________________
૭૮
કિલશામૃત ભાગ-૬
તેને ઉપમા શું આપવી? કોની ઉપમા આપવી? કે, ઈન્દ્રના સુખ કરતાં પરમાત્મામાં મોક્ષમાં અનંતગણું સુખ. ઈન્દ્રના સુખ તો ઝેરના સુખ છે. આ આત્માનું સુખ તો અતીન્દ્રિય સુખ છે. તો અતીન્દ્રિય સુખને કોઈ ઉપમા છે નહિ. સમજાણું કાંઈ? આહાહા...!
“તુને ઉપમા રહિત છે.” “શા કારણથી?” વચ્છતા”. જુઓ! “મૂળ સત્તાથી નાશ દ્વારા.” આહાહા.... જેમ ઈ ચણાના ઉપરના ફોતરા, છીલકા નાશ થાય છે એમ ચણા પાકા થાય છે પછી એ ઊગતો નથી. મીઠાશ આપે છે. એ મીઠાશ આવી ક્યાંથી? કાચા ચણામાં મીઠાશ નહોતી, તરું હતું અને પાકામાં મીઠાશ આવી એ ક્યાંથી આવી? બહારથી આવી? અંદરમાં મીઠાશ પડી હતી એ બહાર આવી. શેકવાથી બહાર આવતી હોય તો લાકડાને શકે, કોલસાને શેકે તો બહાર આવવી જોઈએ. ક્યાં અંદરમાં છે ક્યાં? ચણામાં મીઠાશ પડી છે તો શેકવાથી ડાળિયા... તમારે ડાળિયા કહે છે ને? ના. આહાહા..! એ મીઠાશ જેમ છે એમ આત્મામાં અતીન્દ્રિય આનંદની મીઠાશ છે. આહાહા! એ મીઠાશને પણ ચણા તો જાણતા નથી. હૈ? અને ચણાની મીઠાશનું જ્ઞાન થયું એ ચણાની મીઠાશનું નથી. આહાહા...! એ સમયની એ પર્યાયમાં એવું જ્ઞાન પોતાથી ઉત્પન્ન થયું છે. ચણામાં મીઠાશ છે એવું જ્ઞાન, હોં એ જ્ઞાનમાં તન્મય પોતાનું જ્ઞાન છે. તો જેમાં જ્ઞાનમાં મીઠાશનું જ્ઞાન છે એ અનંત જ્ઞાનની મીઠાશમાં જ્યારે જ્ઞાન લાગી ગયું... આહાહા.! અનંત આનંદ અંદર ભર્યો છે એમાં મીઠાશ લાગી ગઈ અંદરમાં તો પર્યાયમાં–દશામાં પૂર્ણ આનંદ થઈ જાય છે. તેનો પછી આગામી કાળમાં કદી નાશ થતો નથી. છે?
શા કારણથી આઠ કર્મ...” એટલે કર્મ છે ને? રાગ, દ્વેષ, પુણ્ય-પાપ એ ભાવકર્મ છે અને જડકર્મ આઠ છે. એ બધાનો નાશ થાય છે તે કારણે. ક્યા કારણથી? મૂળ સત્તાથી નાશ દ્વારા. કેવું છે શુદ્ધ જ્ઞાન (અર્થાત્ જીવદ્રવ્યો?' નિત્યોદ્યોતરપુતિનાવરથ આહાહા.! શાશ્વત પ્રકાશથી પ્રગટ થયું છે...” જેવો આત્મા અવિનાશી શાશ્વત છે, એની અનંત આનંદ આદિ શક્તિઓ શાશ્વત છે એવો પર્યાયમાં શાશ્વત અતીન્દ્રિય આનંદ પ્રગટ થઈ ગયો. આહાહા....! વસ્તુ શાશ્વત, ગુણ શાશ્વત, પર્યાય-અવસ્થા શાશ્વત. આહાહા...! દ્રવ્ય-ગુણ શાશ્વત અને સંસારની રાગ-દ્વેષની પર્યાય અશાશ્વત, અસ્થિર હતી. તો જેવું દ્રવ્ય શાશ્વત વસ્તુ (છે), એની શક્તિ–ગુણ આનંદાદિ શાશ્વત છે) એવી પર્યાય શાશ્વત થઈ ગઈ. આહાહા...! આવો ઉપદેશ કઈ જાતનો હશે? ઓલા કહે કે, દયા પાળવી ને વ્રત કરવા, આ દેશની સેવા કરવી... કોણ કરે? ભગવાના આહાહા! તારા શરીરમાં રોગ આવે છે તો તારી મટાડવાની શક્તિ નથી. એ તો જડ છે, આ તો જડ છે. આહાહા....! તો પરના (રોગ) તો મટાડી શકતો નથી. અભિમાન છે, અજ્ઞાન (છે). આહાહા...!
અહીંયાં તો પોતાની સંસાર અવસ્થા) મટાડી શકે છે. એમ કહ્યું ને? નિત્યોદ્યોત' “શાશ્વત પ્રકાશથી...” “પુરિત’ લ્યો, અહીં “દિત’ આવ્યું. કાલે આવ્યું હતું ને? “ “કુર'.