________________
৩৩
ચોંસઠ પહોરી એટલે પૂર્ણ પૂર્ણ તીખાશ બહાર પ્રગટ થઈ. એમ ભગવાનઆત્મામાં, એક લીંડીપીપર જેવી જડ ચીજમાં પૂર્ણ તીખાશ ભરી છે અને બહા૨ પ્રગટ થાય છે તો આ તો ચૈતન્યનો નાથ ભગવાન અંદરમાં પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન ચોસઠ પહોરી, ચોસઠ એટલે રૂપિયે રૂપિયો, ચોસઠ પૈસા, પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનથી ભર્યો હતો એ પર્યાયમાં, અનુભવમાં, દશામાં આવી ગયો. આહાહા..! ન્યાં ક્યાંય પૈસામાં સાંભળવાનું મળે એવું નથી.
બધા પૈસાવાળા દુઃખી છે બિચારા. શાસ્ત્ર તો પૈસાવાળાને ભિખારી કહે છે. ભિખારી ભીખ માંગે છે, ભગવાન થઈને માંગે છે. પૈસા લાવો, પૈસા લાવો, બાયડી લાવો, છોકરા લાવો, આબરૂ (લાવો).. ભિખારી છે. અનંત અનંત અંદર આનંદ ને શાંતિ પડી છે ને તારામાં. તારી લક્ષ્મી અંદરમાં પડી છે ને સચ્ચિદાનંદ પ્રભુ! એ લક્ષ્મીનો સ્વામી થા ને, તેનો ધણી થા ને! આહાહા..! સમજાણું કાંઈ? ‘શાંતિભાઈ’! આકરી વાત છે. દુનિયાથી વિરૂદ્ધ છે પણ પ્રભુ! તારા આત્માના ઘરની વાત છે, નાથ! તું અંદર કોણ છો દેહમાં? આ તો માટી છે, હાડકા છે. આ તો મસાણની રાખ થઈને ઊડી જશે. આહાહા..! તું ઊડે–નાશ થાય એવો નથી. તું તો અવિનાશી છો, અનાદિઅનંત છો. છે તેની ઉત્પત્તિ નથી, છે તેનો નાશ નથી, છે તે પ્રગટ છે. આહાહા..! છે?
કળશ-૧૯૨
‘લયસ્” ‘કેવો છે મોક્ષ? આગામી અનંત કાળ પર્યંત અવિનશ્વર છે,...' આહાહા..! જેવી વસ્તુ છે આત્મતત્ત્વ અનંત આનંદ આદિ અવિનશ્વર, એવી મોક્ષ અવસ્થા પણ પર્યાય થઈ, દશા થઈ પણ હવે અવિનશ્વર રહેશે. કેમકે અવિનશ્વર આત્મા છે તેની દશામાંથી અનંત આનંદાદિ પૂર્ણ પ્રગટ થયા, મોક્ષ, તો એ અવિનશ્વર છે, એ પણ હવે અનંતકાળ રહેશે. આહાહા..! મોક્ષ થયા પછી કોઈ અવતાર ધારણ કરવો પડે (એમ નથી). મુમુક્ષુ :- ભક્તો ભીડમાં આવે ત્યારે ધારણ કરે.
ઉત્તર :- આ વાત જ બધી ખોટી, ભક્તો ને ભીડ ને ભગવાનને ક્યાં હતી? પોતાના સ્વરૂપમાં જ્યાં આનંદમાં પૂર્ણ દશા થઈ ગઈ તેનું જ્ઞાન પણ કરતા નથી. એ જ્ઞાન તો પોતાની પર્યાયનું કરે છે. આહાહા..! હૈં? આહાહા..! બાપુ! મારગડા જુદા, પ્રભુ! આહાહા..! અત્યારે તો પ્રાણી જુઓને દુઃખી બિચારા, મોંઘવારી સાધારણ ગરીબ માણસને મળવું મુશ્કેલ પડે. પૈસાવાળાને ઘણું દેખાય. એ પણ દુઃખી ને એ પણ દુ:ખી. રાંકા દુઃખી, રાજા દુ:ખી, શેઠ દુઃખી ને દેવ દુઃખી. સુખી એક સંત. જેને આત્માનું ભાન થયું. હું અનંત આનંદકંદ છું, સચ્ચિદાનંદ પ્રભુ, તેનું જેને ભાન થયું એ જગતમાં સુખી છે. ‘સુખીયા જગતમેં સંત, દુરીજન દુઃખીયા' આહાહા..! આ બધા દુઃખીયા છે, ‘શાંતિભાઈ’! સાચી વાત હશે? આહાહા..! અહીં તો કહે છે, મોક્ષ અવસ્થા કોને કહીએ? આગામી અનંત કાળ સુધી રહેનારી અને ‘ઋતુતં’ ‘ઉપમા રહિત છે.’ આહાહા..! જે અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન અંદર છે એ જ્યાં પર્યાયમાં અનુભવ કરીને, અંત૨માં અનુભવ કરીને દશામાં પૂર્ણ આનંદ થયો