________________
કળશ-૧૯૨
૭૯
આ તો “દિત પ્રગટ થયું છે...” જેવો અંદરમાં આનંદ હતો તેવો પ્રગટ થયો. આહાહા...! કેવું છે જ્ઞાન પ્રગટ થયું નિત્ય અને “નાવરથમ “અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવદ્રવ્ય જેને, એવું છે. આહાહા! અવસ્થા નામ પર્યાય-દશા એવી છે. જેવી સહજ શક્તિરૂપ ત્રિકાળ પ્રભુ છે એવો અનુભવ કરીને, આનંદનું વેદન કરીને આત્મજ્ઞાન કરતા કરતા, સ્થિર કરતા કરતા પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ. એ પૂર્ણ શાશ્વત દશા છે. “અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવદ્રવ્ય જેને, એવું છે.” એ જીવદ્રવ્ય જ અનંત ગુણે બિરાજમાન) છે એવી પર્યાય પણ શુદ્ધ અનંત કાળ રહેશે. આહાહા.... સંસારનો નાશ અને મોક્ષની ઉત્પત્તિ, આત્મદ્રવ્ય ત્રિકાળી ધ્રુવ. આહાહા.! શું કહે છે આ? આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે, અંતર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વિના કદી જન્મ-મરણના અંત આવશે નહિ. ચોરાશી અવતારમાં રખડી રખડી ઘાંચીના ઘાણીની પેઠે પીલાઈને મરી ગયો છે અનંતકાળથી. આહાહા...!
અહીંયાં કહે છે, પોતે નિત્ય પ્રગટ થયો. સહજ અનંત ગુણથી “અવરથી બિરાજમાન છે. “શનીવરથમ શબ્દ છે. “ગવરથ’ નો અર્થ અવસ્થા ન લેવો. અનંત ગુણે બિરાજમાન ગવરથી નિશ્ચય છે. સહજ નિશ્ચયથી અનંત ગુણ છે, બસ એમ લેવું. અવસ્થા નહિ. “ગવરથ’ ચોક્કસપણે છે. આહાહા.!
વળી કેવું છે?” “પુજાન્તશુદ્ધ' હવે આવ્યું. ઓહોહો! આત્મા જ્યાં અનંત એકાંત શુદ્ધ અંદર હતો એવી દશા પ્રગટ થઈ. અંતર અનુભવ કરતા કરતા, આત્મજ્ઞાનમાં લીન થતા થતા તો એ પર્યાય, એ અવસ્થા એવી થઈ કે, એકાંત શુદ્ધ, સર્વથા શુદ્ધ થઈ. કથંચિતુ શુદ્ધ અને કથંચિત્ અશુદ્ધ એમ નહિ. આહાહા.! (કોઈ કહે, સિદ્ધને પણ દુઃખી કહો. એ દુઃખી નથી. પૂર્ણ આનંદ સ્વરૂપ છે. આહાહા.! પૂર્ણ આનંદ થયો તેને પછી જન્મ-મરણ નથી. આહાહા...!
“વત્તશુદ્ધ” “સર્વથા પ્રકારે શુદ્ધ છે.” આહાહા.! પરમાત્મપ્રકાશમાં તો થોડું કહ્યું છે. ઇન્દ્રિયનું સુખ ભગવાનને નથી. પરમાત્મપ્રકાશમાં લીધું છે. ઇન્દ્રિયોનું સુખ ક્યાં છે? આ તો ઇન્દ્રિયની જડની કલ્પના છે. એ ઇન્દ્રિયનું સુખ નથી, એટલું ત્યાં પરમાત્મપ્રકાશમાં થોડું લીધું છે. અહીંયાં તો (કહે છે), એકાંત પરિપૂર્ણ શુદ્ધ સુખી જ છે. આહાહા...! અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન અંદર, અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સાગર નાથ અંદર બિરાજમાન (છે) તેનો અંતરમાં અનુભવ કરતા કરતા, તેનું અનુસરણ કરતા કરતા દશામાં જ્યાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ. આહાહા.. તે નિત્ય એકાંત શુદ્ધ છે. આહાહા.!
“વળી કેવું છે?” “અત્યન્ત-શ્મીરીર આહાહા“અનંત ગુણે બિરાજમાન....” ગંભીર ઓહોહો.! કહેવું ગૂમડું થાય છે ને ગૂમડું? ગંભીર ગૂમડું બહુ પાકી જાય આમ સડો, સડો (થઈ જાય). વાટ પણ ગરે નહિ અંદર. આત્માનો આનંદ જ્યાં પ્રગટ થયો તે અત્યંત ગંભીર છે. એટલે? એ આનંદની એટલી ગંભીરતા છે કે જેનો પાર નથી. આહાહા.! એવો