણો. એ શેકવાથી ડાળિયા થઈ જાય છે ને? તમારે ડાળિયાને શું કહેવાય છે? ? ચણા. એ શેકેલા ચણા ફરીને ઊગે નહિ. કાચો હોય ત્યાં સુધી ઊગે. એમ ભગવાન આત્મા પાકો થઈ ગયો, પોતાના આત્મામાંથી અજ્ઞાનનો નાશ કરવાથી અને પૂર્ણ પર્યાય-દશાને પ્રગટ કરી એ હવે ફરીને સંસારમાં અવતાર ધારણ કરતા નથી. આહાહા! આ અવતાર ધારણ કરવા એ તો કલંક છે. અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનનો અંદર સાગર પડ્યો છે. ક્યાં જોવે? કોઈ દિ જોયું નથી. એ ચીજની વર્તમાન પરિણામમાં, પરિણામી એ વસ્તુ ત્રિકાળ જેવી છે તેવી પ્રતીતમાં, જ્ઞાનમાં, અનુભવમાં આવવી એ શુદ્ધ પરિણામ છે. એ શુદ્ધ પરિણામ પૂર્ણ શુદ્ધ પરિણામનું) કારણ છે. સમજાણું કાંઈ? આહાહા... એક તો સમજવું કઠણ પડે. એ કરે કે દિ? આહાહા...!
મુમુક્ષુ :- આપ સહેલું કરી લ્યો.
ઉત્તર :- સહેલી ભાષાથી તો આવે છે. કરવું તો એને છે કે નહિ? આહાહા...! સહેલામાં કોઈ કરી ત્યે? આહાહા...!
મુમુક્ષુ :- મદદ કરે. ઉત્તર :- મદદ કરે તોય એ ખોટી વાત છે.
જીવદ્રવ્ય...” છે? જીવદ્રવ્ય એટલે વસ્તુ. અંદર ભગવાન આત્મતત્ત્વ. તત્ત્વ કહો, દ્રવ્ય કહો, વસ્તુ કહો, પદાર્થ કહો, એ આત્મદ્રવ્ય, આત્મપદાર્થ, આત્મવસ્તુ, આત્મતત્ત્વ, વસ્તુ ત્રિકાળી અવિનાશી. કદી નવી ઉત્પન્ન થઈ નથી, નાશ થશે નહિ એવી જે અંતર વસ્તુ છે... “જેવું હતું...” આહાહા.! જેવું હતું...” કેવું હતું? “અનંત ગુણે બિરાજમાન...” આહાહા.! એ તો અનંત ગુણે બિરાજમાન હતું. આહાહા.! સૂક્ષ્મ વાત છે, પ્રભુ! અનંત શક્તિ અંદરમાં છે. અનંત જ્ઞાન, અનંત દર્શન એવા અનંત ગુણ બિરાજમાન છે તો કેવું હતું તેવું પ્રગટ થયું. છે? જેવું હતું એવું પરિણમનમાં બહારમાં પ્રગટ થયું. આહાહા.! શક્તિમાં હતું તે પ્રાપ્તની પ્રાપ્તિ પર્યાયમાં (ઈ). પહેલા કહ્યું ને? કે, પર્યાયમાં દ્રવ્યની પ્રતીત, અનુભવ કરવાથી તેનો મોક્ષનો માર્ગ શરૂ થાય છે અને જ્યારે પૂર્ણ આશ્રય થયો, ત્રિકાળનો પૂર્ણ આશ્રય થયો તો કેવળજ્ઞાન અને મોક્ષ દશા થાય છે. એ મોક્ષ દશાના કારણમાં પહેલા તો આ કહ્યું. સમજાણું કાંઈ? કે, કર્મનો નાશ કરીને. આહાહા.! એમ કહ્યું ને? એ કલંકનો નાશ કરીને“જીવદ્રવ્ય જેવું હતું અનંત ગુણે બિરાજમાન, તેવું પ્રગટ થયું.'
કેવું પ્રગટ થયું?” “મોક્ષમ વનયત આહાહા..! મોક્ષની વ્યાખ્યા. “જીવની જે નિ:કર્મરૂપ અવસ્થા...” આ મોક્ષની વ્યાખ્યા. જે રાગવાળી અને કર્મવાળી દશા છે એ તો સંસારમાં રખડવાની ચીજ છે. આહાહા.... કર્મ અને રાગ વિનાની નિષ્કર્મ અવસ્થા, પૂર્ણ નિષ્કર્મ અવસ્થા. નાસ્તિથી વાત કરી છે. રાગ અને કર્મથી રહિત નિષ્કર્મ અવસ્થા, તેનું નામ મોક્ષ. અને