________________
૭૬
કલશમૃત ભાગ-૬
કર્મ અને રાગની અવસ્થા, તેનું નામ સંસાર. આહાહા...!
જીવની જે નિઃકર્મરૂપ અવસ્થા આ મોક્ષની વ્યાખ્યા કરે છે. “નયત એ રૂપે પરિણમી ગયું, પરિણમી ગયું. આહાહા. “નય છે ને? અનુભવ થઈ ગયો, પરિણમન થઈ ગયું. જેવી છે મોક્ષ અવસ્થા, પૂર્ણ કર્મકલંક રહિત, પૂર્ણ અશુદ્ધતાથી રહિત, પૂર્ણ શુદ્ધ જેવું હતું એવી અવસ્થારૂપ પરિણમન થયું, પર્યાયમાં દશા થઈ તેનું નામ મોક્ષ કહે છે. આહાહા.! સમજાણું કાંઈ? આવી વાત. ભાઈ! માર્ગ તો એવા છે. આહાહા...!
અત્યારે તો જુઓને નાની નાની ઉંમરના કેટલાક હાર્ડ ફેઈલ થઈ જાય છે. દસ-દસ વર્ષની ઉંમર, પચીસ-પચીસ વર્ષની ઉંમર. હાર્ડ ફેઈલ. કાંઈ ખ્યાલ નહિ ને એક સેકંડમાં દેહ ઊડી જાય, ફટા સ્થિતિ પૂરી થઈ જાય એટલે દેહ છૂટી જાય, ફડાકા દેહ સંયોગી ચીજ છે. આ સંયોગી ચીજ તો એની સ્થિતિએ છૂટે છે. આ તો પોતાનું સ્વરૂપ જેવું હતું એવું પ્રગટ થયું તો રાગ અને શરીર ને કર્મ તેને કારણે છૂટી ગયા. આહાહા...! તેનું નામ મોક્ષ કહેવામાં આવે છે. જેમાં અનંત અતીન્દ્રિય આનંદ છે, જેમાં અતીન્દ્રિય અનંત જ્ઞાન છે. કેમ કે, “અનંત ગુણે બિરાજમાન...” હતું તેમ કહ્યું હતું ને? હું એવું જ પ્રગટ થયું. આહાહા.! નિષ્કર્મ અવસ્થા. (અનંત ગુણ) બિરાજમાન હતું) તેવું પ્રગટ થયું. શું પ્રગટ થયું? કે, “જીવની જે નિઃકર્મરૂપ અવસ્થા, તે અવસ્થારૂપ પરિણમતું થયું. આરે. આવા શબ્દો છે. પૂર્ણ દશા અનંત અનંત આનંદ. આહાહા...!
સિદ્ધની દશાનું વર્ણન છે ને? બેનનું વાંચન હમણા આવશે. બેને સિદ્ધનું નથી લખ્યું? એનું વર્ણન કર્યું છે ને? આહાહા.. બેને સિદ્ધની વ્યાખ્યા શાંતિ. શાંતિ. શાંતિ. શાંતિ... પૂર્ણ શાંતિ. આહાહા.. બેન હોશિયાર છે, બાળ બ્રહ્મચારી બાઈ છે. હમણાં વ્યાખ્યાન પછી વંચાશે. એનો કાગળ એવો આવ્યો છે, એવી ભાષા છે એની કે આમ... બેનનું વાંચન કરીને તો ગાંડા-પાગલ થઈ જાય એવું છે. ધર્મ ધર્મરૂપે, હોં બીજું કાંઈ સૂઝે નહિ, એવું લખ્યું છે. હોશિયાર બાઈ છે. ઓલા દુનિયામાં પાગલ થઈ જાય એ નહિ. આ દુનિયાના પાગલ એટલે અંદરમાં બીજું કાંઈ સૂઝે નહિ. આત્મા... આત્મા... આત્મા... આત્મા... આત્મા... આનંદ, આનંદ. આનંદ. આનંદ. આનંદ. આનંદ. શાંતિ. વિભાવથી ભિન્ન, એ શબ્દ લખ્યો છે. એક ટૂંકો શબ્દ છે. બેને લખ્યું છે, વિભાવથી ભિન્ન તારી ચીજ છે નો વિભાવ નામ વિકાર. વિકાર નામ પુણ્ય ને પાપના ભાવ એ બધા વિકાર અને વિભાવ છે. તેનાથી ભગવાન આત્મા અંદર ભિન્ન છે. આહાહા....!
એ જેવી શક્તિ હતી તેવી નિષ્કર્મ અવસ્થાનું પરિણમન થયું. જોયું? “નયનો અર્થ પરિણમન થયું, અભ્યાસ કર્યો, અનુભવ કહો. “વનય”માં અભ્યાસ કહો, અનુભવ કહો, અવસ્થા કહો બધું એક અર્થમાં છે. આહાહા.! “નયત અવસ્થારૂપ પરિણમન થયું. શું કહ્યું કે, જેમ લીંડીપીપર ચોસઠ પહોરી શક્તિરૂપે અંદર હતી એ ઘૂંટવાથી બહાર આવી.